મિત્રો મહાદેવ શિવ અને દેવી પાર્વતી એક બીજાના પ્રતિકરૂપ છે. તેઓ બંને એકબીજાના પૂરક છે. તેમની વચ્ચેનો સંબંધ કોઈપણ રીતે ન તોડી શકાય તેટલો અતુટ છે. પરંતુ સામાન્ય માણસની જેમ માતા પાર્વતી અને મહાદેવ શિવની વચ્ચે પણ નાના મોટા વાદવિવાદો આવતા હોય છે. પરંતુ એક દિવસ ભગવાન શિવ અને પાર્વતી વચ્ચે વાદ વિવાદ થયો અને તે વિવાદ એટલો આગળ વધી ગયો કે તેણે એક મોટા ઝગડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
માતા પાર્વતી અને શિવજી વચ્ચે ઝગડો એટલો વધી ગયો કે ભગવાન શિવજીએ પોતાના જીવથી પણ વહાલા પાર્વતીજીને ગુસ્સામાં શ્રાપ આપી દીધો. તો ચાલો જાણીએ કે માતા પાર્વતી અને શિવજી વચ્ચે કંઈ વાતને લઈને ઝગડો થયો હતો અને ભગવાન શિવજીએ કયો શ્રાપ આપ્યો હતો અને શા માટે.
માતા પાર્વતી હંમેશા ભગવાન શિવજીને જન્મ-મૃત્યુના ભેદ અને અમૃત્વ વિશે સવાલો પૂછતાં રહેતા. પરંતુ આ સવાલો સંબંધિત ભગવાન શિવના જવાબ એટલા લાંબા હતા કે ભગવાન શિવજી જવાબ આપતા હોય ત્યારે વચ્ચે માતા પાર્વતીજીને ઊંઘ આવી જતી હતી. એક દિવસ ભગવાન શિવજી પાસે આવીને માતા પાર્વતીએ વેદો વિશે સવાલો કર્યા. પરંતુ ભગવાન શિવજીએ પાર્વતીજીને પછી ક્યારેક તે વિષય પર ચર્ચા કરવાની વાત કહી તો માતા પાર્વતીએ ખુબ જીદ કરી.
તેથી માતા પાર્વતીજીની જીદ આગળ ભગવાન શિવે જુકવું પડ્યું અને તેમની જીદ આગળ વિવશ થઈને ભગવાન શિવજી માતા પાર્વતીને વેદોનું જ્ઞાન આપવા લાગ્યા. જ્યારે ભગવાન શિવ વેદોનું જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે વચ્ચે માતા પાર્વતીજીને ઊંઘ આવી ગઈ અને જ્યારે ભગવાન શિવની નજર માતા પાર્વતી પર પડી અને તેમને નિંદ્રામાં જોયા તો ભગવાન શિવજી માતા પાર્વતી પર ક્રોધિત થઇ ઉઠ્યા.
ત્યાર બાદ ક્રોધમાં આવીને ભગવાન શિવે માતા પાર્વતીને શ્રાપ આપી દીધો. ભગવાન શિવે માતા પાર્વતીને ભીલડી થવાનો શ્રાપ આપી દીધો અને શ્રાપ આપ્યા બાદ ભગવાન શિવ તે સ્થાનને છોડીને એક એકાંત સ્થાને ગયા અને ત્યાં ધ્યાન કરવા બેસી ગયા. જ્યારે ભગવાન શિવની ધ્યાન સાધના તૂટી તો તેઓ માતા પાર્વતીની ખોજમાં કૈલાસ પર્વત પર આવ્યા. ત્યાર બાદ ભગવાન શિવે માતા પાર્વતીને શોધ્યા પરંતુ કૈલાસમાં ક્યાંય માતા પાર્વતી મળ્યા નહિ. કારણ કે ભગવાન શિવના શ્રાપના કારણે માતા પાર્વતી પૃથ્વી પર એક ભીલની દીકરી તરીકે જન્મ લઇ ચુક્યા હતા.
ભગવાન શિવને જ્યારે માતા પાર્વતી મળ્યા નહિ ત્યારે તે વિચલિત થઇ ઉઠ્યા. ત્યારે જ નારદજી તેમની સામે પ્રગટ થયા અને તેમણે દિલાસો આપ્યો. ધીમે ધીમે સમય વીત્યો અને ભીલડી તરીકે જન્મ લેનાર પાર્વતી માતા વિવાહને યોગ્ય થયા.
ત્યારે ભગવાન શિવે નંદીને એક મહત્વપૂર્ણ ઉદ્દેશથી પૃથ્વી પર મોકલ્યો. તેથી નંદીએ એક વિશાળ માછલીનું રૂપ ધારણ કર્યું અને તે નદીમાં ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. જ્યાં ભીલ કબીલાના લોકો માછલી પકડવા આવતા હતા. ત્યાં પાર્વતીના પિતા તે કબીલાના મુખિ હતા.
માતા પાર્વતીના પિતાએ પોતાની પુત્રી એટલે કે પાર્વતીના વિવાહ જે વ્યક્તિ નદીમાં ઉત્પાત મચાવતી માછલીથી મુક્તિ અપાવે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ત્યારે ભગવાન શિવે ભીલનું રૂપ ધારણ કરીને તે નદી પાસે પહોંચ્યા અને નંદી રૂપી તે વિશાળ માછલીને વશમાં કરીને તેને ત્યાંથી ભગાવી દીધી.
શરત અનુસાર કબીલાના મુખીએ પોતાની પૂત્રીના લગ્ન ભગવાન શિવ સાથે કરાવ્યા અને આ જ રીતે ભગવાન શિવ સાથે માતા પાર્વતીનું પૂન:મિલન થયું. om namah shivay
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google