પુરુષ એ સ્વાભિમાનનું પ્રતિક છે. તે તેના દરેક કાર્યો ખુબ જ કાળજીથી કરતા હોય છે. તેમજ તેને પોતાના નિર્ણય જાતે જ લેવા ગમે છે. પરંતુ જો તેમાં કોઇની દખલગીરી થાય તો તે ક્યારેય સહન નથી કરતા. આથી જો તેના કામોમાં રોક-ટોક થાય તો તે તરત જ ગુસ્સે થઈ જાય છે અને ઝગડો પણ કરી બેઠે છે.
એક વાત સાચી છે કે પુરુષો તેમના પરિવાર પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે. તેને તેના પરિવાર વિશે કોઈ પણ વ્યક્તિ નકારાત્મક વાતો કરે તો તેને તે સાંભળવી નથી ગમતી. માતા અને પત્નીની વાતો શાંતિથી સાંભળીને તે કાર્ય કરે છે, પરંતુ પુરુષને કેટલાક કિસ્સાઓમાં મહિલાઓની દખલગિરી પસંદ નથી હોતી. જેમ તમે જાણો છો કે પુરુષોને કોઈ પણ બાબતમાં દખલ કરવી નથી ગમતી, તે જ રીતે તેના કામમાં, અને પોતાની આદતો પર જો બંધન મૂકવામાં આવે તો તેને પણ ગમતું નથી. પુરુષો મોટે ભાગે ઠંડા રહેવાનું પસંદ કરે છે અને ગપસપ પણ નથી કરતા. પરંતુ જ્યારે તેઓ કેટલીક ચીજો પર તેને ખુબ ગુસ્સો આવે છે અને તે માટે સ્ત્રીઓ તેનું સૌથી મોટું કારણ છે. હા, જે પુરુષો માતા અને પત્નીના શબ્દોને શાંતિથી પાલન કરે છે તે પુરુષોને કેટલાક કિસ્સાઓમાં મહિલાઓની દખલગીરી પસંદ નથી. આવી સ્થિતિમા હંમેશાં લડત થતી હોય છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે પુરુષોના ક્યાં કામમાં મહિલાઓએ દખલગીરી ન કરવી જોઈએ.
પ્રોફેશનલ લાઈફમાં :
મોટાભાગના પુરુષો જેમ જેમ તેઓ મોટા થાય છે, તેમ તેમ પોતાને તે વધુ સમજદાર અને જવાબદાર માનવા લાગે છે. આમ જ્યારે તે અભ્યાસ પૂરો કરી પોતાના વ્યવસાય વિશે નિર્ણય લેવાનું પસંદ કરે છે. અને આવા સમયે તેને મહિલાઓની કોઈ સલાહ પસંદ નથી આવતી. તેઓને લાગે છે કે આ મામલે મહિલાઓ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. એટલા માટે આ સમયે પુરુષને ખુબ જ શાંત સ્વભાવે પૂછવું જોઈએ અને તેને કોઈ સલાહ ન આપવી જોઈએ.
ખાનપાનમાં :
મોટા ભાગના પુરુષોને ખાવા-પીવાના શોખીન હોય છે. પરંતુ શાકભાજીના કિસ્સામાં પુરુષ ખુબ જ પસંદગીયુક્ત હોય છે. જો આવા સમયે સ્ત્રીઓ તેમને કંઈ શાકભાજી ખાવી જોઈએ અને કંઈ ન ખાવી, તેની સમજૂતી આપે છે. તો સ્ત્રીઓ એ સમજી જવું જોઈએ કે તે પુરુષોને ગુસ્સે કરી રહી છે. આવી વાતો સાંભળીને પુરુષો ચીડવાનું શરૂ કરી દે છે.
પુરુષોને ક્રિકેટ જોવામાં રોક-ટોક જરાય પસંદ નથી :ક્રિકેટ અમુક પુરુષોને અતિ પ્રિય રમત છે. તેથી મેચ ગમે તેની હોય, પરંતુ પુરુષો તેનો ખુબ આનંદ માણે છે. પરંતુ જ્યારે મહિલાઓ તેમની સાસુ-વહુની સિરિયલ જોવાની જીદ કરે છે અથવા બળપૂર્વક કોઈ વાત કરવાનું શરૂ કરી દે છે. ત્યારે પુરુષોનો મગજ ફાટી જાય છે. તેના કારણે પુરુષો મેચનો સંપૂર્ણ આનંદ લઈ શકતા નથી અને તેઓ ગુસ્સે થાય છે.
કપડાં વિશે :
પુરુષો તેમના કપડાં વિશે ખુબ ચુસ્ત અને સંવેદનશીલ હોય છે. તેથી તેઓના કપડાંમાં કેટલાક ખાસ મનપસંદ રંગોના ટી-શર્ટ અને શર્ટ જ જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ તેમને નવા રંગો અને નવી ફેશન વિશે વાત કરે છે, ત્યારે તેને બિલકુલ પસંદ નથી આવતું. કેટલીક સ્ત્રીઓ કપડાં પહેરવાનું સૂચન પણ આપે છે, જેના કારણે પુરુષો ખુબ ગુસ્સે થાય છે.
કુટુંબ વિશે :
જેમ અગાઉ વાત કરી તેમ પુરુષો તેમના પરિવાર માટે ખુબ વફાદાર હોય છે. તેને જ્યારે કોઈ તેના પરિવાર વિશે નકારાત્મક વાતો કરે છે અથવા તો સાંભળવાનું તેને નથી ગમતું. તેથી, જ્યારે પત્ની તેના પરિવારના કોઈ પણ સભ્યની દુષ્કૃત્યોની વાત કરે છે, ત્યારે પતિ કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી નીકળવાનું વધુ યોગ્ય માને છે. મિત્રો વિશે :
પોતાના મિત્રોને ચીડવું અથવા કોઈ ખાસ મિત્ર ઉપર કોઈ પ્રકાર રોક-ટોક કરવી એ પણ પુરુષોમાં ગુસ્સો આવવાનું કારણ બની શકે છે. તમારો આ મિત્ર ખુબ જ વિચિત્ર છે. આ મિત્રથી દૂર રહો, જો મહિલાઓ આવું કરે છે, તો સમજી જાઓ કે તમે તેમના સૌથી મોટા દુશ્મન બનવાના છો.
ડ્રાઇવિંગ વિશે :
લગભગ દરેક પુરુષોને વાહન ચલાવતા સમયે લાઇટ મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે, પરંતુ જ્યારે મહિલાઓ તેમની સાથે બેસીને અર્થ વગર જ કારમાં કંઈક અટકચાળા કરે છે ત્યારે પુરુષો ગુસ્સે થાય છે. આ સિવાય જ્યારે મહિલાઓ કારમાં બેસે છે અને ટ્રાફિકના નિયમોની યાદ અપાવે છે, ત્યારે પણ પુરુષો તેમની પર ગુસ્સે થવા લાગે છે.
દેખાવ વિશે :
મોટાભાગના પુરુષો તેમના દેખાવ વિશે ખુબ જ સચેત હોય છે. તેઓ હંમેશાં છોકરીઓ જેવા પોશાક પહેરતા નથી, પરંતુ સ્ત્રીઓના કેટલાક પ્રશ્નો પૂછવાથી તેઓ ગુસ્સે થાય છે જેમ કે શેવિંગ કેમ કરાવતા નથી, નખ કેમ મોટા છે, વાળ કેમ કાપતા નથી. તેઓ આ પ્રશ્નો ગમતા નથી, અને તેઓને ગુસ્સો આવે છે. તો આ બાબતે ક્યારેય પણ પુરુષોને ટોકવા ન જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