શરાબ અથવા બિયર પીવું એ આપણી સેહ્દ માટે હાનિકારક માનવામાં આવે છે. અને એટલા માટે જ આપણે બાળપણથી જ દૂધ પીવાના ફાયદા વિશે જણાવવામાં આવે છે. પરંતુ મિત્રો “પેટા” (પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ઓફ અનીમલ) દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે દૂધ પીવા કરતા બિયર પીવાથી વધારે ફાયદા થાય છે.
મિત્રો આપણા શારીરિક અને માનસિક વિકાસ માટે દુધના ફાયદા લગભગ આપણને બાળપણથી જ જણાવવામાં આવે છે. દુધના ફાયદા જોતા અમુક પરિવારના બધા જ સભ્યો રોજ બે ગ્લાસ દૂધનું સેવન કરતા હોય છે. તો અમુક ઘરોમાં સવાર અને સાંજે બે ટાઈમ દૂધનું સેવન ફરજીયાત હોય છે. કેમ કે તેના ફાયદા ખુબ જ થાય છે.
પરંતુ પેટાના જણાવ્યા અનુસાર બિયર પીવું દૂધ કરતા વધારે ફાયદાકારક છે. બિયર માત્ર હાડકાંને મજબુત નથી બનાવતું, પરંતુ તેને પીવાથી ઉમર પણ વધે છે. જેના કારણે પેટા દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે દૂધ ન પીવું જોઈએ. પરંતુ તેના બદલામાં બિયર પીવાની સલાહ આપવામાં આવી છે.
એટલું જ નહિ, પેટાએ દૂધ પીવાના ઘણા બધા નુકશાન પણ ઉજાગર કર્યા છે. તેમાં જણાવ્યું છે કે દૂધ મોટાપણું, ડાયાબિટીસ અને કેન્સર જેવી ઘટક બીમારીનું કારણ પણ બની શકે છે.
પેટાએ આ દાવો હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થની એક રીપોર્ટના આધાર પર કર્યો છે. આ બયાનને શાકાહારી હોવાના ફાયદા સાથે પણ જોડીને દેખાડવામાં આવ્યું છે. પરંતુ આ દાવા બાદ ખુબ જ મોટી ડિબેટ થઇ હતી.
બિયરને આલ્કોહોલ પીણું માનવામાં આવે છે. તેને બનાવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તેમાંથી ઘણા બધા પોષકતત્વો મળી આવે છે. બિયર બનાવવા માટે જે જઉં, ઘઉં, મકાઈ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ, બિયરમાં રહેલા 90 પ્રતિશત પાણી સિવાય ફાઈબર, કેલ્શિયમ, આયરન સહીત શરીરને ફાયદા પહોંચાડતા ઘણા પોષકતત્વ હોય છે.
બિયર માણસના હાડકાંને પણ મજબુત બનાવવાનું કામ કરે છે. શરીરમાં માંસપેશીઓના વિકાસ માટે બિયરને ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે દૂધ પીવાથી ઘણી બીમારી ઉભી થાય છે. કેમ કે આજના સમયમાં લગભગ લોકો બેઠા બેઠા જ કામ કરતા હોય છે. એટલા માટે શરીરમાં દૂધ બરાબર પચતું નથી હોતું. જ્યારે બિયરથી આપણા શરીરને એનર્જી પણ મળે છે.
પેટા તરફથી એવું પણ બયાન આપવામાં આવ્યું કે, બિયર દૂધ કરતા વધારે ફાયદાકારક છે. પરંતુ તેમ છતાં એ આલ્કોહોલિક યુક્ત પ્રોડક્ટ છે. જેનું જરૂર કરતા વધારે સેવન કરવામાં આવે તો તે આપણી સેહદ માટે હાનિકારક બની શકે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google