લગ્ન બાદ થઇ રહ્યા છે ઝગડાઓ અને ખતમ થઇ રહી છે લવ લાઈફ તો, કરો આ એક કામ.

મિત્રો આજના સમયમાં એક છોકરા અને છોકરી વચ્ચે પ્રેમ જેટલો ઝડપથી થાય છે, એટલો જ પ્રેમ તેમનો ધીમે ધીમે ખતમ થતો હોય છે. સામાન્ય રીતે લગ્ન બાદ શરૂઆતના સમયમાં દંપત્તિ એક બીજાને ખુબ પ્રેમ કરતા હોય છે. પરંતુ સમય વીત્યા બાદ તેઓની વચ્ચે ગેરસમજ અને ઝગડાઓ થવા લાગતા હોય છે અને ધીમે ધીમે તેમની વચ્ચેનો પ્રેમ ખતમ થવાની કરગાર પર આવી જતો હોય છે. તો આજે અમે તે ઝગડા અને લવ લાઈફને વધુ પ્રેમાળ કંઈ રીતે બનાવવી તેની ટ્રીક્સ આપવા જઈ રહ્યા છીએ.

લગભગ દરેક દંપત્તિ બાળકો, પૈસા, સાસરિયા તેમજ કોઈ અન્ય મુદ્દાને લઈને ઝગડતા નજર આવે છે. તો શોધકર્તાઓએ આ મુદ્દા પર ઝગડતા દંપત્તિની તુલના ખુશહાલ દાંપત્યજીવન સાથે કરી છે. અમેરિકામાં ટેનેસી વિશ્વવિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર તેમજ લેખક એમી રાઉરે જણાવ્યું છે કે, “સુખી અને ખુશહાલ દાંપત્યજીવન જીવતા દંપત્તિ વિવાદોની સ્થિતિમાં એક સમાધાન વાળા દ્રષ્ટિકોણને અપનાવે છે અને આ તે વિષયો પર પણ લાગુ પડતું હોય છે, જેના પર તેઓ ચર્ચા કરતા હોય છે.” જર્નલ ફેમેલી પ્રોસેસમાં પ્રકાશિત અધ્યયન માટે શોધ ટીમે બે અલગ અલગ વર્ગ બનાવીને દંપત્તિઓના મુદ્દા પર ધ્યાન આપ્યું તો તેમાં મોટાભાગના દંપત્તિ શિક્ષિત હતા. જેમાં 57 દંપત્તિ મધ્યમ ઉમરના હતા, જેમના લગ્ન થયાને લગભગ 9 વર્ષ થયા હતા. આ ઉપરાંત 64 દંપત્તિ એવા હતા જેમની ઉંમર લગભગ 70 વર્ષની હતી અને તેમના લગ્નને 42 વર્ષ થઇ ગયા હતા.

દંપત્તિને તેમના સૌથી ગંભીર તેમજ સૌથી નાના મુદ્દાઓને ક્રમમાં જણાવવા માટે કહ્યું. તે દરમિયાન વૃદ્ધ દંપત્તિ વચ્ચે અંતરંગતા, અવકાશ, ઘરેલું, સ્વાસ્થ્ય, સંચાર અને પૈસા જેવી ગંભીર બાબતો સામે આવી. જે ઝગડાનું કારણ હતું. બંને વર્ગના દંપત્તિઓએ ઈર્ષા, ધર્મ અને પરિવારના મુદ્દાને થોડી ઓછી ગંભીરતા વાળો જણાવ્યો હતો. જ્યારે શોધકર્તાઓએ દંપત્તિની વૈવાહિક સમસ્યાઓ પર ચર્ચા કરી તો બધા જ દંપત્તિએ સ્પષ્ટ સમાધાનના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમ કે ઘરમાં કામના ભાગલા અને બંને વચ્ચેનો ક્વાલીટી ટાઈમ ક્યારે અને કેવી રીતે પસાર કરવો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

શોધકર્તાઓએ જણાવ્યું કે તેમની વૈવાહિક જિંદગીની સફળતાનું રાજ તેમની વચ્ચેની સમજદારી અને સમાધાનની ભાવના છે.  રાઉરે જણાવ્યું કે “જો દંપત્તિને એવો ભાસ થાય કે તેઓ બંને મળીને મુદ્દા પર શાંતિથી ચર્ચા કરીને તેનું સમાધાન કરી લેશે તો તેવામાં તેમનામાં ખુબ જ ગંભીર મુદ્દાને સમાધાન કરવાનો આત્મવિશ્વાસ વધે છે.”

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment