અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
રોજ અરીસામાં જૂઓ છો તો ન કરો આ ભૂલો…… જો કરશો તો સમસ્યાઓ ક્યારેય નહિ થાય ખતમ…
આજે અમે તમને અરીસા સંબંધિત એવી વાતો જણાવશું કે જે તમારા જીવનને ખુબ પ્રભાવીત કરે છે. આરીસમાં તો દરેક લોકો જોતા જ હોય છે પરંતુ લગભગ લોકો ત્યારે ભૂલો કરે છે. જેની લોકોને ખબર નથી હોતી.
અરીસો વ્યક્તિના જીવનનો એક ખુબ જ મહત્વનો ભાગ છે. કારણ કે અરીસામાં જ જોઇને વ્યક્તિ પોતાને સવારે છે અને પોતાને જૂએ છે. અરીસાનું વાસ્તુની દ્રષ્ટીએ ખુબ જ મહત્વ હોય છે. વાસ્તુ અનુસાર અરીસામાં જે પણ પ્રકારની ઉર્જા આવે છે તે તેજ ઉર્જાની પરત પણ આપી દે છે. તો તેવી પરિસ્થિતિમાં અરીસા સાથે જોડાયેલ આ વાતોને જાણવી ખુબ જ જરૂરી છે.
વસ્તુ અનુસાર અરીસો ચહેરો જોવાથી ઘણી વાર કિસ્મત પણ બગાડી નાખે છે. કારણ કે અરીસા સંબંધિત ભૂલો કરવાથી ધન, સ્વાસ્થ્ય, વિઘ્નો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. તો ચાલો જાણીએ તે ભૂલો કંઈ કંઈ છે.
સૌથી પહેલી વાત કે ક્યારેય આપણા બેડરૂમમાં અરીસો ન રાખવો જોઈએ અને જો તમારી ઈચ્છા હોય બેડરૂમમાં અરીસો રાખવાની તો તમે રાખી શકો છો પરંતુ એ રીતના રાખવો કે જેમાં તમારો બેડ ન દેખાય. મતલબ અરીસાને એવી રીતે ન રાખવો કે જેમાં ઉઠતાની સાથે જ તમારો ચહેરો ત્યાં દેખાય અને જો અરીસામાં બેડ દેખાય તો તેવી પરિસ્થિતિમાં ધન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માટે અરીસાને એવી જગ્યાએ રાખવો જેમાં તમારું બેડ ન દેખાય.
બીજી વસ્તુ છે કે ઘરમાં ક્યારેય તૂટેલો અરીસો ન રાખવો જોઈએ. ઘરમાં તૂટેલો અરીસો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે સુમેળ ભર્યા સંબંધો નથી રહેતા. જેના કારણે ઘરના લોકોમાં અરસપરસ જગડો થવા લાગે છે. માટે ઘરનો કોઈ પણ અરીસો હોય તેને તૂટેલો ન રાખવો જોઈએ તે તૂટી જાય ત્યાર બાદ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ એટલે તરત જ તેને ફેંકી દેવો જોઈએ.
અરીસાને ઉત્તર અથવા પૂર્વ દિશા તેમજ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ તેનાથી ખુબ જ શુભ પરિણામો મળે છે. દક્ષીણ અથવા પશ્ચિમ દિશામાં ક્યારેય અરીસો ન રાખવો જોઈએ. કારણ કે તે દિશામાં અરીસો રાખવાથી કષ્ટોનો સામનો કરવો પડે છે. માટે આજે જ તમારા અરીસાની દિશા તપાસો જો તે દક્ષીણ કે પશ્ચિમમાં હોય તો આજે જ તેની દિશા બદલી નાખો. શું ખબર તમારી અમુક સમસ્યાઓનું કારણ કદાચ આ ભૂલ પણ હોઈ શકે !
આ ઉપરાંત ઘરમાં ક્યારેય ગોળાકાર અરીસો ન રાખવો જોઈએ. કારણ કે તેનાથી અશુભ પરિણામો પ્રાપ્ત થાય છે. તેવું કરવાથી ધનહાની થઇ શકે છે અને આપણા કાર્યોની પ્રગતિમાં પણ વિઘ્નો ઉભા થવા લાગે છે. બને ત્યાં સુધી ચોરસ અથવા લંબચોરસ આકારનો અરીસો લાવવો. તમે કોઈ પણ આકારનો અરીસો રાખી શકો. પરંતુ ક્યારેય ગોળાકાર અરીસો ન રાખવો જોઈએ.
અને સૌથી મહત્વની વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે કે જે અરીસામાં રોજ તમે ચહેરો જૂઓ છો તેને સાફ રાખવો ખુબ જ જરૂરી છે. અરીસામાં ક્યારેય ધૂળ કે ગંદકી જમા ન થવા દેવી જોઈએ. આવું કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને સમસ્યાઓ ખતમ જ નથી થતી. માટે તમે જે અરીસામાં રોજ તમને નિહાળો છો તેને સાફ રાખવો અનિવાર્ય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી