વૈજ્ઞાનિકોએ શોધી દુનિયા પરની સૌથી રહસ્યમય અને ખતરનાક જગ્યા…

મિત્રો આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવશું જેના વિશે પહેલી વાર તમને જાણીને વિશ્વાસ પણ નહી આવે. સંશોધકો દ્વારા એવી એક ખોજ કરવામાં આવી છે અને તેમાં દુનિયાની સૌથી ખતરનાક જગ્યાની શોધ કરવામાં આવી છે અને ત્યાંની જે સ્થિતિ હતી તેના વિશે રિચર્સ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ એ રિચર્સ વિશે. 

આંતરરાષ્ટ્રીય ખોજકર્તાઓની એક ટીમ દ્વારા રીચર્સ કરવામાં આવ્યું છે, જેમાં એક ખુબ જ મોટો ખુલાસો થયો છે. તેનું કહેવું છે કે, તેણે પૃથ્વીની સૌથી ખતરનાક જગ્યાને શોધી કાઢી છે. તે જગ્યા આફ્રિકામાં સહારામાં આવેલ છે. શોધકર્તાની ટીમનો દાવો છે કે, તે જગ્યા પૃથ્વીના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી ખતરનાક જગ્યા હતી. જીવાશ્મ વિજ્ઞાનનું અધ્યયન કરવા પર આ નિષ્કર્ષ સામે આવ્યો છે, આજ દુનિયાના સૌથી મોટું ગરમ મરુસ્થળના નામથી ઓળખવામાં આવે છે. તો સહારા મરુસ્થળ એક સમયે ખતરનાક જીવોનું ઘર હતું. 

ઉડતા સરિસૃપ અને મગર રહેતા હતા : રિચર્સમાં એવું જાણવા મળ્યું છે કે લગભગ 100 મિલિયન વર્ષ પહેલા આ જગ્યા પર ખતરનાક જાનવર રહેતા હતા. તે સમયે સહારા એક વિશાળ નદી વાળું સ્થાન હતું, જ્યાં ઉડતા સરિસૃપ અને મગર જેવા જાનવર રહેતા હતા. ટીમે દક્ષીણ-પૂર્વ મોરક્કોમાં 145 થી 166 મિલિયન વર્ષ પહેલાની ખડકોના એક સેટમાંથી અવશેષોની સમીક્ષા કરી છે. વિશેષજ્ઞોએ તેને ‘કીમ કીમ ગ્રુપ’ ના નામથી સંબોધિત કર્યું છે. જે દક્ષીણ-પૂર્વ મોરક્કોમાં મોરક્કો અને અલ્જીરિયાની સીમા પર રહેલા એક ભૂવૈજ્ઞાનિક સમૂહ છે. 

ત્રણ સૌથી ખતરનાક ડાયનોસોર રહેતા હતા : તેમને જાણવા મળ્યું છે કે, તે સમયના ત્રણ સૌથી ખતરનાક ડાયનોસોર સહારામાં રહેતા હતા. તેમાં સૌથી મોટા દાંત વાળા કાર્કોડોન્ટોસોરસ શામિલ હતા, જે 26 ફૂટ (8 મીટર) કરતા વધારે લાંબા હતા. તેના દરેક દાંતની લંબાઈ લગભગ 7.8 (20 સેમી) હતા. તેના સિવાય તે જગ્યા પર 26 ફૂટ લાંબા ડેલ્ટડ્રોમસ પણ રહેતા હતા, જે લાંબા. પાતળા અંગો વાળા રેપ્ટર પરિવારના સદસ્ય હતા. તેની સાથે જ આ ખતરનાક વિસ્તારમાં ઉડતા સરિસૃપ અને મગર જેવા જાનવર પણ રહેતા હતા. 

કોઈ માણસ ત્યાં ન રહી શકે : પોર્ટસમાઉથ વિશ્વવિદ્યાલયના પેપર લેખક અને અવશેષ વિજ્ઞાની નિઝાર ઈબ્રાહીમે કહ્યું કે. એ પાક્કું જ છે કે પૃથ્વી ગ્રહના ઈતિહાસમાં સૌથી ખતરનાક જગ્યા હતી. તેમણે જણાવ્યું છે કે, સહારા 100 મિલિયન વર્ષ પહેલા એક એવું સ્થાન હતું, જ્યાં એક માણસ ટાઈમ ટ્રાવેલ કરીને પણ લાંબો સામે સુધી રહી ન શકે. પોર્ટસમાઉથ વિશ્વવિદ્યાલયના પેપર લેખક ડેવિડ માર્ટિલે કહ્યું કે, આ ક્ષેત્રમાં ખુબ જ પ્રમાણમાં માછલી પણ રહેતી હતી. જેને તે જીવ ખાવા માટે ઉપયોગમાં લેતા હતા. 

મોટી માછલીઓથી ભરેલી હતી આ જગ્યા : પ્રોફેસર ડેવિડ માર્ટિલે આગળ કહ્યું કે, જેમાંથી વિશાળકાય સીઉલેકેંથ અને લંગફિશ પણ શામિલ હતી. સીઉલેકેંથ આજેના સમયમાં ચારથી પાંચ ગણી વધારે મોટી હતી. અધ્યયનમાં જે ખુલાસો થયો છે, તે ઝુકીઝ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 

Leave a Comment