મિત્રો મોટાભાગે આપણા ઘર પરિવારને મચ્છર દ્વારા ફેલાતી જીવલેણ બીમારીઓ જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમાંરીથી બચવા માટે આપણે ઘણી પ્રકારના લીક્વીડ અને અગરબત્તીનો પ્રયોગ કરતા હોઈએ છીએ. પરંતુ મિત્રો આ બધા કેમિકલ યુક્ત પદાર્થો મચ્છર ભગાવવાની સાથે સાથે તમારા નાના બાળકો અને મોટાઓ માટે ખુબ જ નુકશાનકારક છે અને જાણીને પણ તમે હેરાન રહી જશો.
કેમ કે મિત્રો તેમાં આવતું ડીએથ્લીન મેલ્ફોક્લીન અને ફોરસીન નામનું કેમિકલ એટલું ખતરનાક છે કે યુરોપ અને યુએસના 56 દેશોમાં તેના પર પ્રતિબંધ 20 વર્ષ પહેલા લગાવી દેવામાં આવ્યો છે. કેમ કે તેનું માનવું છે કે આ કેમિકલ મચ્છર ભગાવવાની સાથે સાથે આપણા શરીર માટે પણ ખુબ જ નુકશાનકારક છે. અને તેની અસર ધીમે ધીમેં આપણા ફેફસા પર પણ પડે છે.
મિત્રો આપણે જાણીએ છીએ કે ઘરના નાના બાળકો હોય તેવા ઘરમાં બાળકો સુતા હોય તે જગ્યા પર મચ્છર ભગાવવા માટે કોઈલ સળગાવી દેવામાં આવે છે. પરંતુ તેના ધુમાડાથી બાળકને ખુબ જ નુંકશાન થાય છે. પરંતુ હાલના સાયન્ટીફીક રીચર્સ અનુસાર જાણવામાં આવ્યું કે એક મચ્છર ભગાવવાનું કોઈલ્સ લગભગ 100 સિગારેટના ધુવાડા જેટલું નુંકશાનકારક છે. કેમ કે તે કોઈલ્સનો ધુવાડો આપણા નાકમાંથી આપણા ફેફસા સુધી પહોંચે છે. તે આપણા ફેફસાને સીધું નુકશાન પહોંચાડે છે. એટલા માટે 56 દેશોમાં મચ્છર ભગાવવાની દવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
એટલા માટે આજે આપણે એક એવો પ્રાકૃતિક ઉપાય જાણીશું જે ઘરમાંથી મચ્છર ભગાવ્યાની સાથે સાથે આપણા શરીર પર કોઈ પણ પ્રકારનું નુંકશાન નથી પહોંચાડતું. તેના માટે આજે બે એવા ઉપાય લઈને આવ્યા છીએ જે ખુબ જ સામાન્ય છે અને અસરકારક પણ છે.
પહેલા ઉપાયમાં માત્ર 10 થી 15 સેકંડમાં જ આપણા ઘરમાંથી મચ્છર ભાગી જશે અને બીજા ઉપાયથી આખી રાત સુધી તમારા ઘરમાં એક પણ મચ્છર નહિ આવે. પહેલા ઉપાયને કરવા માટે આપણે જરૂર પડશે તમાલપત્રની. તમાલપત્ર મચ્છર ભગાવવાની સાથે સાથે આપણા મગજ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તેમાંથી જે ખુશ્બુ આવે છે તે આપણા માથાના દુઃખાવાને પણ દુર કરે છે અને સાથે સાથે આપણા માનસિક સંતુલનને પણ બનાવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે.
બે થી ત્રણ તમાલપત્રના પાન લઈને પછી તમારે લેવાનું છે લીમડાનું તેલ. લીમડાના તેલને એક નાના બાઉલમાં નાખવાનું છે. પછી લેવાની છે કપૂરની ગોટી. પરંતુ કપૂરની ગોટી માત્ર એક ચમચી જેટલી લેવાની છે અને તેનો ભૂકો કરીને લીમડાના તેલમાં મિક્સ કરી દેવાનું છે. એક ચમચી કપૂર મિક્સ કર્યા પછી તેને બરાબર હલાવવાનું છે. બે થી ત્રણ તમાલપત્ર લેવાના છે અને અને તેની ઉપર રૂની મદદથી તેલને લગાવી દેવાનું અને તમાલપત્રની અણીનો ભાગ થોડો કોરો રાખવાનો છે પછી તેને સળગાવવાનું છે. જેવું તમે સળગાવશો એટલે માત્ર 15 સેકન્ડમાં જ મચ્છર ભાગવા લાગશે. પાન સળગાવો ત્યારપછી તે અગરબત્તીની જેમ તેને સળગવા દેવાનું છે.
આંખી રાત સુધી મચ્છરને દુર રાખવા માટે એક દિવેટિયાંને લેવાનું છે અને તેમાં આપણે જે ઉપર તેલ બનાવ્યું છે તે નાખવાનું છે. આખું દિવેટીયું ભરી દેવાનું છે પછી રૂની વાટ લેવાની છે અને તેને આખી તેલમાં બોળીને ભીની કરી લેવાની છે. દિવેટિયામાં વાટને મૂકી દેવાની છે અને તેને પણ સળગાવી દેવાની છે. પછી મિત્રો કોઈ પણ જગ્યા પર તમારે આ દીવાને મૂકી દેવાનો જ્યાં સુધી આ દીવો સળગતો રહેશે એક પણ મચ્છર ઘરમાં નહિ આવે.
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં મચ્છર તરત જ ભાગી જશે અને આ ઉપાયથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ પણ તમારા પર નહિ પડે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Amazing !!!
If all these natural ideas are in place then why do people buy the Agarbatti? Something is missing here.???