કિચનમાં કરો આ ૪ મહત્વના ફેરફાર. ક્યારેય પણ ઘરમાં ધન અને અન્નની કમી નહિ થાય

🏠 કિચનમાં આ વસ્તુને રાખો આ જગ્યા પર….જીવનમાં ક્યારેય અન્ન અને ધન નહિ ખૂટે… 🏠

🏠 વાસ્તુશાસ્ત્ર અનુસાર કિચન એ ઘરનું ખુબ જ મહત્વનું પાસું ગણાય છે. તે જગ્યા પર બનેલું ખાવાનું આપણા ઉદરમાં રોજ જાય છે અને આપણા ઉદર રૂપી અગ્નિને ઠારે છે. પરંતુ તેના માટે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા ઘરમાં હોવી તે ખુબ જ જરૂરી છે.

🏠 કિચનમાં કંઈ વસ્તુ તમે કંઈ જગ્યા પર રાખો છો તેનાથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જામાં ફર્ક જોવા મળે છે. જો તમારા  કિચનના સામાનને વાસ્તુશાસ્ત્રના હિસાબથી ન રાખવામાં આવે તો ત્યાં નેગેટીવ એનર્જી પ્રવેશે છે. તે નેગેટીવ એનર્જી આપણા ઘરમાં બીમારી અને સુખ સમૃદ્ધિનો નાશ કરે છે. પરંતુ રસોડામાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુને મુકવામાં આવે તો તેનું ખુબ જ અસરકારક પરિણામ જોવા મળે છે. ક્યારેય પણ તે ધન અને અન્નની કમી થવા દેતું નથી. તો ચાલો જાણી કે વાસ્તુશાસ્ત્રના હિસાબે કિચનમાં કંઈ વસ્તુને ક્યાં રાખવી જોઈએ.

🏠 સૌથી પહેલા આપણે વાત કરીએ ગેસના ચૂલાની. રસોડામાં ગેસનો ચૂલો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. તેનું સ્થાન પણ સૌથી મુખ્ય માનવામાં આવે છે. કેમ કે ગેસનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે. એટલા માટે ગેસને પૂર્વદક્ષીણ દિશામાં રાખવો જોઈએ એટલે કે અગ્નિ ખૂણામાં રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશા અગ્નિદેવની માનવામાં આવે છે. દિશામાં ગેસનો ચૂલો રાખવાથી ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે. ગેસથી બનતા અથવા અગ્નિની સંબંધિત કોઈ ગેર બનાવો કે ઘટના ક્યારેય નથી થતી.

🏠 વાસણ ધોવા માટેનું સ્થાન અને પીવાનું પાણી. ગેસ પછી બીજી મહત્વપૂર્ણ વસ્તુ હોય છે પીવાનું પાણી અને વાસણ ધોવા માટેનું સ્થાન. આ બંનેનો સીધો સંબંધ વહેતા પાણીની સાથે હોય છે. ઉત્તરપૂર્વ દિશામાં એટલે કે ઇશાન ખૂણામાં વાસ્તુશાસ્ત્ર દરમિયાન તે વરુણદેવ દેવનું સ્થાન છે. એટલા માટે પીવાનું પાણી અને વાસણ ધોવાના સ્થાનને હંમેશા ઇશાન ખૂણામાં જ રાખવું જોઈએ. આ બંને વસ્તુને તે સ્થાન પર રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ કોઈ બીમાર નથી પડતું.

 

🏠 કિચન સામગ્રીનું સ્ટોરેજ. કિચનમાં પ્રયોગમાં લેવામાં આવતી સામગ્રીને તમે કંઈ દિશામાં રાખો છો તેનું તમારા જીવન વિકાસમાં ખુબ જ મહત્વ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કિચનમાં રાખેલા વાસણ અને અન્ય સામગ્રી રાખવાનું સ્ટોરેજ દક્ષીણપશ્વિમ દિશામાં હોવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તે દિશામાં અનંત અને નેતૃત દેવતા વાસ કરે છે. જેનાથી ક્યારેય પણ આપણા ઘરમાં અન્નની કમી નથી થતી. અને આ ખૂણાને નેઋત્ય ખૂણો કહેવાય છે.

 

🏠 વીજળીના ઉપકરણો. કિચનમાં કામમાં આવતી ઇલેક્ટ્રિક વસ્તુઓ જેમ કે ફ્રીઝ, મીક્ષ્યર, ટોસ્ટર, માઇક્રોવેવ, ઓવન વગેરેને દક્ષીણપૂર્વ દિશામાં રાખવું જોઈએ. તે દિશાનું તત્વ અગ્નિ હોય છે જે ઇલેક્ટ્રિક ઉપકરણોમાં કોઈ એવી ઘટના બનતી નથી. જો તમે કિચનનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેનું પાલન કરશો તો તમારા પરિવારમાં અન્ન, ધન ખુબ જ સારું રહે છે.

🏠 આ હતી કિચનમાં ધ્યાન રાખવા જેવી બાબતો. જે તમારી વૃદ્ધિ વધારે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ       (૪) એવરેજ

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment