1 રૂપિયાથી પણ ઓછો ભાવનો હતો આ શેર, માત્ર એક જ વર્ષમાં રોકાણકારો કરી દીધા માલામાલ અને કરોડપતિ… જાણો આ દમદાર સ્ટોકની વેલ્યુ અને ભાવ….

મિત્રો આજકાલ શેર બજાર ખુબ જ તેજીથી ચાલી રહ્યું છે. આથી લોકો તેમાં પોતાના પૈસાનું સારું એવું રોકાણ કરી રહ્યા છે.અહી તમે ફક્ત એક રૂપિયાના શેર ખરીદશો તો તમને એક સમયે તેના લાખો રૂપિયા પણ મળી શકે છે. આજે અમે તમને એક એવા જ સ્ટોક વિશે જણાવશું. જેમાં આ શેરનો ભાવ એક રૂપિયા કરતા પણ ઓછો હતો, પરંતુ એક વર્ષમાં તેના ભાવ કરોડોમાં થઈ ગયા છે. ચાલો તો આ નાના એવા સ્ટોક વિશે વધુ વિગતે જાણી લઈએ.

Multibagger Penny Stock 2022 : આ સ્ટોક એક વર્ષ પહેલા 1 રૂપિયાથી પણ ઓછામાં મળી રહ્યા હતા. અત્યારે તે 77 રૂપિયા સુધીના હાઇ લેવલે પહોંચી ચૂક્યા છે. આ પ્રકારે પેની સ્ટોકે ઈન્વેસ્ટર્સને માલામાલ બનાવ્યા છે.

સામાન્ય કિંમત વાળા ઘણા પેની સ્ટોક રિટર્ન આપવાની બાબતમાં બ્રોડર માર્કેટ અને મોટી કંપનીઓથી ઘણા આગળ નીકળી જાય છે. એવો જ એક સ્ટોક છે Equipp Social Impact Technologies નો, જેણે પાછલા 1 વર્ષમાં બમ્પર રિટર્ન આપ્યું છે. આ રિટર્ન એટલું શાનદાર છે કે, વર્ષ પહેલા માત્ર લાખ રૂપિયા રોકાણ કરવાવાળા આજે કરોડપતિ બની ચૂક્યા હશે. જેમની પણ પાસે આ સ્ટોકમાં રોકાણ કરેલું છે તેઓ આજે લાખોથી લઈને કરોડો સુધી કમાઈ રહ્યા છે.

એક વર્ષ પહેલા આ પેની સ્ટોકનો ભાવ 1 રૂપિયાથી પણ ઓછો હતો. ગયા વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ બીએસઇ પર આ સ્ટોક માત્ર 0.40 રૂપિયા હતો, જે અત્યારે 77 રૂપિયા સુધી વધી ગયો છે. આ એક વર્ષમાં 19,275 ટકાનો ભારે ભરખમ રિટર્ન છે. આ પ્રકારે જોઈએ તો, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ સ્ટોકમાં પોતાના એક લાખ રૂપિયા લગાવ્યા હશે, તો આજે તેના પોર્ટફોલીઓની વેલ્યૂ 1.93 કરોડ રૂપિયા થઈ ચૂકી હશે. એટલે કે લાખોપતિ હતા એ હવે કરોડોપતિ બની ગયા છે.

બીજી તરફ બ્રોડર માર્કેટને જોવામાં આવે તો, આ એક વર્ષ દરમિયાન સેન્સેક્સ 13.39 ટકા જ વધ્યું છે. વાસ્તવમાં આ વર્ષની શરૂઆતથી જ બજારમાં આવેલી મંદીએ આ બમ્પર રિટર્ન વાળા પેની સ્ટોકને પણ ઝપેટમાં લઈ લીધો છે. બજારમાં રહેલી મંદીથી આ સ્ટોકની ઉડાન પણ હાલ પૂરતી થંભી ગયી છે. આ વર્ષે અત્યાર સુધી આ સ્ટોકના ભાવમાં 27.18 ટકા અને આ મહિનામાં 10.64 ટકા સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે. જો કે તે હજુ પણ 200 દિવસના સરેરાશથી ઉપર જ છે.

બીએસઇ પર મંગળવારે આ કંપનીના 5,700 શેરનું ટ્રેડીંગ થયું. આ પ્રકારે તેનાથી 4.29 લાખ રુપિયાનું ટર્ન ઓવર થયું. કંપનીનું એમકૈપ હજુ લગભગ 800 કરોડ રૂપિયા છે. જો કે કંપનીનું ફાઈનાન્શિયલ પર્ફોર્મન્સ શેર માર્કેટ પર આવેલા બુલ રનની સાપેક્ષે નથી. કંપની લગાતાર નુકશાન કરી રહી છે. પાછલી 12 ત્રિમાસીથી આ કંપનીનું વેચાણ ઝીરો છે. કંપનીએ છેલ્લે ડિસેમ્બર 2018 ના ત્રિમાસ દરમિયાન 0.54 કરોડનું વેચાણ કર્યું હતું. આમ એક વર્ષ પહેલા કરેલા રોકાણના કારણે આજે આ સ્ટોકમાં રોકાણ કરનારના પૈસા કરોડોમાં થઇ ગયા છે.

જો કે કંપની આજકાલ લોસ છે પણ તેનું રીટર્ન સારું છે. આથી જો તમારી પાસે પણ આ સ્ટોક છે તો તમે પણ માલામાલ થઈ શકો છો. આમ શેર બજાર એ એક વ્યક્તિને રાતોરાત કરોડપતિ પણ બનાવી શકે છે. શેર બજાર એ એક પૈસાનું બજાર છે. જ્યાં સવારથી લઈએ સાંજ સુધીમાં અનેક લોકો પોતાનું રોકાણ કરે છે. કોઈ માલામાલ થાય છે તો કોઈ પોતાના પૈસા ગુમાવી પણ બેસે છે. પરંતુ એક વાત સાચી છે કે, જો તમારી પાસે સ્ટોક માર્કેટ વિશે પૂરી જાણકારી છે તો તેમાં રોકાણ કરવું તમારા માટે હિતાવહ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment