મિનીટોમાં જ ઘર બેઠા બનાવો ગુલાબના ફૂલથી નેચરલ રૂમ ફ્રેશનર સ્પ્રે, માર્કેટમાં મળતા મોંઘા સ્પ્રે કરતા પણ વધુ અસરકારક અને સુગંધીદાર…

મોટાભાગે એવું કહેવામાં આવે છે કે, ઘરને ફ્રેશ રાખવા માટે બગીચામાં અથવા તો બાલકનીમાં ગુલાબના છોડ જરૂર વાવવા જોઈએ. ગુલાબના ફૂલ દેખાવમાં સુંદર હોવાની સાથે સાથે પૂજા-પાઠમાં પણ ઉપયોગમાં લેવાય છે. આ સિવાય સુંદરતા વધારવા અને ઘણી બીમારીઓ દૂર કરવામાં તેનો મુખ્ય રૂપે ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ લાલ, પીળા, ગુલાબી, સફેદ વગેરે ગુલાબના ફૂલો ઘરે કુંડામાં જ સરળતાથી ઉગાવી શકાય છે.

પણ શું તમે પૂજા-પાઠ અને સુંદરતા વધારવા સિવાય પણ ગુલાબના ફૂલોનો ઉપયોગ કર્યો છે ? આ લેખમાં આજે અમે તમને ગુલાબના ફૂલોથી તૈયાર નેચરલ રૂમ ફ્રેશનર સ્પ્રે વિશે જણાવશું. આ સુંદર સ્પ્રેને તમે ઘરે જ ખુબ સરળતાથી બનાવી શકો છો. તેનો ઉપયોગ ઘરની બધી જગ્યાઓને ફ્રેશ રાખવા માટે કરી શકાય છે.

બાથરૂમ અને સ્ટોર રૂમને રાખો ફ્રેશ : જો તમને એ સવાલ કરવામાં આવે કે ઘરના ક્યાં ભાગથી સૌથી વધુ દુર્ગંધ આવે છે. તો તમારો જવાબ શું હશે ? તમે કદાચ બાથરૂમ અને સ્ટોર રૂમનું નામ જ કહેશો. ઘણી વખત મોંઘા સ્પ્રેને છાંટવા છતાં બાથરૂમ અને સ્ટોર રૂમમાંથી દુર્ગંધ આવે છે.

તેવામાં પ્રાકૃતિક રૂપે તૈયાર આ સ્પ્રે થોડી જ મિનીટોમાં આ પરેશાની દૂર કરી દેશે. તેના ઉપયોગથી ઘરમાં રહેલ નાના-નાના કીડાઓ પણ સરળતાથી ભાગી જશે. આ રીતે ખુબ જ સસ્તું અને સારું ઘરેલું પ્રોડક્ટ બનાવી શકાય છે.

રૂમ ફ્રેશનર સ્પ્રે બનાવવા માટે આવશ્યક સામગ્રી : ગુલાબના ફૂલ – 4 થી 5, પાણી – 1 લીટર, ગુલાબ જળ – 3 ચમચી, બેકિંગ સોડા – 1 ચમચી, સ્પ્રેની બોટલ – 1.

બનાવવાની રીત : સૌથી પહેલા ગુલાબના ફૂલની બધી જ પાંખડીઓને અલગ કરીને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી પાંખડીઓને એક વાસણમાં નાખો. આ સિવાય એકથી બે કપ પાણી અને બેકિંગ સોડાને પણ તે વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યાર પછી સ્પ્રે બોટલમાં ગુલાબ જળ નાખીને સારી રીતે મિક્સ કરી લો. ગુલાબ જળ મિક્સ કરી લીધા પછી વધેલું પાણી પણ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. આમ તમારું મિશ્રણ તૈયાર થઈ જશે.

ઉપયોગ કરવાની રીત : આ તૈયાર નેચરલ સ્પ્રેને તમે બેઠક રૂમ, બેડ રૂમ, બાથરૂમ વગેરે જગ્યાઓ પર છાંટી શકાય છે. આ સ્પ્રેથી ઘર મહેકી ઉઠશે. આ સિવાય રસોડું, સ્ટોર રૂમ વગેરે જગ્યાઓ પર પણ તેને છાંટી શકાય છે. તમે ઈચ્છો તો આ મિશ્રણમાં રૂ બોળીને કબાટમાં પણ મૂકી શકો છો. તેનાથી કપડાઓ પણ ફ્રેશ થઈ જશે.

ગુલાબ સ્પ્રેનો ઉપયોગ તમે કારને ફ્રેશ કરવા માટે પણ કરી શકો છો. તેના ઉપયોગથી ચોમાસાની દુર્ગંધ પણ ઘરમાં નથી આવતી. આ સિવાય ચોમાસાની જીવાત પણ ઘરથી દૂર રહે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે નેચરલ સ્પ્રેથી કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થતું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment