અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 અંગુઠાથી દરેક વ્યક્તિની આદત, વિચારસરણી અને વ્યક્તિત્વ વિશે કેવી રીતે જાણી શકાય ? 💁
આમ તો આપણા દરેક અંગ પાછળ કંઈને કંઈ રહસ્ય હોય છે. આમ તો તમે હાથની આંગળીથી વ્યક્તિત્વ વિશે વાંચ્યું હશે, પરંતુ આજે અમે તમારા હાથના અંગુઠા વિશે કેટલીક રસપ્રદ માહિતી પૂરી પાડવા જઇ રહ્યા છીએ. ચાલો જાણીએ કે આપણા હાથના અંગુઠાની લંબાઈ, તેનું કદ અને તેનું માળખું આપણા વિશે શું જણાવે છે.
તેમાં કોઈ બે મંતવ્યો નથી કે દરેકનો અંગુઠો જુદા જુદા આકારનો હોય છે. કોઈને તેમના હાથનો અંગુઠો લાંબો હોય, તો કોઈને તેના સામાન્ય કદથી ખુબ મોટો અંગુઠો હોય અથવા તો નાનો અંગુઠો હોય તો આ પ્રકારના આધારે, અમે અહીં વ્યક્તિત્વથી સંબંધિત કેટલીક હકીકતો રજૂ કરી રહ્યા છીએ. તમારો અંગુઠા તમારા વિશે શું કહે છે, ચાલો જાણીએ…..
💁 જો હાથનો અંગુઠો તર્જની (અંગુઠાની પાસેની પહેલી આંગળી ) આંગળીના મધ્ય ભાગ સુધી પહોંચે છે, તો તે અંગુઠાના સામાન્ય કદ કરતાં વધુ લાંબો છે. આવા લોકોમાં અમુક પ્રકારની ગુણવત્તા જોવા મળે છે. આવા લોકો પોતાની જાતનું સાંભળવા વાળા અને સ્વતંત્ર વિચારો વાળા હોય છે. તેને પોતાનો અલગ મત હોય છે. તેથી તેમની વિચારસરણી બીજા લોકોથી ખુબ જ અલગ હોઇ છે. તેઓ દરેક મુદ્દા પર તેમની હકારાત્મક અભિપ્રાય વધુ સૂચવે છે. તેથી તે હકારાત્મક હોય છે. આવા લોકો ગણિતમાં મોટેભાગે સારા છે અને સફળ ઇજનેરો પણ હોય શકે છે અને સાથી ક્યારેક સાથે પણ સખ્ત્તાથી અને હિસાબી વર્તાવ વર્તે છે. પણ તે અંદરથી પ્રેમ બહુ કરતા હોય છે.
💁 જો અંગુઠો તર્જની આંગળી સુધી પહોંચવામાં અસમર્થ હોય, તો તે સામાન્ય કદ કરતા નાના કદનો અંગુઠો છે. આવા લોકો બીજાની વિચાર પર ચાલવા વાળા હોય છે પરંતુ ખુબ મહેનતી હોય છે. તેઓનું સ્માર્ટ વર્ક ખુબ ઓછું જોવા મળે છે. તે સાથી સાથે પણ ચપળતાથી વર્તે છે..
💁 કેટલાક લોકોના હાથનો અંગુઠો તેમના શરીરના બાકીના ભાગ કરતાં વધુ સખત હોય છે અથવા તો અંગુઠો સીધો રહેતો હોય. આવા લોકો હઠીલા હોય છે. તે પરંતુ મગજમાં ખુબ જ સક્રિય હોય છે. તેમને તેમની ઇચ્છા વિરુદ્ધ મનાવવા ‘અશક્ય’ છે. આવા લોકો પોતાના નિયમ પર અડગ રહે છે. જે તેની માટે હકારાત્મક બાબત છે આવા લોકો પાર્ટનર સાથે સખ્ત્તાથી વર્તે છે.
💁 કેટલાક લોકોના હાથનો અંગુઠો ખુબ જ લચિલો હોય છે. તેઓનો અંગુઠો સરળતાથી તેને કોઈપણ દિશામાં ફરતો હોય છે. આવા લોકોનું વર્તન સમાન મનસ્ક હોય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાને સરળતાથી તેમાં ઢાળી દે છે. તેઓ પૈસા કમાવવા માટે ખુબ રસ ધરાવે છે અને આ જ વાત તેઓને સફળતા તરફ દોરી જાય છે અને સાથીને પણ યોગ્ય મહત્વ આપશે. આવા વ્યક્તિઓ સ્ત્રીઓને અને સ્ત્રીઓ પુરુષોને સારી રીતે સમજે છે..
💁 જો અંગુઠો સીધો ઉપર તરફ જવાને બદલે ઉપરથી ડાબી બાજુએ વધુ વળેલો હોય છે તેને વધુ કોણ (અષ્ટકોણ કોણ) અંગુઠો કહેવાય છે અને તેને સંપૂર્ણ અંગુઠો કહેવાય છે. આવા પ્રકારનો અંગઠો ધરાવતા લોકો શાંત અને સૌમ્ય પ્રકૃતિ ધરાવે છે. આ લોકો કલાના ક્ષેત્રમાં સારી કામગીરી કરે છે. આવા લોકો પોતાના કામમાં ખુબ રસ દાખવે છે. સાથી સાથે પણ સોફ્ટ રીતે વર્તાવ કરે છે.
💁 જો અંગુઠા ઉપરની બાજુથી સીધો જમણો કોણ બનાવે છે તો તે જમણો કોણ અંગુઠો છે. આવા લોકો મજબૂત મનવાળા હોય છે અને તેઓનું મનોબળ ખુબ મજબૂત હોય છે. આવા લોકોને જીવનમાં કોઈપણ આસાનીથી હરાવી નથી શકતા અને જો તે હારી જાય તો તે લડવા માટે તૈયાર હોય છે.
💁 જો અંગુઠો સીધો કરો, જો તે અંદરની બાજુએ વળેલ હોય, તો આ તીવ્ર કોણ અંગુઠો છે. આવો અંગુઠો કદમાં સામાન્ય અંગુઠા કરતા નાનો હોય છે. આવા લોકો ખુબ ઓછા જોવા મળે છે. આવા લોકોના વિચારો નકારાત્મક અને કુકર્મ વાળા હોય છે. ખરાબ આદતોમાં રસ લેવાની, પૈસા પર પૈસા ખર્ચવા, અને ખરાબ યોજના બનાવવા અને તેમાં લોકોને ફસાવવા જેવી ટેવ હોય છે. આવા લોકો, જેઓ ધર્મ અને સંસ્કારોની દુનિયાથી ઘણા દૂર રહે છે. અને તેઓ ધર્મ કે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા પરંતુ ભૂત પ્રેત અને ટોણા-ટોટકામાં વિશ્વાસ રાખે છે. તેથી તેઓ નાસ્તિકતા ધરાવે છે. આવો અંગુઠો ભાગ્યે જ કોઈકને હોય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી