અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🤷♀️ મિત્રો તમારા નામનો પહેલો અક્ષર તમારો સ્વભાવ દર્શાવે છે. જાણો કેવી રીતે આ આર્ટીકલ દ્વારા. 🤷♀️
🤷♀️ મિત્રો આમ તો આપણે આપણા રોજીંદા જીવનમાં ઘણા બધા વ્યક્તિઓને મળતા હોઈએ છીએ. તે વ્યક્તિની સાથે આપણે વાત કરતા હોઈએ તો તેના સ્વભાવનો થોડો અંદાજો આપણને આવે છે. પરંતુ તે વ્યક્તિ ખરેખર કેવો છે, તેના મનમાં શું ચાલે છે તેનું અનુમાન આપણે નથી લગાવી શકતા. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી બધી વિદ્યાઓ છે કે જેના દ્વારા તમે વ્યક્તિ વિશે માહિતી મેળવી શકો છો. જો તમે તમારા નામનો અથવા તો કોઈ અન્ય વ્યક્તિના નામનો પહેલા અક્ષર પરથી તમે તેના સ્વભાવ વિશે માહિતી મેળવવા માંગો છો તો વાંચો આ આર્ટીકલ.Image Source :
🤷♀️ A એટલે કે અ થી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓમાં અખૂટ સાહસ ભરેલો હોય છે. તે પોતાના કામને લઈને પ્રતિબંધ રહે છે અને આવા લોકોને જીવન દિલ ખોલીને મુક્તપણે જીવન જીવવું ગમે છે🤷♀️ B અક્ષરથી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓ ખુબ જ લાગણીશીલ હોય છે તેમજ આવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોઈ શકે છે.🤷♀️ C અક્ષરથી શરૂ થતા નામ વાળા વ્યક્તિ ખુબ જ રમુજી હોય છે પરંતુ તે લોકો ઝડપથી આવેગમાં આવી જતા હોય છે.
જે લોકોનું નામ D થી શરૂ થતું હોય છે તે લોકોના જીવનમાં સંતુલીત્તા જળવાઈ રહે છે. તે લોકોની ઇચ્છાશક્તિ ખૂબ જ મજબૂત હોય છે. તે લોકો ખૂબ જ જીદ્દી સ્વભાવના હોય છે. વેપાર કરવામાં આ લોકો સફળ સાબિત થાય છે. અને કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં સમાધાન નથી કરતા.🤷♀️ E થી જે લોકોનું નામ શરૂ થતું હોય છે તેવા લોકો ખૂબ જ રમૂજી સ્વભાવના હોય છે. તે લોકો ખુબ જ ફલર્ટ કરતા હોય છે. આવા લોકોની કલ્પના શક્તિ ખુબ જ મજબૂત હોય છે તે.
🤷♀️ જે લોકોનું નામ F થી શરૂ થાય છે તે લોકો નકારાત્મક વિચારો રાખે છે પરંતુ જો તે કોઈને પ્રેમ કરે છે ત્યારે તે તેના માટે કંઈ પણ કરી શકે છે. આવા લોકો ઈમાનદાર અને સમર્પિત તો હોય જ છે પરંતુ તે લોકો ક્યારેક પોતાને એકલા અનુભવે છે.🤷♀️ જે લોકોનું નામ G થી શરૂ થતું હોય તે લોકો ખુબ જ ધાર્મિક સ્વભાવ ધરાવે છે અને જિંદગીને પોતાના મૂજબ જ જીવવાની અભિલાષા રાખે છે. આ લોકોને પોતાના જીવનમાં કોઈની દખલઅંદાજી સહન નથી થતી. આ લોકો થોડા શકી સ્વભાવના પણ હોય છે.🤷♀️ હવે વાત કરીએ H થી શરૂ થતા નામ વાળા વ્યક્તિની તો આવા લોકો પોતાનામાં રહેવામાં માને છે અને સફળતા પ્રાપ્ત કરવા માટે પોતાને સમર્પિત કરી દે છે.
🤷♀️ જે લોકોનું નામ I થી શરૂ થતું હોય તે લોકો પોતાનાથી બધા લોકોને પ્રેરિત કરવામાં ખૂબ જ સારા હોય છે. તે પોતાના જીવનને આદર્શ બનાવવા માંગે છે. આ લોકો કળા અને વિજ્ઞાનમાં ખૂબ આગળ હોય છે પરંતુ તે લોકો ઝડપથી ભય અને ચિંતામાં પડી જતા હોય છે.🤷♀️ જે લોકોનું નામ J થી શરૂ થતું હોય તેવા લોકોના જીવનમાં કોઈ ધ્યેય નથી હોતા. તે લોકો જીવવા ખાતર જીવે છે. તેમનો સ્વભાવ થોડો આળસી હોય છે.
