દરરોજ રાત્રે સુતા પહેલા ભૂલ્યા વગર રૂમમાં જગવીલો એક તમાલપત્ર .. ફાયદા જાણી તમે પણ કરવા લાગશો આ કામ

મિત્રો આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ રહેલી છે જેનો ઉપયોગ કરીને તમે પોતાને સ્વસ્થ રાખી શકો છો. અનેક ભારતીય મસાલાઓ મરી, અજમો, એલચી, તજ, લવિંગ, જીરું, રાઈ, બાદીયા વગેરે આપણા શરીરને સ્વસ્થ રાખવાની સાથે ભોજનનો સ્વાદ પણ વધારે છે. આવી જ એક ઔષધી છે તમાલપત્ર. જે ભોજનનો ટેસ્ટ વધારે છે અને આયુર્વેદિક ઔષધીના રૂપમાં પણ કામ કરે છે. ઘણા લોકો તમાલપત્રના ગુણો વિશે નથી જાણતા હોતા, પણ તમને જણાવી દઈએ કે, તમાલપત્ર એ તણાવ ઓછો કરવા માટે ખુબ અસરકારક છે. તેના ધુમાડાથી ટેન્શન દુર થાય છે.

જો તમે રાત્રે સૂતા પહેલા ઘરમાં તમાલપત્રનો ધુમાડો કરી લો છો તો તમારું ટેન્શન દુર થાય છે. સાથે જ શ્વાસ સંબંધી સમસ્યા, અને ત્વચાને લગતી સમસ્યા પણ દુર થાય છે. તમાલપત્ર બાળવાથી તમે ઘણા ફાયદાઓ થાય છે. પણ તેનો ધુમાડો કેવી રીતે કરવો જોઈએ તે પણ જાણી લેવું ખુબ જરૂરી છે. તમાલપત્રનો ધુમાડો ઘરમાં એક અરોમાની જેમ કામ કરે છે. તેના ઘણા ફાયદાઓ છે.તમાલપત્રમાં શું વિશેષ હોય છે ? :

આ એક જડીબુટ્ટી છે, જેનો રશિયાના એક વૈજ્ઞાનીકે ઊંડો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તે આપણા તણાવને દુર કરી શકે છે. આથી જ તમાલપત્રને અરોમા થેરાપી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય તે ત્વચાની બીમારી અને શ્વાસની બીમારીમાં પણ ખુબ જ કારગત છે. આમ શ્વાસ અને ત્વચાની બીમારીને ઠીક કરવામાં તે ખુબ જ ઉપયોગી છે. આ ટેન્શનને દુર કરે છે.

આ રીતે તમાલપત્રનો ઉપયોગ કરો :

આ માટે તમારે સૌથી પહેલા એક તાજું અને સૂકાયેલ તમાલપત્ર લેવાનું છે. તેને એક વાસણમાં મુકીને ઘરની બહાર બાળો. પછી તેને ઘરની અંદર લાવીને 15 મિનીટ માટે રાખી મુકો. આમ તમાલપત્રની સુગંધ ચારેય બાજુ ફેલાઈ જશે. તેનાથી તમે રિલેક્સ અને રિફ્રેશિંગ અનુભવશો. આ સિવાય તમાલપત્ર પ્રાચીન કાળમાં અનેક બીમારીના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા હતા.રૂમ ફ્રેશનર : પોતાના રૂમ અને ઘરને ફ્રેશ રાખવા માટે લોકો જુદા જુદા પ્રકારના સ્પ્રે તેમજ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. મોંઘા અત્તર પણ છાંટે છે. પણ આ બધું કામ તમાલપત્ર પણ કરી શકે છે. તેનાથી તમારી આસપાસ રહેલા બેક્ટેરિયા પણ મરી જાય છે.

થાક :

તમાલપત્રને બાળવાથી તમારો થાક પણ દુર થઈ જાય છે. તમારો મગજ શાંત થાય છે. મગજની નસને આરામ મળે છે. એટલું જ નહિ પણ આ ધુમાડો શ્વાસ દ્વારા આપણી અંદર જાય છે આપણી ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત કરે છે.

વાઈ :

તમાલપત્ર એ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. વાઈના દર્દીઓ એ તમાલપત્રના ધુમાડાની વચ્ચે રહેવું જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે તમાલપત્ર વાઈની રોગને જડથી નાબુદ કરી શકે છે.ત્વચા :

તમાલપત્રનું તેલ પણ ખુબ ઉપયોગી છે. આ તેલમાં મિનરલ્સ, વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તેલ આપણી ત્વચા માટે ખુબ જ અસરકારક છે. તેને લગાવવાથી ત્વચા મુલાયમ, સાફ અને કીટાણું રહિત થાય છે.

વંદા :

વંદાને દુર કરવા માટે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પણ પોતાના ઘરમાં વંદાથી પરેશાન છો તો તમાલપત્રને બાળીને રૂમ અને રસોડામાં મૂકી દો. તે એક કેમિકલ રહિત ઉપાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment