મહિલાઓએ લગ્ન થઇ ગયા બાદ આટલી વસ્તુઓ બીજી મહિલાઓને ક્યારેય ન આપવી. જાણો તેના નુકસાન

મહિલાઓએ લગ્ન થઇ ગયા બાદ આટલી વસ્તુઓ બીજી મહિલાઓને ક્યારેય ન આપવી.

મિત્રો લગ્ન થઇ ગયા બાદ મહિલાએ સોળ પ્રકારના સિંગાર કરવાના હોય છે. આ જ સોળ પ્રકારના સિગારથી મહિલા સુંદર અને સુશોભિત લાગે છે. પરંતુ તેની આ 16 શ્રુંગારમાની વસ્તુ કોઈક બીજી મહિલાને આપવામાં આવે તો તેને અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

મિત્રો જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરીને બીજા ઘરમાં જાય છે ત્યારે નવા સંબંધો બાંધાય છે. સંબંધના કારણે ક્યારેક મહિલાને પોતાના શ્રીંગારની વસ્તુઓ બીજી મહિલાઓને આપવી પડે છે. પરંતુ આ ચીજ વસ્તુઓ બીજી મહિલાઓને કદી પણ ન આપવી જોઈએ. પછી ભલેને નણંદ હોય, ભાભી હોય, બહેન હોય, માં હોય, દાદી હોય કે પછી સહેલી હોય તેને કદી પણ આ વસ્તુ ન આપવી જોઈએ. તો ચાલો જાણીએ કે કંઈ વસ્તુ ન આપવી જોઈએ.

સૌથી પહેલા છે સિંદુર. પરિણીતા જે સિંદૂરદાની માંથી સિંદૂર લગાડે છે તે સિંદૂરદાની માંથી બીજી મહિલાને કદી પણ સિંદૂર ન આપવો જોઈએ. બીજી વાત એ છે કે જ્યારે મહિલા સિંદૂર લગાવે ત્યારે તેને એકાંતમાં સિંદૂર લગાડવું જોઈએ એટલે કે બધાની સામે ન લગાડવું જોઈએ. કારણ કે તેનાથી લોકોની નજર લાગી શકે છે.

બીજી વસ્તુ છે કાજળ. કાજળ પણ બીજી મહિલાઓને ન આપવું જોઈએ. એનું એક કારણ એ પણ છે કોઈ મહિલાને આંખનું ઇન્ફેક્શન છે અને તે કાજળ લગાવે છે તે ડબ્બી માંથી જો બીજી મહિલા કાજળ લગાવે તો તેને આ ઇન્ફેક્શન થઈ શકે છે. અને માન્યતા અનુસાર માનીએ તો કાજળ બીજાને આપવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ ઓછો થાય છે અને તેનો પ્રેમ બંટાય જાય છે.

આમ ત્રીજી વસ્તુ છે મહેંદી. જે મહેંદી એક સ્ત્રીએ લગાવેલી હોય અને તેમાંથી જે વધે તે મહેંદી બીજી મહિલાને ક્યારેય પણ ન આપવી જોઈએ. અને જો મહેંદી હાથ પર લગાડતા હોઈએ ત્યારે હાથ પર મહેંદી વધુ લાગી ગઈ તો તેમાંથી થોડી બીજાને આપી દઈએ તેમ ન કરવું જોઈએ. આમ કરવાથી મહિલાને તેના પતિ પ્રત્યે પ્રેમ ઘટતો જાય છે.

આમ ચોથી વસ્તુ છે બિંદી. તમે તમારા માથા પર બિંદી લગાવેલી હોય તે ક્યારેય પણ બીજી મહિલાને ન આપવી જોઈએ. આપણને ઘણી વાર જોવા મળતું હોય છે કે જ્યારે કોઇ લગ્ન પ્રસંગમાં તમે ગયા હોવ અને ત્યાં તમને કોઈ કહે કે તમારા માથા પરની બિંદી ખુબ સરસ લાગે છે અને કહે કે મને આપશો તો તેને આપવી ન જોઈએ. આમ કોઈ પણ મહિલાએ માથા પર લગાડેલી બિંદીને બીજી મહિલાને ન આપવી જોઈએ અને બીજી  બિંદી આપવી જોઈએ.

ત્યારબાદ છે પગમાં પહેરેલી માછલી. કોઈપણ મહિલાએ તેને પગમાં પહેરેલ માછલીને બીજી મહિલાને કદી પણ ન આપવી જોઈએ. તે ભલે તમારી બહેન હોય, ભાભી હોય, નણંદ હોય કે સહેલી હોય તેને કદી પણ પગમાં પહેરેલી માછલી ન આપવી જોઈએ. આમ કરવાથી તમારા પતિનો પ્રેમ બંટાઈ જાય છે.

ત્યારબાદ છે બંગડી. જ્યારે કોઈ પણ મહિલાએ હાથમાં પહેરેલી બંગડીને બીજી મહિલાને ન આપવી જોઈએ. માની લો કોઇપણ મહિલાને તમારી હાથમાં પહેરેલી બંગડી ખુબ જ ગમી ગઈ અને તમે એ પ્રેમના કારણે તેને ઉતારીને આપી દીધી. તેમ કદી પણ ન કરવું જોઈએ. તેનાથી પતિનું આયુષ્ય ઘટી જાય છે.

આ ઉપરાંત ઘરચોળું કે મંગળસૂત્ર પણ કોઈને ન આપવું જોઈએ કારણ કે તેનાથી પણ પતિનો પ્રેમ બંટાઈ જાય છે. આજકાલ દરેક મહિલાએ પોતાના સિંગારની વસ્તુઓ બીજા સાથે બાટતી હોય છે તો મિત્રો આમ દરેક મહિલાએ પોતાના સોળ સિંગાર માંથી એક પણ વસ્તુ બીજાને ન આપવી જોઈએ. આ વાત ઘણા અંશે બધા ને ખોટી લાગતી હોય છે, પણ કોઈએ તમને પ્રેમથી આપેલી વસ્તુ જ્યારે તમે બીજાને આપો છો ત્યારે તે વસ્તુનું સમ્માન ઘટી જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment