‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ એક એવો શો છે જેને છેલ્લા એક દસકાથી પણ વધુ સમયથી દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે. શો ના દરેક પાત્રને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે. શો માં લેખકનો રોલ પ્લે કરતા તારક મહેતાની વાઈફ અંજલી મહેતા પણ પોતાના સ્વીટ નેચરને કારણે દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે. હાલ તો અંજલી મહેતાનો રોલ બીજી એક્ટ્રેસ નિભાવી રહી છે. કેમ કે નેહા મહેતાએ આ શો છોડી દીધો છે.
આ રોલ ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ નેહા મહેતા એ પહેલા પ્લે કર્યો છે. નેહાનો જન્મ 9 જુન 1978 માં ગુજરાતમાં થયો હતો. તેણે વર્ષ 2001 માં ટીવી સીરીયલ ડોલર બહુથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.
નેહા 12 વર્ષ સુધી આ ખુબ જ મશહુર કોમેડી શો સાથે જોડાયેલી રહી અને દર્શકોનું મનોરંજન કર્યું. પણ વર્ષ 2020 માં નેહા એ આ શો છોડવાનો નિર્ણય લીધો. તેના આ નિર્ણયથી ચાહકોને ઝટકો લાગ્યો.
ઘણા ચાહકોએ તો એવી માંગણી પણ કરી કે અંજલી ભાભીને શો માં પાછી લાવવામાં આવે. પરંતુ તે સંભવ ન થઈ શક્યું. આ વાતની અફવાઓ પણ ફેલાઈ કે શો ના પ્રોડ્યુસર્સની સાથે નેહાનો ઝગડો થઈ ગયો છે અને આ કારણે તેણે શો છોડી દીધો છે.
પછીથી એક્ટ્રેસે આ વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, ‘જ્યારે મને આ શો ની ઓફર થઈ હતી તે દરમિયાન જ હું કોન્ફીડેંટ ન હતી કે આ રોલને કરી શકીશ. પણ મે 12 વર્ષ આ શો માં કામ કર્યું. આ શો ને છોડવો મારા માટે સહેલો ન હતો. આ શો છોડ્યા પછી મને એ વાતનો અહેસાસ થયો કે હું હજુ પણ વધુ કંઈક કરી શકું છુ. અને મે ગુજરાતી ફિલ્મમાં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું.’
મે હાલમાં જ એક ગુજરાતી ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું છે. તેમાં હું એક મહત્વપૂર્ણ રોલ પ્લે કરી રહી છું. આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. તેની કહાની મોર્ડન નવ દુર્ગાથી જોડાયેલ છે.એક્ટ્રેસને જ્યારે શો માં પાછા આવવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, તે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જવા માટે ઉત્સુક છે. પણ તે થોડા બદલાવ ઈચ્છે છે. ઘણી વસ્તુઓને લઈને તેની અસહમતી છે. પણ આ વિશે તે વધુ વિચારવા માંગતી નથી.
તમને જણાવી દઈએ કે નેહા મહેતા એ પોતાના કરિયરમાં એક બોલીવુડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે વર્ષ 2008 માં EMI નામની એક ફિલ્મનો ભાગ રહી ચુકી છે. ફિલ્મમાં તેણે સંજય દત્ત સાથે સ્કીન શેર કરી હતી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી