કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે વર્ષ 2020 ખુબ જ ભયાનક રહ્યું છે. આ કારણે આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો અને લોકોને ઘરની અંદર બંધ રહેવા મજબુર કરી દીધા હતા. તેવામાં ઘણા લોકોના કામધંધા પણ બંધ થઈ ગયા હતા. તો ઘણા લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી હતી. ટૂંકમાં બધા લોકો માટે આર્થિક સ્થિતિ ખરાબ થઈ હતી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તેવામાં બધા જ લોકોને હાલના વર્ષમાં ખુબ જ ઉમ્મીદ છે. આજે અમે તમને તંત્ર શાસ્ત્રમાં ઉલ્લેખિત અમુક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમારી આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગશે. તો ચાલો જાણીએ ક્યો છે એ અચૂક ઉપાય….
આ ઉપાયને કરવા માટે તમારે માત્ર રોટલી બનાવવાના લોટનો પ્રયોગ કરવાનો છે. જી હા મિત્રો લોટથી માત્ર પેટ જ નથી ભરાતું, પરંતુ તેના ઉપાયથી ચિંતા પણ દુર થાય છે. લોટથી તમારું દુર્ભાગ્ય પણ દુર થશે અને સમસ્યાઓ પણ ખત્મ થઈ જશે. તો ચાલો જાણીએ લોટના ક્યાં છે એ ઉપાયો.
ધનની પ્રાપ્તિ માટે અપનાવો આ ઉપાય : જો તમે આર્થિક તંગીના સમયમાંથી પસાર થઈ રહ્યા હો તો લોટમાં થોડી હળદર મિક્સ કરીને તે ગાયને ખવડાવો. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાંથી આર્થિક તંગી દુર થાય છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. આ સિવાય જો તમારા ઘરના સદસ્યોની પાસે પૈસા ટકતા ન હોય તો આ ઉપાયથી તેનું પણ નિવારણ આવે છે.
જો તમે ઘઉં ખરીદીને લોટ દળાવતા હો તો હંમેશા દળાવવા માટે શનિવારના દિવસને જ પસંદ કરવો. તંત્ર શાસ્ત્રમાં એવું કરવામાં આવે તો તેને ઉત્તમ માનવામાં આવે છે. સાથે જ ઘઉં દળાવતા પહેલા તેમાં 100 ગ્રામ ચણા, 100 ગ્રામ તુલસી અને 2 દાણા કેસરના નાખી દેવા. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી આર્થિક તંગી દુર થાય છે અને આવકના નવા રસ્તા ખુલે છે.
આ ઉપાયોથી થશે સૌભાગ્યની પ્રાપ્તિ : જો તમારા કાર્યો વારંવાર બગડતા હોય તો સમજી જવું કે તમારું ભાગ્ય તમારી સાથે નથી. તો તેવામાં દુર્ભાગ્યને દુર કરવા માટે લાલ પુસ્તકમાં આપેલ આ ઉપાય તમારી કિસ્મત બદલી નાખશે.
લોટમાં થોડી ખાંડ મિક્સ કરીને કીડીઓને ખાવા માટે આપવું. આવું કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દુર થાય છે. સાથે જ બીજી સમસ્યાઓ પણ ધીમે ધીમે ખત્મ થઈ જાય છે અને ભાગ્યનો સાથ મળે છે. લાલ પુસ્તક અનુસાર એવું કરવાથી શનિ, રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી બચી શકાય છે.
નોકરીમાં બઢતી ઈચ્છતા હો તો અપનાવો આ ઉપાય : નોકરી અને વ્યવસાયમાં જો બઢતી ઈચ્છતા હો તો રવિવારના દિવસે ગોળ અને લોટની મીઠી પૂરી બનાવી લેવાની અને તેને લાલ ગાયને ખવડાવી દેવાની. તેનાથી નોકરી અને વ્યવસાયની સમસ્યા તો ખત્મ થઈ જાય છે અને સૂર્ય ગ્રહનું પણ જીવન પર સારી અસર પડે છે.
આવી રીતે મેળવો કર્જમાંથી મુક્તિ : શનિવારના દિવસે સરસોના તેલથી બનાવેલ બે રોટલી બનાવી અને કાળા કુતરાને ખવડાવી દેવાથી શનિ ગ્રહ સંબંધિત બધા જ દોષ ખત્મ થઈ જાય છે. સાથે જ કર્જમાંથી પણ મુક્તિ મળે છે. આ સિવાય આ ઉપાય નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. તેના માટે તમે નજર લાગેલા વ્યક્તિ પરથી આ રોટલીથી સાત વાર ઉતારી લો અને પછી કાળા કુતરાને ખવડાવી દો.
શનિવારના દિવસે લોટની ગોળીઓ બનાવી લો અને કોઈ તળાવમાં જઈને માછલીઓને ખવડાવી દો. એવું કરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને પ્રગતીના અન્ય રસ્તાઓ પણ ખુલે છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.