અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
દૂધ ઉભરાવવું….
🍵 ઘણી વાર ઘરમાં કોઈ પણ એવી અનિચ્છનીય ઘટના બનવી તે આપણને કોઈને કોઈ વાતનો સંકેત આપે છે. ઘણી વખત નાની નાની વસ્તુમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણા વડીલો આપણને સલાહ આપતા હોય છે આ ન પડવું જોઈએ, તે ન થવું જોઈએ, તે ન કરાય. જેમ કે આપણા હાથમાંથી કોઈ પણ વાસણનું પડી જવું અથવા કાચનું તૂટવું અથવા દૂધનું ઉકળી ગયા પછી બહાર નીકળી જવું. તો આજે આપણે આ લેખમાં જણાવશું કે દૂધ ઉકળી ગયા પછી વાસણની બહાર આવી જાય તેનો શું મતલબ થાય છે. પરંતુ મોટા ભાગે દૂધ ઉભરાય જવું તેવી નાની ઘટનાઓ જાણતા અજાણતા આપણી સાથે થઇ જતી હોય છે અને તેનાથી આપણને અમુક વસ્તુ શુભ સંકેત આપે છે તો અમુક વસ્તુ અશુભ સંકેતો આપે છે. તો ચાલો જાણીએ તેના વિશે.
🍵 આપણે બધા નાના નાના સંકેતો દ્વારા જાણતા જ હોઈએ કે શુકન અને અપશુકન આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવ્યા છે. પ્રાચીન કાળથી જ શુકન અને અપશુકનની માન્યતા ચાલતી આવે છે અને જે આજે પણ પ્રચલિત છે. આજે પણ કોઈક એવી ઘટના બની જતી હોય તો આપણે એવું કહીએ છીએ કે અપશુકન થઇ ગયું. જેમ કે ઘણી વાર ઘરનું કોઈ સભ્ય બહાર જતું હોય અને આપણને છીંક આવે તો આપણે તેને કહીએ છીએ કે બે મિનીટ પછી જજો મને છીંક આવી ક્યાંક અપશુકન ન થાય. એ રીતે કંઈકને કંઈક કામને કરતા સમયે નાની મોટી ઘટના બનતી હોય છે. જો આ ઘટનાને આપણે સાચી રીતે સમજીએ તો આપણે ભવિષ્યમાં થનારી ઘટનાને સમજી શકીએ છીએ. એટલે કે ભવિષ્યમાં થનારી સફળતા અને અસફળતાઓ વિશે આપણને ખબર પડી જાય છે.
🍵 જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આવી બધી ઘટનાઓનો સંબંધ ભવિષ્ય સાથે જોડાયેલો હોય છે. તેવી જ રીતે આજે આપણે દૂધનું ઉભરવું તે આપણા માટે શુભ છે કે અશુભ તે જાણીશું. દૂધ ઉકળ્યા પછી રસોઈના પ્લેટફોમ પર લાગી જવું અથવા ગેસ પર ચોંટી જવું. આ વાત આમ તો નાની છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું એક ખાસ મહત્વ છે. શું તમે જાણો છો કે દૂધનું ઉભરાય જવું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે.
🍵 જો દૂધ ઉકળીને બહાર આવી જાય તો તેને શુભ માનવામાં આવે છે અને ભવિષ્યમાં કોઈ સારા સમાચાર મળવાના છે તેવો સંકેત આપે છે. દૂધ ઉકળવું જોઈએ તે બરાબર છે પરંતુ ક્યારેય પણ દૂધ બળવું ન જોઈએ નહિતર તે આપણા માટે અશુભ સંકેત આપે છે. પરંતુ જો માત્ર દૂધ ઉકળતી વખતે ઉભરાય તો તે આપણને ખુબ જ શુભ સંકેતો આપે છે. અને આ ઘટના ત્યારે થાય છે જ્યારે દૂધ ઉકળતું હોય છે ત્યારે ધ્યાન રાખવા છતાં દૂધ ઉકળીને બહાર આવી જાય છે. તો અવશ્ય આપણને શુભ સંકેતો મળે છે.
