અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 મહાકાલની આરતી શા માટે ભસ્મથી થાય છે…. તે ભસ્મ ખરેખર વ્યક્તિના મૃતદેહની જ હોય છે..? જાણો તેનું રહસ્ય…. 💁
👩💼 મિત્રો લગભગ લોકોએ ઉજ્જૈનમાં સ્થિત મહાકાલનું મંદિર છે તેની રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે તે જોઈ હશે અથવા સાંભળ્યું જરૂર હશે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે તે ભસ્મ સવારમાં સૌથી પહેલા અગ્નિ સંસ્કાર અપાયેલા મૃત દેહની રાખ હોય છે. ઘણા લોકોનું એવું પણ કેહવું છે કે આ તેની રાખ નથી હોતી પરંતુ છાણા વગેરે જેવી વસ્તુની રાખ હોય છે. તો આજે અમે તમને જણાવશું કે તેની પાછળનું સાચું સત્ય શું છે.Image Source :
👩💼 મિત્રો ભગવાન શિવને સમર્પિત આ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત છે. આ મંદિર બાર જ્યોતિર્લીંગમાંથી એક છે. તેના વિશે એવું કહેવાય છે કે દુષણ નામના અસુરનો વધ કરવા માટે મહાકાલ પ્રગટ થયા હતા. દુષણનો વધ કર્યા બાદ જ્યારે ઉજ્જૈન વાસીઓએ મહાકાલને ત્યાં વાસ કરવા માટેનો અનુરોધ કર્યો ત્યારે આ જ્યોતિર્લીંગ પ્રગટ થયું હતું. મિત્રો સમગ્ર વિશ્વમાં મહાકાલનું એકમાત્ર મંદિર એવું છે જ્યાં મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવે છે. મતલબ ભગવાન શિવજીનો ભસ્મથી શૃંગાર કરવામાં આવે છે.
👩💼 મિત્રો ભગવાન શિવ જેટલા સરળ છે એટલા જ રહસ્યમયી પણ છે. ભોલેનાથનું રહેણ સહેણ બધા દેવતાઓથી અલગ છે. શરીર પર તેઓ ભસ્મ લગાવે છે. પરંતુ મિત્રો મહાકાલ મંદિરમાં વપરાતી ભસ્મ પર વિવાદ ચાલે છે.
👩 તેના પર એવી માન્યતા છે કે મહાકાલ સ્મશાનના સાધક છે. તેથી મૃતદેહની ભસ્મ તેમનો શૃંગાર તેમજ આભુષણ છે. મહાકાલની પૂજામાં ભસ્મ એક મહત્વનો ભાગ છે અને પ્રસાદ પણ ગણાય છે. તેથી તેમની પૂજામાં ભસ્મ લેવાય છે. કહેવાય છે કે મહાકાલ પર ચડેલ ભસ્મના ગ્રહણ માત્રથી રોગ તેમજ દોષોથી મુક્તિ મળે છે.
👩 દુનિયામાં ઘણા લોકો તેમજ ઉજ્જૈનના પણ અમુક લોકોનું એવું કહેવું છે કે મહાકાલની આરતીમાં ચિતાની રાખનો ઉપયોગ થાય છે. પરંતુ રહસ્યની વાત તો એ છે કે તે રાખ છાણા તેમજ લાકડીનો ઉપયોગ કરીને એક વિશેષ પ્રક્રિયા દ્વારા બનાવામાં આવે છે. તેના પર અઘોરીઓ તેનો વિરોધ ઉઠાવે છે અને તેમની માંગ છે કે ફરી પાછી મહાકાલને ચિતાની ભસ્મ ચડાવવામાં આવે. કારણ કે પહેલા અહીં ચિતાની ભસ્મનો જ ઉપયોગ થતો હતો પરંતુ થોડા સમયથી છાણા તેમજ લાકડીની રાખનો ઉપયોગ થાય છે.
👩 શિવ ભક્તોનું માનવું છે કે મહાકાલના દરબારની એક ચપટી રાખ વ્યક્તિની જિંદગી બદલી શકે છે. તેમના દરેક દુઃખોને દુર કરે છે. શિવપુરાણમાં ભસ્મ બનાવવાની એક વિશેષ રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ભસ્મ તે રીતથી જ બનાવાય છે.
👩 મિત્રો આ આરતીનો બીજો પણ એક અલગ નિયમ છે. આ આરતીને મહિલાઓ નથી જોઈ શકતી. આરતી સમયે તેમને ઘૂંઘટ તાણવો પડે છે તેમજ પૂજારીને પણ માત્ર એક જ વસ્ત્રમાં આરતી કરવાની હોય છે. એટલું જ નહિ આરતીમાં ઉપસ્થિત દરેક પુરુષો માત્ર એક જ વસ્ત્રમાં એટલે કે માત્ર ધોતી પહેરીને આ આરતીમાં પ્રવેશ મેળવી શકે તેવો નિયમ છે.
👩 ભક્તોનું કહેવું છે કે રોજે વહેલી સવારે પાંચ વાગ્યે મહાકાલની આરતી કરવામાં આવે છે અને તેમને ભસ્મ ચડાવીને ભસ્મ શૃંગાર કરવામાં આવે છે. તો મિત્રો જ્યારે પણ તમે મધ્યપ્રદેશ જાવ ત્યારે ઉજ્જૈનમાં આવેલ આ પ્રાચીન જ્યોતિર્લીંગ મહાકાલના દર્શન કરવાનું ભૂલશો નહિ. તેમજ તે મંદિરમાં થતી ભગવાન મહાકાલની અમુલ્ય અને દુર્લભ એવી ભસ્માં આરતીનો લાવો ખાસ લેવો અને જો ત્યાં ગયા હોવ તો કોમેન્ટ કરો.. જય મહાકાલ….
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી