પુરુષોની દાઢીમાં રહેલી હોય છે આ ખતરનાક વસ્તુ…. તેનાથી થાય છે જીવલેણ અને ગંભીર સમસ્યા..

પુરુષોની દાઢીમાં રહેલી હોય છે આ ખતરનાક વસ્તુ…. તેનાથી થાય છે જીવલેણ અને ગંભીર સમસ્યા…

મિત્રો સ્ત્રી હોય કે પુરુષ બંને અત્યારે પોતાની રીતે અલગ અલગ ફેશનો અપનાવતા હોય છે. વાત કરીએ પુરુષોની તો તેમાં કોઈ અલગ જ ફ્રંકી સ્ટાઈલના કપડા પહેરીને, તો કોઈ પોતાના વાળ થોડા વધારીને અલગ અલગ ફેશનો કરતા હોય છે. તમે આજકાલ જોયું હશે કે છોકરાઓમાં દાઢી વધારવાનો ક્રેઝ ખુબ જ ઝડપથી વધતો જાય છે.

મિત્રો આજકાલ બોલીવુડના હીરો પણ દાઢીને અલગ અલગ સ્ટાઈલ આપતા હોય છે અને ફેશન કરતા હોય છે. જેના કારણે આજકાલના છોકરાઓ અને અન્ય પુરુષો પણ તેમની જેમ અલગ અલગ ફેશનની દાઢીમાં નજર આવતા હોય છે. પરંતુ આજે અમે દાઢી પર થયેલા એક રીસર્ચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રિસર્ચમાં જે પરિણામ સામે આવ્યું તે જાણીને તમે દંગ રહી જશો. આ વાત દરેક લોકોએ જાણવી જોઈએ.

મિત્રો એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે પુરુષોની દાઢીના વાળમાં કુતરાના વાળ કરતા પણ વધારે  ખતરનાક અને ઘાતક બેક્ટેરિયા રહેતા હોય છે, તેવું સામે આવ્યું છે. એટલું જ નહિ રીચર્સમાં એવું પણ સામે આવ્યું છે કે તે બેક્ટેરિયા વ્યક્તિને પૂરી રીતે બીમાર કરવા માટે કાફી છે. જે ઘણી હદ સુધી બીમારીને ફેલાવી શકે છે. ત્યાર બાદ રિસર્ચમાં એવું પણ તપાસવામાં આવ્યું કે શું તે બેક્ટેરિયાના કારણે કુતરાને જે રોગ થાય છે તે માણસોને પણ થઇ શકે ખરા. એક રીપોર્ટ અનુસાર આ વસ્તુની તપાસ માટે MIR સ્કેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા બધા દાઢીને લઈને ખુલાસા સામે આવ્યા હતા.

આ તપાસમાં 18 દાઢી વાળા પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બીજી બાજુ 30 કુતરાના ગળાના વાળના પણ સેમ્પલ તરીકે લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેની તપાસ કરી અને તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ જાણવામાં આવ્યું કે પુરુષોની દાઢીના વાળમાં મળી આવતા રોગાણુંઓ જેને મેડીકલની ભાષામાં માઈક્રોબ્સ કહેવાય છે તેનું સ્તર કૂતરાના વાળની તુલનાએ વધારે આવ્યું. જેના કારણે કેન્સર થઇ લઈને અનેક મોટી મોટી ગંભીર બીમારીઓ અને શારીરિક સમસ્યાઓ પુરુષોમાં થાય છે.

આ રિસર્ચ માટે જે પુરુષોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેની ઉંમર 18 થી 76 વર્ષની વચ્ચે હતી. જે ત્રીસ કુતરાના વાળ લીધા હતા તેમાંથી 20 કુતરાઓના વાળમાં વધારે માત્રામાં બેક્ટેરિયા મળી આવ્યા તો 7 પુરુષોની દાઢીના વાળમાંથી માણસના સ્વાસ્થ્ય માટેના ખતરનાક બેક્ટેરિયા જોવા મળ્યા. આ બેક્ટેરિયા વ્યક્તિને ઘણી હદ સુધી બીમાર કરી શકે છે જે ખુબ જ આશ્ચર્ય જનક વાત છે.

પુરુષોની દાઢીમાં તે બેક્ટેરિયા ઉત્પન્ન થવાનું કારણ જાણી તમે પણ દંગ રહી જશો. દરેક વ્યક્તિ રોજે સ્નાન આદિ કરતા હોઈએ છીએ. જે પુરુષો અથવા છોકરાને દાઢી વધારે હોય તે સ્નાન દરમિયાન દાઢીની યોગ્ય સાફસફાઈ નથી કરતા હોતા. આ કારણ મુખ્ય છે બેક્ટેરિયા ફેલાવવાનું. જેના કારણે આખો દિવસની ભાગદોડ અને શરીરના પરસેવાના કારણે આપણી દાઢી ધીમે ધીમે બેક્ટેરિયા ઉત્તપન્ન થવા લાગે છે. સમય રહેતા પછી એ બીમારીઓમાં પરિવર્તિત થઇ જાય છે.

બેક્ટેરિયાનું જે બીજું કારણ આવ્યું તે પણ ખુબ જ ચોંકાવનારું છે. સ્નાન દરમિયાન ઘણી વાર સાબુ આપણા શરીર પર રહી જતો હોય છે. એટલે સાબુના કણ આપણા શરીરમાં ચોંટી જતા હોય છે. તો તેવી રીતે દાઢીમાં સાબુના કણો ખુબ જ રહી જતા હોય છે. તેના કારણે દિવસે દિવસે તેમાંથી બેક્ટેરિયા ઉત્તપન્ન થવા લાગે છે. જે દાઢીમાંથી પછી બહાર નીકળતા નથી.

દિવસે દિવસે બેક્ટેરિયા જમા થવાને કારણે શરીરમાં અમુક બીમારી અંદરની તરફ ફેલાઈ જાય છે. ધીમે ધીમે બહારી પરિવર્તનથી અંદર પણ એ સમસ્યા થવા લાગે છે. જે લોહીના પરિભ્રમણના કારણે વધારે ઝડપથી ફેલાય છે. અને આપણું શરીર બીમારી ગ્રસ્ત પણ થઇ શકે છે.

તો મિત્રો જે કોઈ પુરુષ કે છોકરાઓ દાઢી વધારવા માંગતા હોય તેમણે સ્વસ્થતાનું ખુબ જ ધ્યાન રાખવાનું. જેના કારણે તમારું સ્વાસ્થ્ય ખોરવાઈ શકે છે અને ગંભીર બીમારીઓ થઇ શકે છે. એટલા માટે મિત્રો ફેશન માટે આપણે જીવનભરના પ્રોબ્લેમ સામે લડવું ન પડે એ ખાસ ધ્યાન રાખવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment