હવે એક મહિના સુધી આવા કર્યો નહીં થાય, કેમ કે, મીન રાશિમાં શરુ થયું છે સૂર્યનું ગોચર.. જાણો તમારી રાશિમાં કેવો પ્રભાવ પડશે.
મિત્રો રાશિચક્ર એ જ્યોતિષશાસ્ત્રનું અભિન્ન અંગ છે. રાશિ અને ગ્રહો વચ્ચે અતૂટ સંબંધ છે. 12 રાશિ અને 9 ગ્રહનો પ્રભાવ આપણા પર કોઈને કોઈ રૂપમાં પડતો હોય છે. જે ક્યારેક આપણા માટે શુભ હોય છે, તો ક્યારેક અશુભ પણ હોય છે. તો આજે અમે જણાવશું રાશિ અને ગ્રહ થકી આપણા જીવન તેમજ કાર્યોમાં કેવો પ્રભાવ પડે છે તેના વિશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યનું ગોચર મીન અથવા તો ધન રાશિમાં થાય છે તો એ સમય દરમિયાન ગ્રહોની ચાલમાં ફેરફાર આવતા હોય છે. જેની સીધી અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. આ સમય દરમિયાન બધી જ રાશિના જાતકોના જીવનમાં થોડા બદલાવ આવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.
ધન અને મીન રાશિમાં સૂર્યનું ગોચર થાય છે, તેનો અર્થ એ થાય કે વર્ષમાં બે મહિના એવા હોય છે જે દરમિયાન કોઈ પણ પ્રકારના શુભકાર્ય નથી થતા. કહેવાય છે કે સૂર્ય એ બધી રાશિઓનો સ્વામી છે. આથી એમ પણ કહી શકાય કે બધી રાશિઓમાં સૂર્યનું ગોચર વિશિષ્ટ પ્રભાવ પાડે છે. ચાલો તો મીન રાશિમાં સૂર્યનું ગોચર શું પ્રભાવ પાડે છે તેના વિશે રાશિઓ અનુસાર વિસ્તૃત માહિતી મેળવીએ.
મેષ રાશિના જાતકો માટે આ સમય સામાન્ય રૂપે સારો છે. જો તમે વિદેશયાત્રાનું વિચારી રહ્યા હો તો આ સમય તેના માટે યોગ્ય છે. આ ઉપરાંત તમે આ સમયમાં એકલતા અનુભવો છો આથી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી તેનું ધ્યાન રાખવું.
વૃષભ. સૂર્યનું આ ગોચર તમારી રાશિ માટે એકાદશ ભાવમાં થયું છે. જે લાભ, મોટા ભાઈ-બહેન પાસેથી લાભ, લક્ષ્ય અને મહત્વકાંક્ષાઓને દર્શાવે છે. જો તમારું કોઈ કામ અટકાયેલું હોય તો તે પૂરું થઈ જશે.
મિથુન. સૂર્યનું આ ભ્રમણ તમારી રાશિ માટે દસમાં ભાવથી થયેલું છે, આથી તે કર્મ સાથે જોડાયેલુ છે. જે તમારા કેરિયર, માન-સમ્માન, પ્રતિષ્ઠાને દર્શાવે છે. કેરિયર અને કાર્યક્ષેત્ર પર આ ગોચર થયું હોવાથી તે આ ક્ષેત્રોમાં વધુ પ્રભાવ પાડે છે.
કર્ક. સૂર્યનું આ ગોચર તમારી રાશિમાં નવમા ભાવે થયું છે. જે ભાગ્યોદય તરફ ઈશારો કરે છે. આ ભાવ દ્રારા તમે તમારા નૈતિકમૂલ્યો, બુદ્ધિ, ભાગ્ય, ગુરુ અને લાંબા સમયની યાત્રાએ જઈ શકો છો. આ સમયે તમને કલ્પના કરતાં પણ વધુ સારી ઉપલબ્ધિ મળી શકે છે.
સિંહ. આ ગોચર તમારી રાશિમાં આઠમા ભાવથી થયેલું છે, આથી તે તમારા જીવનમાં અનેક સમસ્યાઓ, ઉતાર-ચઢાવને દર્શાવે છે. આ સિવાય આ ભાવ જાતકની આયુ સાથે પણ જોડાયેલ છે. આથી સૂર્યના આ ગોચરથી તમારે સાવધાની રાખવી જરૂરી છે.
કન્યા. સૂર્યનું આ ગોચર તમારી રાશિમાં સાતમા ભાવથી થયેલું છે. જે વિવાહ, જીવનસાથી અને ભાગીદારી સાથે સંબંધિત છે. આ સમયમાં તમારું વિવાહિત જીવન પ્રભાવિત રહેશે. તેમજ આ સમય દરમિયાન તમારે જીવનસાથી સાથે મધુર અને પ્રેમાળ સંબંધ બનાવી રાખવો ખુબ જ જરૂરી છે.
તુલા. આ ગોચર તમારી રાશિમાં છટ્ટા ભાવથી થયેલું છે. જે શત્રુ, રોગ, પીડા, કાનૂની વિવાદ અને વિવાહિત જીવનમાં અલગાવની સ્થિતિ દર્શાવે છે. તેથી પ્રેમમય વાતાવરણ બનાવી રાખવું.
વૃશ્ચિક. સૂર્યનું આ ગોચર તમારી રાશિમાં પાચમાં ભાવથી થયેલું હોવાથી તે સંતાન ભાવને દર્શાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયમાં સંતાન, બુદ્ધિ, ઉચ્ચ શિક્ષા, ધાર્મિક ક્રિયાઓ, મંત્રજાપ, અને નવા અવસરોને જોઈ શકાય છે.
ધન. સૂર્યનું આ ગોચર તમારી રાશિમાં ચૌથા ભાવથી થયેલું છે. જે સુખભાવને દર્શાવે છે. જ્યોતિષમાં આ ભાવ માતા, તેમજ બધા જ પ્રકારના સુખ, ભાવનાઓ, સંપત્તિ વગેરેને દર્શાવે છે. આમ આ ગોચર દરમિયાન આ સમય તમારી માતા માટે ખુબ જ સારો રહેશે.
મકર. સૂર્યનું આ ગોચર તમારી રાશિમાં તૃતીય ભાવથી થયું હોવાથી તે ઈચ્છા, સાહસ, જિજ્ઞાસા, આકાંક્ષા, રુચિ, જોશ વગેરેને બતાવે છે. આ ગોચર દરમિયાન તમે ઉર્જાવાન રહેશો, સાહસમાં વધારો થશે. આમ આ સમય તમારા માટે સારો છે.
કુંભ. આ ગોચર તમારી રાશિમાં બીજા ભાવથી થયું છે, જે ધનનો ભાવ છે. સૂર્યના ગોચરથી ધન, પ્રારંભિક શિક્ષા, વાણી, પરિવાર, તેમજ જાતકના બાળપણને જોઈ શકાય છે. આ ગોચર દરમિયાન તમને આ સમયમાં આર્થિક લાભ પણ થશે.
મીન. સૂર્યનું આ ગોચર તમારી જ રાશિમાં થયું છે. આથી તે કુંડળીમાં લગ્નભાવ મુજબ જાતકના સ્વભાવ, તેના રૂપ, રંગ, બુદ્ધિ, સમૃદ્ધિ, મૂળ ભાવ અને સ્વાસ્થયને દર્શાવે છે. ગોચરના આ સમયમાં તમારા બૌદ્ધિક કૌશલમાં ખુબ જ બદલાવ જોવા મળશે. આમ આ સમય તમારા માટે શુભ છે. પણ તમારે પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Image Source: Google