🤷♀️ K અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ખુબ જ લાગણીશીલ, સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે. તે લોકો દયાળુ પણ હોય છે.🤷♀️ L થી શરૂ થતા નામ વાળા લોકો જીવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરે છે કારણ કે તે ખુબ જ સારા પ્રબંધક અને સમર્પિત સ્વભાવના હોય છે.
🤷♀️ જે લોકોનું નામ M થી શરૂ થતું હોય તેવા લોકો કંઈપણ વિચાર્યા વગર કોઈ પણ પરિણામ સુધી પહોંચવામાં કુશળ હોય છે. તે પોતાના જીવનને પ્લાન નથી કરતા પરંતુ પરિસ્થિતિઓને સહન કરીને આગળ વધે છે. આવા લોકોનો ગુસ્સો ખુબ જ તેજ હોય છે.
🤷♀️ N અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો સારા વક્તા અને લેખક બની શકે છે. આવા લોકોમાં જલન થવાની ભાવના ખુબ હોય છે.🤷♀️ જે લોકોનું નામ O થી શરૂ થાય છે તે લોકો પ્રતિબદ્ધતા અંને સમર્પણ દાખવે છે. તે લોકો ખૂબ જ જવાબદાર હોય છે.🤷♀️ p અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો શક્તિનું પ્રતિક હોય છે પરંતુ તે લોકોને અન્યની પરેશાનીઓથી કોઈ ફરક પડતો નથી.🤷♀️ Q અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો વાસ્તવિકતાને દર્શાવે છે તે લોકોમાં લીડર બનવાનું સામર્થ્ય હોય છે.
🤷♀️ જે લોકોનું નામ R થી શરૂ થતું હોય તેના માટે કહેવાય છે કે R સંભાવનાનું પ્રતિક છે. આવા લોકો ખુબ જ મહેનતી અને લાગણીશીલ હોય છે.🤷♀️ S અક્ષરથી શરૂ થતા નામ વાળા વ્યક્તિ પોતાનું કામ પૂર્ણ કરવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે છે. આ લોકો પોતાના ભૂતકાળ પરથી કોઈ શીખ નથી લેતા અને ભવિષ્યમાં પણ તે જ ભૂલો કરી શકે છે.🤷♀️ જે લોકોનું નામ T થી શરૂ થતું હોય તેવા લોકો માટે કહીએ તો T પ્રગતિનું પ્રતિક છે. આ લોકો લાગણી અને સંવેદનાઓથી ઘેરાયેલા હોય છે. આ લોકોને આત્મસંયમ વિદ્યા શીખવાની ખૂબ જ જરૂર હોય છે.
🤷♀️ U થી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓ લક્કી સાબિત થાય છે. આ લોકો દૂરવ્યવહાર અને કોઈની બેઈમાનીને ભૂલી નથી શકતા.🤷♀️ જે લોકોનું નામ V થી શરૂ થતું હોય છે તેવા લોકો સ્વાભિમાની અને વિશ્વસનીય સાબિત થાય છે. આ લોકો ખુબ જ વ્યવહારિક હોય છે.🤷♀️ જે લોકોનું નામ w થી શરૂ થતું હોય તેવા લોકોને જીંદગીમાં રિસ્ક લેવામાં ખુબ જ મજા આવતી હોય છે. તે પોતાના અને બીજા માટે સમસ્યાનું કારણ બને છે.
🤷♀️X અક્ષરથી તો ઘણા ઓછા લોકોનું નામ હોય પરંતુ આ અક્ષરથી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓ કોઈ દિવસ પોતે કરેલા વચનો નથી નિભાવતા તે બીજાની સાથે વિશ્વાસઘાત કરવામાં માહિર હોય છે.🤷♀️ જે લોકોનું નામ Y થી શરૂ થતું હોય તેવા લોકો જીવનમાં કોઈ પણ નિર્ણય ઝડપથી નથી લઇ શકતા. તેમની નિર્ણય લેવાની ક્ષમતા ખુબ જ ઓછી હોય છે.🤷♀️ જે લોકોનું નામ Z થી શરૂ થતું હોય તેવા લોકો ખુબ જ આશાવાદી, વ્યવહારુ અને જમીનથી જોડાયેલા હોય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી