સાંજના સમયે આ 3 કલાક ગાડી ચલાવવી છે જોખમ ભરેલી, 20% જેટલા એકસીડન્ટ થાય છે આ સમયે… મોટાભાગના લોકો નથી જાણતા…

મિત્રો આપણે દરરોજ કોઈને કોઈ મીડિયા માધ્યમથી અકસ્માતની ઘટના વિશે જાણતા હોઈએ છીએ. સામાન્ય રીતે આ અકસ્માત થવો એ માટે અમુક ચોક્કસ કારણો જવાબદાર હોય છે. અમુક વખતે વાતાવરણ સ્પષ્ટ ન હોવું, અથવા તો ગાડીની સ્પીડ વધુ હોવી, અથવા તો બેધ્યાન થવું. વગેરે કારણો જવાબદાર હોતા હોય છે. પણ આજે આપણે વાત કરીશું એક એવા સમય વિશે જે દરમિયાન સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વધુ અકસ્માત થતા હોય છે. આ સમય છે સાંજનો. એટલે કે એવું જાણવા મળ્યું છેકેસાંજના આ ત્રણ કલાક દરમિયાન લગભગ 20% જેટલા અકસ્માત થાય છે. આવું શા માટે. ચાલો તો આપણે આ લેખમાં વિસ્તારથી જાણી લઈએ. 

જો તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાની વચ્ચે ગાડી ચલાવી રહ્યા છો તો તમારે વિશેષ સાવધાની રાખવી જોઈએ અને પૂરી રીતે એલર્ટ રહેવું જોઈએ. એવું અમે નહીં પરંતુ સરકારી આંકડાઓ કહી રહ્યા છે જે મુજબ, આ સમય અવરજવર માટે સૌથી ખતરનાક સમય છે.સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર વાર્ષિક રિપોર્ટ- ભારત સડક દુર્ઘટના 2021 મુજબ, સાંજના કલાકો વિશેષ રૂપથી સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા વચ્ચે 3 કલાકની અવધિ દરમિયાન 2021માં દેશમાં સૌથી આધારે દુર્ઘટનાઓ દર્જ કરવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, 2021 માં 06:00 અને 09:00 કલાકોની વચ્ચેના સમયે અંતરાલમાં સડક દુર્ઘટનાઓની વધારે સંખ્યા દર્જ કરવામાં આવી છે. જે દેશની કુલ દુર્ઘટનાઓના 20.7 ટકા છે અને તે પાછલા 5 વર્ષોમાં જોવામાં આવેલ પેટર્ન અનુરૂપ છે.રિપોર્ટ મુજબ, દિવસમાં બીજો ઉચ્ચત્તમ સમય અંતરાલ 03:00 અને 06:00 વાગ્યા વચ્ચે હતો, જે દુર્ઘટનાઓના 17.8 ટકા હતો. હાલમાં જ જાહેર રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે, આંકડાઓ મુજબ, બપોરે અને સાંજના સમયે સડક પર રહેવા માટેનો સમય સૌથી વધારે ખતરનાક છે. 0.00 કલાક થી સવારના 6:00 વાગ્યા વચ્ચે ઓછી દુર્ઘટનાઓ જોવા મળી. 

ક્યાં સમયે થઈ કેટલી દુર્ઘટનાઓ:- રિપોર્ટ મુજબ, દેશમાં 2021માં કુલ 4,12,432 સડક દુર્ઘટનાઓ થઈ અને મોટા ભાગની 85,179 સડક દુર્ઘટનાઓ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાની વચ્ચે થઈ. જ્યારે 73,467 દુર્ઘટનાઓ બપોર પછી 3 વાગ્યા અને સાંજે 6 વાગ્યાની વચ્ચે થઈ હતી.ક્યાં મહિને થઈ સૌથી વધારે દુર્ઘટનાઓ:- વર્ષ 2021માં સડક દુર્ઘટનાઓના માસવાર વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, જાન્યુઆરીના મહિનામાં સૌથી વધારે દુર્ઘટનાઓ દર્જ કરવામાં આવી છે. ત્યારબાદ, ડિસેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરનું સ્થાન રહ્યું છે. આંકડાઓમાં કહેવામા આવ્યું છે કે, જાન્યુઆરી 2021માં કુલ 40,305 દુર્ઘટનાઓ દર્જ કરવામાં આવી હતી, જેમાં 14,575 લોકો માર્યા ગયા. આમ આ રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે દેશમાં સાંજના સમયે વધુ અકસ્માત થયા છે. જેમાં જાન્યુઆરીનો સમય વધુ બતાવે છે. આથી તમારે પણ સાંજના સમયે થોડી સાવધાની સાથે ગાડી ચલાવવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment