ઘરમાં ડુંગળી સુધારવાની કે ખાવાની વાત આવે તો ડુંગળી સુધારવી તે આપણા માટે અઘરો ટાસ્ક બની જતો હોય છે. કારણ કે તેનાથી આંખોમાં બળતરા થતી હોય છે. પરંતુ આ એક અવગુણની સામે ડુંગળીના અનેક ફાયદાઓ છે. જેને આપણે નજર અંદાજ ન કરી શકીએ. ડુંગળી એક એવી જબરદસ્ત વસ્તુ છે કે જેમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે.
ડુંગળીમાં રહેલા એન્ટી ફ્લેમેટરી, એન્ટી એલર્જીક, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી કર્સીનોજેનીક ગુણ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડુંગળીમાં ભરપુર માત્રામાં વિટામીન એ, બી 6, બી કોમ્પ્લેક્સ અને વિટામીન-સી મળી આવે છે. ડુંગળીમાં આયરન, ફોલેટ અને પોટેશિયમ જેવા ખનીજો પણ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે.
ડુંગળી વાળને લાંબા કરવામાં મદદ કરે છે. જો તમારા વાળ પણ લાંબા નથી થઇ રહ્યા, તો ડુંગળી તમારી આ સમસ્યાને છુમંતર કરી દેશે. આ સમસ્યાના ઉપાય માટે માત્ર ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવવાનો શરૂ કરવાનો છે. તેનાથી વાળ પણ લાંબા થશે. અઠવાડિયામાં એકથી બે વખત ડુંગળીના રસને વાળના મૂળમાં લગાવવો જોઈએ.કેન્સરના જોખમથી પણ ડુંગળી બચાવે છે. તમને જણાવી દઈએ કે ડુંગળીમાં એવા તત્વો છે, જે આપણને કેન્સરથી બચાવવામાં સહાયરૂપ નીવડે છે. આ ઉપરાંત કાચી ડુંગળીના સેવનથી ઈમ્યુન સીસ્ટમ મજબુત થાય છે. જેથી રોગ પ્રતીકારારક શક્તિ વધે છે.
ઘણા લોકોને મોંની અંદર તકલીફ થતી હોય છે. એવામાં તેઓ અલગ અલગ ઉપાય અપનાવતા હોય છે. પરંતુ ડુંગળીનું સેવન મોંની દરેક સમસ્યામાં મદદરૂપ નીવડે છે. ડુંગળીમાં વિટામીન-સી અને કેલ્શિયમ હોય છે. જે મોં સંબંધી દરેક સમસ્યા સરળતાથી દુર કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ડુંગળી ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે જે લોકોને ડાયાબીટીસ છે, તે લોકો માટે ડુંગળીનું સેવન સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રહે છે. ડુંગળી શરીરમાં ઇન્સુલીનની માત્ર વધારે છે. આ સાથે તે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.
ડુંગળી વજન ઘટાડવા માટે પણ ખુબ જ ફાયદાકારક નીવડે છે. જો તમે પણ વજન ઘટાડવાના અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છો, તો તમારે નિયમિત રીતે લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. તેમાં બોડીની કોલેસ્ટ્રોલની માત્રા ઘટી જાય છે.
કાનના દુઃખાવામાં પણ ડુંગળી ફાયદાકારક સાબિત થાય છે. કાનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ડુંગળીને રાખમાં શેકીને તેનો રસ કાઢી લેવો. ત્યાર બાદ આ રસને કાનમાં નાખવો તેનાથી કાનના દુઃખાવામાં રાહત થશે.
આ ઉપરાંત ડુંગળી માસિક સ્ત્રાવ દરમિયાન થતા દર્દમાં પણ રાહત આપે છે. મહિલાઓ માસિક સ્ત્રાવ સાથે સંબંધિત સમસ્યાઓમાં ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરે તો તેમાં રાહત મળે છે.ડુંગળી યાદશક્તિ વધારવામાં પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે નિયમિત રીતે ડુંગળીનું સેવન કરવાથી યાદશક્તિ તેજ થાય છે. તેથી જો તમારે તમારા બાળકોની યાદશક્તિમાં વધારો કરવો હોય તો નાનપણથી જ તેને ડુંગળી ખાવાની આદત પાડી દેવી જોઈએ.
આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં ડુંગળી લુ થી બચાવે છે. જ્યારે પણ તમારે તડકામાં રહેવાનું થાય ત્યારે ખીચ્ચામાં એક ડુંગળી રાખી દેવી જોઈએ. તેવું કરવાથી લુ લાગતી નથી. આ ઉપરાંત જો કોઈ બાળકને લુ લાગી ગઈ હોય, તો તેને ડુંગળીનો રસ પીવડાવો જોઈએ અને પગના તળિયામાં ડુંગળીના રસની માલીસ કરવી તેનાથી બાળકને લુ લાગવાથી થયેલ સમસ્યામાં રાહત મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી