🙍 પારસી લોકોનું થાય છે આ રીતે અંતિમ સંસ્કાર….. જાણીને તમે પણ કંપી ઉઠશો…. 🙍
🙎 આપણે બધા એક વાત જાણીએ છીએ કે માણસ આ દુનિયમાં આવે છે તેમ આ દુનિયામાંથી જવું પણ પડે છે. દુનિયાના દરેક ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવાની અલગ અલગ વિધિ હોય છે. પણ શું તમે જાણો છો કે પારસી ધર્મમાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર બાદ અંતિમ સંસ્કાર કેવી રીતે કરે છે. તો ચાલો જાણીએ તેનું મહત્વ શું છે.
🙎 પારસી ધર્મમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ અંતિમ સંસ્કાર કરવાની વિધિ ખુબ જ અલગ હોય છે. પારસી લોકો મૃત જનોને સળગાવતા નથી, દફન પણ નથી કરતા, નદીમાં પણ નથી વહાવતા. પ્રાચીનકાળથી જ્યારે તેમના પૂર્વજ ઈરાનમાં રહેતા હતા ત્યારથી પારસી લોકોની બધી જ રીતભાત બીજા ધર્મો કરતા ખુબ જ અલગ તરી આવે છે. તેના રીતિરિવાજ પણ ખુબ જ અલગ હોય છે.
🙎 પારસી લોકો અંતિમ સંસ્કાર માટે જે વિધિને કરવામાં આવે છે તે તોખ મીનાશની કહે છે. તમે જાણીને હેરાન થઇ જશો કે પારસી ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી તેના શબને એકાંત જગ્યામાં લટકાવી દેવામાં આવે છે. કેમ કે તે એકાંત જગ્યા પર ઘણા બધા ગીધ પક્ષીઓ આવતા હોય છે અને તે શરીરને ખાય છે.એટલે કે ગીધના ભોજન માટે શરીરને તે જગ્યા પર છોડી દેવામાં આવે છે.
🙍 પારસી સમુદાયનો 17% સમાજ મુંબઈમાં રહે છે. સન 1661માં જ્યારે પારસી સમાજ મુંબઈમાં વસવા લાગ્યો હતો. મુંબઈમાં પારસી ધર્મમાં એક જગ્યા બનાવવામાં આવી છે ત્યાં તે પારસીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. તે મલબાર હિલમાં ટાવર ઓફ સાઈલેન્સના નામથી ઓળખવામાં આવે છે. તે આમ તો એક બગીચો છે પરંતુ ત્યાં પારસીઓના શબનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
🙍 પારસી લોકો તેની પરંપરાને કાયમ રાખવા માટે ગીધ ઉપર વધારે નિર્ભર છે. પણ ગીધની ઘટતી સંખ્યા પારસી લોકો માટે મોટી મુશ્કેલી અને ચિંતાજનક વાત છે. પારસી લોકો અગ્નિની પૂજા અને તોખ મીનાશની અંતિમ સંસ્કાર કરે છે.
🙍 પારસી ધર્મમાં અંતિમ વિધિમાં મૃત શરીરને એક ટાવર હોય છે ત્યાં લટકાવી દેવામાં આવે છે. તે જગ્યા પર કોઈ આવતું ન હોય એવી જગ્યા પર એકાંતમાં શબને લટકાવીને છોડી દેવામાં આવે છે. પછી એ મૃત શરીરને ગીધ ભોજન બનાવે છે. પારસી લોકો અગ્નિને ઈશ્વર માને છે એટલે જ પારસી લોકો અગ્નિની પૂજા કરે છે.
🙍 જો પારસી સમુદાયની છોકરી બીજા સમાજના પુરુષો સાથે લગ્ન કરે તો તેને અને તેના બાળકોને પારસી મંદિર અને અંતિમ સંસ્કારની જગ્યાએ ધ ટાવર ઓફ સાઈલન્સમાં જવાની અનુમતિ મળતી નથી.
🙍 ભારતમાં મોટાભાગનો પારસી સમાજ મુંબઈમાં જ રહે છે. જે ટાવર ઓફ સાઈલન્સમાં શબોનું અંતિમ સંસ્કાર કરે છે. દર વર્ષે મુંબઈમાં અંદાજે 850 પારસી લોકોનું મૃત્યુ થાય છે. તેની સામે દર વર્ષે 200 બાળકો જન્મ લે છે.
🙍 મિત્રો પારસી લોકો ઘણા વર્ષોથી આપણા ભારત દેશોમાં સ્થિત છે. એ લોકો જ્યારે ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે તેને કિનારા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. અને એક રાજા તેને મળવા માટે ગયા ત્યારે રાજાએ પારસીઓને કહ્યું કે તે અહીં નહિ રહી શકો. ત્યારે પારસીઓએ ખુબ જ સુંદર જવાબ આપ્યો હતો. તેણે એક ભરેલો દૂધનો ગ્લાસ મંગાવ્યો અને થોડી સાકર મંગાવી. ત્યાર પછી પારસીના અગ્રણીએ દૂધના ગ્લાસમાં સાકર નાખી અને કહ્યું કે અમે દૂધમાં જેમ સાકર ભળે એ રીતે તમારામાં ભળી જશું. અને રાજાએ તેમને રહેવા માટે મંજુરી આપી. આ વાત માટે તમારો અભિપ્રાય અમને જરૂર જણાવો કોમેન્ટમાં.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
The time has made the communities and the religious beliefs turning to different way of living and adopting the ritues. Let todays generation understand and accept the way forward.