🍵 દૂધ ઉભરાવવાથી ઘર સંબંધી, બિઝનેસ સંબંધી, પૈસા સંબંધી વસ્તુમાં સારા સમાચાર મળવાની સંભાવના વધી જાય છે. આજના આધુનિક યુગમાં આવી વાતોને એક રૂઢીવાદી અને અંધ વિશ્વાસ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પર વિશ્વાસ રાખવા વાળા લોકો માટે આ વાત ખુબ જ મહત્વની માનવામાં આવે છે.Image Source :
🍵 જેમ દૂધ ઉભરાવવાથી આપણને શુભ સમાચાર મળે છે તેવી જ રીતે જો આપણા ઘરમાં દૂધ ઢોળાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. તે કોઈને કોઈ પરેશાની આપણી સામે લાવીને ઉભી રાખે છે. તેનાથી વેપારમાં ખોટ, ઘરમાં કંકાસ વગેરે જેવા અશુભ કાર્યો થવાનો સંકેત આપે છે.
🍵 આ બધી વાતોને ઘણા લોકો અંધ વિશ્વાસ માને પરંતુ તેવું નથી ખરેખર આવી ઘટનાઓ બનવા પાત્ર થાય છે. કેમ કે આપણા શાસ્ત્રોમાં દરેક કાર્યનો કોઈને કોઈ શારીરિક અને માનસિક તાગ જોડાયેલો છે. તેનું આપણે એક ઉદાહરણ જોઈએ. આપણા હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે હાથ જોડીને હંમેશા નમસ્તે કરવું જોઈએ. શું તમને ખબર છે કે હાથ જોડીને નમસ્તે શા માટે કરવું જોઈએ ? આપણે ત્યાં શા માટે અંગ્રેજોની જેમ ગાલથી ગાલ મેળવીને અથવા હેલો કહીને હેન્ડશેક કરવા માટે નથી કહેવામાં આવ્યું ? શા માટે કહેવામાં આવ્યું કે બે હાથ જોડીને જ નમસ્તે કરવું જોઈએ ? તે પણ આજ આપણે જાણીશું.
🍵 આપણું જે જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વૈદ શાસ્ત્ર છે તે પ્રાચીન કાળથી ચાલતા આવે છે અને તેનું ખુબ મહત્વ છે. તમે જાણો છે કે આપણા અંગુઠાની અંદર અને હથેળીમાં એવા પોઈન્ટ્સ આવેલા છે. આપણે બંને હાથને જોડીએ ત્યારે આપણા હાથની એક્યુપ્રેશર પોઈન્ટ્સ સિસ્ટમમાં પ્રેશર આવે છે એટલે કે દબાણ આવે છે અને જરૂરી પોઈન્ટ હોય છે તે દબાય છે તેનાથી આપણા બ્લડનું સર્ક્યુલેશન સુધરે છે અને તે મગજ સુધી લોહીને પહોંચાડવામાં મદદ કરે છે તેનાથી આપણા મગજની મેમરીને તેજ કરે છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં હાથ જોડીને નમસ્તે કરવામાં આવે છે. અને આપણું મગજ તે ક્રિયાથી તેજ બને છે એટલા માટે આપણે જો કોઈ વ્યક્તિને મળ્યા હોઈએ તે વ્યક્તિ આપણને લાંબા સમય સુધી યાદ પણ રહે છે તેવું પણ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ પ્રયોગ આજે પણ ખુબ જ એક્ટીવ છે કેમ કે આજે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ ખુબ જ વધી ગયું છે.
🍵 આપણા ધર્મમાં અને શાસ્ત્રો દ્વારા કહેવામાં આવ્યું છે તે બધું ક્યાંકને ક્યાંક આપણા સ્વાસ્થ્ય અને અને વ્યવહારિક જીવન સાથે પણ જોડાયેલું હોય છે. એટલા માટે દૂધ ઉભરવું તે આપણા સુખના દિવસનો સંકેત આપે છે. તેવી ઘણી બધી નાની નાની વસ્તુઓ છે જે આપણને શુભ અને અશુભ સંકેતો આપે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી