મહિલાઓની આ આદતો ક્યારેય પણ પુરુષોને નથી ગમતી…. તેમ છતાં વારંવાર કરે છે આ ભૂલો…
મિત્રો કોઈ વ્યક્તિ ભલે ગમે એટલો સારો હોય પરંતુ તે ક્યારેય પણ સર્વગુણોથી સંપૂર્ણ નથી હોતો. બધા જ વ્યક્તિમાં કોઈને કોઈ ખરાબ ગુણ હોય જ છે. સ્ત્રી અને પુરુષ બંનેમાં સામાન્ય રીતે ઘણી બધી એવી બાબતો આપણને જોવા મળતી હોય છે જે એકબીજાને પસંદ નથી હોતી.
પરંતુ મહિલાઓમાં અમુક એવી પણ આદતો હોય છે જે પુરુષોને ક્યારેય પણ પસંદ નથી આવતી હોતી. લગભગ બધા જ પુરુષો મહિલાઓની આ આદતોને નકારતા જ હોય છે. તો મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે પુરુષોને મહિલાઓની કંઈ કંઈ આદતો બિલકુલ પસંદ નથી આવતી. જાણવા માટે આ લેખને અંત સુધી જાણો. વાંચીને દંગ રહી જશો.
મહિલાની સૌથી પહેલી વસ્તુ છે જે પુરુષોને ન ગમે, શકી સ્વભાવ. મોટા ભાગની મહિલાઓ પોતાના પતિ કે પ્રેમીને લઈને ખુબ જ ચિંતિત રહેતી હોય છે કે તેના જીવનમાં કોઈ અન્ય મહિલા આવી જશે તો ! પુરુષને લઈને મહિલા આ બાબતે ખુબ જ ચિંતા કરતી હોય છે. તેથી જો પુરુષ ભૂલથી પણ કોઈ અન્ય મહિલાના વખાણ કરે તો મહિલા તરત જ પોતાના પતિ કે પ્રેમીને શકની નજરથી જોવાનું શરૂ કરી દેતી હોય છે. કોઈને જોવા અને તેના વખાણ કરવા તે એક સામાન્ય બાબત છે. પરંતુ જો પુરુષને પર આ બાબતે શક કરવામાં આવે તો મહિલાઓની આ આદત પુરુષોને ખુબ જ ખરાબ લાગતી હોય છે.
પુરુષોને મહિલાઓનો ખર્ચીલો સ્વભાવ પણ નથી પસંદ આવતો. મિત્રો તમને જણાવી દઈએ કે દરેક મહિલા ખર્ચીલા સ્વભાવની નથી હોતી. પરંતુ લગભગ મહિલાઓ ખર્ચીલા સ્વભાવની જોવા મળે છે અને અમુક સ્ત્રીઓને તો જરૂરીયાત વગરની વસ્તુઓની ખરીદી કરવામાં પણ રસ હોય છે અને આ વાત પુરુષોને થોડી પણ પસંદ નથી હોતી.
ત્રીજી આદત છે મહિલાઓનો વાતુંડો સ્વભાવ. તમે જોયું હશે કે બે મહિલાઓ બે પળ સાથે બેસે એટલે તરત જ વાતો ચાલુ થઇ જતી હોય છે. મહિલાઓમાં આ આદત ખાસ જોવા મળે છે. મહિલાઓ કોઈ પણ જગ્યાએ પે બીજી મહિલાને મળી જાય એટલે તરત જ વાતો કરવા લાગે છે. ઘણી વાર વાતોમાં મહત્વના કામ પણ પડતા મૂકી દેતી હોય છે. પરંતુ મહિલાઓ ક્યારેય વાતો ન મુકે. મહિલાઓના આ સ્વભાવ ક્યારેય પણ પુરુષોને પસંદ આવતા નથી. વાતો કરવી ખોટું નથી પરંતુ ઘણી વાર મહિલાઓ પોતાનો સમય ખોટો વેસ્ટ કરી નાખતા હોય છે.
ત્યાર બાદ પુરુષોને મહિલાઓમાં થતી જલન(ઈર્ષા) પણ પસંદ નથી હોતી. જલન એ મહિલાઓનો એક વિશેષ ગુણ છે. ઘણી બધી સ્ત્રીઓ જો ઈર્ષા ન કરે તો તેનામાં સ્ત્રી તત્વની ખામી હોય તેવું માનવામાં આવે છે. અને અમુક મહિલાઓ વિશે તો કહી શકાય કે જલન વગર અધુરી હોય છે. અમુક મહિલાઓને દરેક વાતોમાં ખુબ જ જલન થતી હોય છે અને મહિલાની આ જલન પુરુષોથી પણ ક્યારેક સહન નથી થતી. એટલા માટે ક્યારેય પણ મહિલાઓએ પુરુષો સામે ઈર્ષા કે જલન ન કરવી જોઈએ.
અમુક મહિલાઓમાં દેખાદેખી કરવાની પણ આદત પણ હોય છે. જેમ કે બાજુવાળા ભાભીએ નવી સાડી લીધી તો મારે પણ જોઈએ, જેઠાણીએ નવી જ્વેલરી ખરીદી તો મારે પણ નવી જ્વેલરી હોય તો સારું. એટલું જ નહિ, જો કોઈ મહિલાને અન્ય મહિલાનો લીપ્સ્ટીકનો રંગ પસંદ આવે તો તે પણ તેને જોઈતી હોય છે. આ રીતે મહિલાઓ વસ્તુઓમાં દેખાદેખી કરીને ઘણી વસ્તુઓ ખરીદતી હોય છે અને મહિલાઓની આ દેખાદેખી પુરુષોને બિલકુલ નથી ગમતી.
ત્યાર બાદ મહિલાઓ ઘણી વખત પોતાની ભૂલો સ્વીકાર નથી કરી શકતી. ઘણી વખત એવું બનતું હોય છે કે પુરુષ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ મહિલાઓ ક્યારેય પણ પોતાની ભૂલો નથી માનતી હોતી. પછી ભલે તેની વાત યોગ્ય હોય કે ન હોય. તે પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી થતી અને મહિલાઓની આ આદત ક્યારેક ખુબ જ ખતરનાક પણ સાબિત થઇ શકે છે. જો તેમાં પણ સામે પુરુષનો સ્વભાવ પણ એવો જ હોય તો તે સંબંધ વધારે લાંબો સમય ટકતો નથી. એટલા માટે મહિલાઓનો આ સ્વભાવ ક્યારેય પુરુષને પસંદ હોતો નથી.
તો મિત્રો મહિલાઓની આ મુખ્ય આદતો પુરુષોને પસંદ નથી આવતી. પરંતુ કોઈ પણ મહિલામાં ભલેને ગમે એટલી ખરાબ આદતો કેમ ન હોય ! પરંતુ તેનામાં રહેલી સારપ અને અન્ય ગુણોની તુલના કરવામાં આવે તો આ આદતો તેની સામે કંઈ પણ નથી. તમને તેનાથી પણ એક રોચક વાત જણાવી દઈએ કે જો ઉપર જણાવેલી એક પણ આદત મહિલામાં ન હોય તો ક્યારેક પુરુષોનું જીવન નીરસ થઇ શકે છે. માટે જીવનમાં નાની, મોટી, મીઠી તકરારો માટે અમુક આદત જરૂરી પણ છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવો.