રાજસ્થાનમાં આવેલ પ્રખ્યાત કૃષ્ણધામ શ્રી સાવરીયાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, ભદેસર મેવાડના કૃષ્ણધામ શ્રી સાવરીયાજી મંદિરને કોઈ પરિચયની જરૂર નથી, અહીં દર મહિને કરોડો શ્રદ્ધાળુઓ શ્રી સાવરીયા શેઠના દર્શન કરવા માટે આવે છે. તમને જણાવી દઇએ કે આ પ્રખ્યાત કૃષ્ણધામ શ્રી સાવરીયા જી મંદિર રાજસ્થાનની સાથે સાથે સંપૂર્ણ દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે આ મંદિરનો પોતાનો એક ઇતિહાસ છે અને અહીં આ મંદિર દાનના મામલામાં ખૂબ જ આગળ છે, આ મંદિરમાં આવતા દરેક ભક્ત દિલ ખોલીને દાન કરે છે.
આ મંદિરના બે મહિના પછી જ્યારે ભંડારના દ્વાર ખુલ્યા તો લગભગ ભંડારમાંથી 5 કરોડ 94 લાખ 5 હજાર 300 રૂપિયા નિકળ્યા છે અને ત્યાં જ મંદિર મંડળ કાર્યાલયમાં ભેટ સ્વરૂપ 2 કરોડ 3 લાખથી વધુ રાશિ અલગથી પ્રાપ્ત થઇ છે. તમને જણાવી દઈએ કે મંદિર મંડળ કાર્યાલયથી મળેલ જાણકારી અનુસાર સાવરીયા જી મંદિરનો ભંડાર દિવાળીના કારણે તે ચતુર્દશી પર ખોલવામાં આવતો નથી અને તે વર્ષોથી આ જ પરંપરા રહી છે.
ત્યાં શુક્રવારે બે મહિના પછી ભંડાર ખોલવામાં આવ્યા તો ભંડારમાંથી ઘણી મોટી રાશિ બહાર આવી છે અને છ કોથળામાં ભરેલ નોટોની ગણતરી કરવાની બાકી છે. દાન ના સ્વરૂપમાં ભંડાર તથા મંદિરના કાર્યાલયમાં પ્રાપ્ત આભૂષણોને તોલવાના પણ બાકી છે. એવામાં આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ મંદિરને દાન કેટલું બધું મળતું હશે અને અહીં આવતા ભક્તોની સંખ્યા પણ કેટલી બધી હશે.
આ વખતે મંદિર મંડળના સીઈઓની અનુપસ્થિતિમાં ઉપખંડ અધિકારી અંજુ શર્મા મંદિર મંડળ અધ્યક્ષ કનૈયા દાસ વૈષ્ણવ, ભૈરુ લાલ ગાડરી, ભૈરુલાલ જાટ, ભૈરુ લાલ સોની તે સિવાય મંદિર મંડળના પ્રશાસનિક અધિકારી કૈલાશ ચંદ્ર દાધીચ, નંદકિશોર ટેલર, ગોશાલા પ્રભારી કાલુ લાલ, તેલી સંપદા પ્રભારી રાજેન્દ્ર શર્મા, લહેરી લાલ ગાડરી સિવાય મંદિર મંડળના વિભિન્ન પ્રભારીઓ સાથે મંદિરના કાર્મિક અને બેંક કર્મીઓએ નોટોની ગણના કરી હતી. તે સિવાય આ વખતે શનિવારે અમાવસનો યોગ છે તેથી તે કારણે શ્રદ્ધાળુઓની ભીડ વધુ આવવાની સંભાવના પણ છે.
જાણો પ્રાગટ્ય સ્થળ અને મંદિરના ભંડાર વિશે : આપણને જાણકારી મળે છે કે સાવરીયાજી ચોરાહા ઉપર આવેલ પ્રાગટ્ય સ્થળ મંદિરમાં બે મહિના પછી ખોલેલ ભંડારથી લગભગ 38 લાખ 50 હજાર ત્રણસો 340 રૂપિયાની રાશિ પ્રાપ્ત થઈ છે અને આ નોટોની ગણતરી વખતે ઉપાધ્યક્ષ બાબુલાલ ઓઝા, મંત્રી શંકરલાલ જાટ, ઇન્દ્રમલ ઉપાધ્યાય, જીઍલ મીણાના સિવાય મંદિરના કાર્મિક અને બેન્કરની ઉપસ્થિત હતા.
શું છે સાવરીયાજી ની કહાની : તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી સાવરીયાજીનો સંબંધ મીરાબાઈ સાથે બતાવવામાં આવ્યો છે. લોકોના કહેવા અનુસાર સાવરીયાજી મીરાબાઈના એ જ ગીરધર ગોપાલ છે જેમની તે પૂજા કરતા હતા. ત્યાં જ મીરાંબાઈ સંત મહાત્માઓની જમાતમાં આ મૂર્તિની સાથે ભ્રમણ કર્યા કરતા હતા. એવી જ એક દયારામના સંતની જમાતપણ હતી તેમની પાસે પણ મૂર્તિઓ હતી.
કહેવામાં આવે છે કે જ્યારે ઓરંગઝેબને મોગલ સેના મંદિરોને તોડતી હતી ત્યારે મેવાડ રાજ્યમાં પહોંચીને મોગલ સૈનિકોને આ મૂર્તિઓ વિશે જાણકારી મળી. તો સંત દયારામજીએ પ્રભુ પ્રેરણાથી આ મૂર્તિઓને બાગુંદ-ભાડસૌડાના ખુલ્લા મેદાનમાં એક મોટા ઝાડની નીચે ખાડો ખોદીને તેમાં દાટી દીધી હતી, ત્યારબાદ સમય જતા સંત દયારામજી પરલોકવાસી થઈ ગયા.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી