અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
શું વાહન પર તમારા વ્યવસાય કે ધંધાના શબ્દો લખવા કાયદેસર છે ? જાણો આ માહિતી
મિત્રો આપને અનેક વખત જુદી જુદી બાઈક્સ પર કે કાર પર “POLICE, PRESS, LAWYER, ARMY, DOCTOR” જેવા શબ્દો લખેલા જોવા મળતા હોય છે. શું તમને ખબર છે આ શબ્દો એ અલગ અલગ ધંધા કે વ્યવસાય કે સર્વિસ દર્શાવે છે. મોટા ભાગે જે લોકો પોલીસમાં હોય એ પોતાના વાહન પર POLICE લખાવતા હોય છે, પ્રેસ કે ન્યુઝ સાથે જોડાયેલા લોકો વાહન પર “PRESS” લખાવતા હોય છે. શું આવા પોતાના વ્યવસાયને લગતા શબ્દો વાહન પર લખવા એ કાયદેસર છે? કે આ લખાવવા પાછળ કોઈ ગુનો લાગુ પડે છે. તેની પૂરે પૂરી માહિતી આપને આજના લેખમાં જાણીશું.
હા, મિત્રો જો આપ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોવ કે સર્વિસ સાથે સંકળાયેલા હોવ દા.ત. પોલીસ, આર્મિ, ડોક્ટર, એન્જીનીયર, વકીલ કે પ્રેસ આપ જો આપના વાહન પર તમારો વ્યવસાય કે સર્વિસ લખાવેલું હોય તો આ વાત જાની લેજો કે તમારા આ પગલા સામે નિયમો શું કહે છે. શું આ કાયદેસર છે કે ગેર કાયદેસર?
આમાં એક વાત સારી છે કે જો તમે તમારા વાહન પર તમારો વ્યવસાય કે સર્વિસ લખવું હોય તો લખી શકો તેમાં તમને કોઈ ગુનો લાગુ પડતો નથી પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું નહિ તો તમે મોટી મુશ્કેલીમાં મૂકી જશો.
તમે તમારો પ્રોફેશન કે વ્યવસાય જરૂર તમારી બાઈક કે કાર પર લખી શકો પરંતુ એક વાતનું ધ્યાન જરૂર રાખવું કે તમે તમારી બાઈક કે કારની નંબર પ્લેટ પર ભૂલથી પણ કઈ લખવી ના શકો, જો તમે તમારા વ્યવસાયનું નામ કે બીજા કોઈ નામ નંબર પ્લેટ પર લખવો તો તમારે કાયદેસર તેનો દંડ ભરવો પડશે અને તમારા પર ગુનો પણ લાગુ પડી શકે છે. બાઈકની નંબર પ્લેટ પણ સરકારના નિયમ મુજબ જ રાખવી પડશે અને તેના પર કોઈ પણ પ્રકારની છેડછાડ તમે નહિ કરી શકો..
પણ એ વાત યાદ રાખો કે તમે તમારો વ્યવસાય તમે વાહન પર નંબર પ્લેટ સિવાય બીજા કોઈ પણ ભાગ પર લખી શકો છો કે જેનાથી કોઈ ગુનો નથી લાગતો, પણ વાહન પર લખાણ પણ અન્ય સમાજ કે લોકોની લાગણી દુભાય તેવું રાખી ના શકો.. એ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ..
Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી