તમે કાર કે બાઈકનો ઉપયોગ સુવિધા માટે કરતા હો છો, પરંતુ તેના કારણે પેટ્રોલ પંપ પર પણ વધુ જવાનું થતું હોય છે. પેટ્રોલ પંપ પર તમે તમારી ગાડીમાં પેટ્રોલ ભરવા માટે ત્યાંના કર્મચારીને કહી છો અને તેઓ તમને ઇંધણ નાખતા પહેલા મીટરમાં ઝીરો ચેક કરવાનું કહે છે અને તમે એ ઝીરો જોઇને સંતુષ્ટ થઇ જાવ છો કે ગાડીમાં પુરા પૈસાનું પેટ્રોલ અથવા ડીઝલ ભરાય ગયું છે.
પરંતુ એ ખેલ માત્ર એટલો જ નથી, તમારે મીટરમાં ઝીરો પર જ નહિ, પરંતુ બીજી એક જગ્યા પર પણ નજર રાખવી જોઈએ. તો ચાલો તમને આજે આ લેખમાં અમે જણાવીએ કે પેટ્રોલ ભરાવતા સમયે તમારી નજર ક્યાં હોવી જોઈએ. જેનાથી તમારી સાથે ફ્રોડ ન થાય અને તમારી કમાણી પૈસા વહી ન જાય.
નજર હટી તો કપાય જશે તમારું ખિસ્સું : પેટ્રોલ પંપ પર ફયુલના ખેલ પર તમે ધ્યાન આપશો તો, આ ગોરખધંધામાં ત્યાં ગડબડી થાય છે જ્યાં લગભગ કોઇપણ નું ધ્યાન નથી જતું. મીટરમાં ફયુલ કવોન્ટિટી વાળા સેક્શનમાં નહિ પરંતુ ડેન્સીટી(એટલે ઘનતા) દેખાડવાના સેક્શનમાં આપણી સાથે ફ્રોડ કરવામાં આવે છે.પેટ્રોલ ભરતો કર્મચારી તમને મીટરમાં ઝીરો જોવા માટે કહે છે પરંતુ ડેન્સીટી પર નજર કરવાનું ક્યારેય નથી કહેતો. તો ચાલો જાણીએ આના વિશે વધુ માહિતી.
પેટ્રોલની શુદ્ધતાનો આધાર હોય છે ડેન્સીટી(ઘનતા) : તમને જણાવી દઈએ કે પેટ્રોલ પંપ મશીનમાં ડેન્સીટી દર્શાવતું એક મીટર હોય છે, જે સીધી રીતે તમારા ઇંધણની શુદ્ધતા સાથે જોડાયેલું હોય છે. આ આંકડાને સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ખરેખર ડેન્સીટી દ્વારા ચેક કરવામાં આવે છે કે, તમારી કાર અથવા બાઈકમાં નાખવામાં આવી રહેલું પેટ્રોલ અથવા ડીઝલ પૂરી રીતે શુદ્ધ છે કે તેમાં કોઈ પ્રકારની મિલાવટ નથી. જો તમે તેના પર નજર ન કરો તો એવું બની શકે તમારા વાહનમાં મિલાવટી ઇંધણ ભરવામાં આવ્યું હોય, તેનાથી માત્ર પૈસાની જ બરબાદી નહિ, પરંતુ તમારી ગાડીના એન્જીનને પણ નુકશાન પહોંચાડે છે.
આ રીતે કરવામાં આવે તમારી સાથે ફ્રોડ : ડેન્સીટીની સાથે નક્કી કરવામાં આવેલ માનકોની સાથે છેડછાડ કરીને ફ્રોડને અંજામ આપવામાં આવે છે. ડેન્સીટીને સાફ શબ્દોમાં સમજીએ તો એ પેટ્રોલ કે ડીઝલની ઘનત્વતા દર્શાવે છે. કોઈ પણ પદાર્થના ઘાટાપણાને તમે ડેન્સીટી કહી શકો છો. જ્યારે નિશ્વિત માત્રામાં તત્વોને મિક્સ કરીને કોઈ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે, તો તેના આધાર પર એ પદાર્થની ક્વોલિટી સેટ કરી દેવામાં આવે છે. તેમાં થોડું એવું પણ ઉપર નીચે થવા પર આપણે તમે સમજી શકો છો કે તેમાં કોઈ મિલાવટ કરવામાં આવી છે.
પેટ્રોલની ડેન્સીટી 730 થી 800 કિલોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નક્કી કરવામાં આવી છે. તેમજ ડીઝલની વાત કરવામાં આવે તો તેના માટે ડેન્સીટી 830 થી 900 કિલોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નક્કી કરવામાં આવી છે.
થોડી એવી સાવધાની નુકશાન થતા અટકાવી દેશે : નોંધપાત્ર છે કે દરરોજ સવારે જેમ પેટ્રોલ ડીઝલ ની કિંમતો પર સંશોધન કરવામાં આવે છે, તો ઠીક એવી જ રીતે રોજ સવારે જ પેટ્રોલ અને ડીઝલની ડેન્સીટીની તપાસ કર્યા બાદ તેમાં પેટ્રોલ પંપ તરફથી અપડેટ પણ કરવામાં આવે છે. તેવામાં જો તમે ઇંધણમાં થતા કોઈ પણ પ્રકારના ફ્રોડથી બચવા ઇચ્છતા હો તો હવેથી પેટ્રોલ ડીઝલ ભરાવતા સમયે ઝીરોની સાથે ડેન્સીટીના આંકડા પર નજર કરી લેજો. જે તમારા ખિસ્સા અને ગાડીના એન્જીન બંને માટે લાભકારી રહેશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી