આયુર્વેદમાં વાત-પિત્ત-કફને દૂર કરે એવી આના જેવી બીજી કોઈ દવા નથી. ઘરે બનાવો આ દેશી ચૂર્ણ આંતરડાની બધીજ ગંદગી કરી નાખશે સાફ

મિત્રો આજનો અમારો આ લેખ ખુબ જ સામાન્ય સમસ્યા પર છે જે લગભગ લોકોમાં જોવા મળતી હોય છે. આમ તો સમસ્યા સામાન્ય છે પરંતુ જો તે આ સમસ્યાને ઠીક કરવામાં ન આવે તો બીજી અનેક બીમારીઓનો ભોગ બની શકીએ છીએ. કારણ કે 80% બીમારીઓ માત્ર આ એક સમસ્યાને કારણે થાય છે.

અમે જે સમસ્યાની વાત કરી રહ્યા છીએ તે છે પેટ સંબંધી સમસ્યાઓ ઘણા લોકોને  પેટ ભારે લાગવાની, પેટમાં ગેસ થવાની, કબજીયાતની તેમજ પેટ ફુલાવવા જેવી સમસ્યાઓ થતી હોય છે. આજના સમયની જીવન શૈલીના કારણે લગભગ લોકોને અપચા તેમજ અન્ય પેટ સંબંધી સમસ્યાઓ રહેતી હોય છે. જેની  લોકો વારંવાર દવા લેતા હોય છે અને તેના આદિ બની જતા હોય છે. મિત્રો આપણું આયુર્વેદ કહે છે કે આપણે આપણી  દિનચર્યાને જ એવી બનાવવી જોઈએ જેથી એક જ વારમાં પેટ સાફ થઇ જાય અને કોઈ બીમારી ન થાય. આપણે ખાધેલી વસ્તુ જો 24 કલાકમાં ન પચે તો તે પેટમાં રહીને આપણા શરીરમાં ઝેર ફેલાવે છે અને આ રીતે જો પેટ સાફ ન થાય તો તે 108 નાની મોટી બીમારીને આમંત્રણ આપે છે.

મિત્રો પેટની સમસ્યા વાત્ત, પિત્ત અને કફના અસંતુલનના કારણે જ જન્મે છે. માટે જો આ ત્રણ વસ્તુનું સંતુલન ન જળવાય તો પેટ સંબંધી તેમજ ત્વચા સંબંધી અન્ય સમસ્યાઓ થાય છે. માટે આપણે હવે એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે આ ત્રણેય વસ્તુને સંતુલિત કરે અને પેટને સાફ રાખે.

આયુર્વેદ આચાર્ય મહર્ષિ વાગ્ભટે અષ્ટાંગહ્રદયમમાં આ સમસ્યાનો ઉપાય જણાવ્યો છે. મિત્રો એક વસ્તુ તેમાં એવી જણાવી છે કે જે પેટની દરેક સમસ્યાને દુર કરશે તેમજ વાત્ત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત રાખશે. તે છે ત્રિફળા. આંબળા, હરડે અને બહેડા ત્રણ ખુબ જ અસરકારક વસ્તુ છે અને તે ત્રણેયને મિક્સ કરીને બનાવામાં આવે છે ત્રિફળા.મિત્રો તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં ત્રિફળા સિવાય કોઈ એવી ઔષધી નથી જે વાત્ત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત કરે અને પેટની સમસ્યાથી છૂટકારો અપાવે. મિત્રો તેને લેવાની માત્રા પણ ખુબ જ મહત્વની છે જે બજારમાં મળતી ત્રિફળામાં જળવાતી નથી.

જો તમે ઘરે ત્રિફળા બનાવો તો તે ખુબ જ અસરકારક નીવડે છે તેને બનાવવા માટે તમારે 100 ગ્રામ હરડે, 200 ગ્રામ બહેડા અને 300 ગ્રામ આંબળાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેની બરાબર માત્ર જળવાઈ રહે. અહીં તમારે શુદ્ધ બેહડા તેમજ નાની હરડેનો ઉપયોગ કરવાનો રહેશે.

આંબળાના ટુકડા કરી તેને છ થી સાત દિવસ સૂકવવા દેવાના ત્યાર બાદ ત્રણેય વસ્તુને પીસીને મિક્સ કરી ઘરે જ ત્રિફળા ચૂર્ણ બનાવી શકો છો. સેવન કંઈ રીતે કરવું તે પણ જાણી લઈએ. તો મિત્રો આયુર્વેદમાં જણાવ્યું છે કે જો તમે તમારું પેટ સાફ કરવા માંગો છો તો રાત્રે જમ્યા પછી દોઢ કલાક એક ગ્લાસ દુધમાં ગોળ મિક્સ કરી દો. ત્યાર બાદ દોઢ ચમચી ત્રિફળા ચૂર્ણ દુધમાં મિક્સ કરીને પીય જવું અથવા તો તે ચૂર્ણ ખાઈ ત્યાર બાદ ઉપરથી ગોળવાળું દૂધ પીય જવું. ત્યાર બાદ એક કલાક પછી જ સુવું અને પછી જ્યારે તમે સવારે ઉઠો ત્યારે વાસી મોએ બે ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું. ત્યાર બાદ તમારું પેટ એક જ વારમાં સાફ થઇ જશે. આ ઉપરાંત તમે દુધની જગ્યાએ ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

આ ઉપરાંત તમારા શરીરમાં કોઈ વિટામીન અથવા પોષકતત્વની ઉણપ છે તો તમારે સવારે ત્રીફળાના ચૂર્ણનું સેવન ગોળ અથવા મધ સાથે કરવું જોઈએ અને તે શરીરમાં દરેક પોષકતત્વની કમીને પૂર્ણ કરી દેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment