અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
જય શ્રી કૃષ્ણ…
મિત્રો આજે આપણે મહાભારત ના એક નાનકડા પ્રસંગ દ્વારા જાણીશું કે સંભોગ દરમિયાન સૌથી વધારે સુખ કોને મળે છે સ્ત્રીને કે પુરુષને?
આ પ્રશ્ન ખુબ જ અટપટો છે કે સંભોગના સમયે સ્ત્રી અને પુરુષ માંથી સૌથી વધારે કોણ વધારે આનંદ પ્રાપ્ત કરી શકે છે ? આ પ્રશ્નનો જવાબ આપણા મહાકાવ્ય મહાભારતમાં અને યુનાનના ધર્મ ગ્રંથમાં જોવા મળે છે. મહાભારતમાં આ પ્રશ્નનો એક સચોટ જવાબ આપવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે સંભોગમાં સૌથી વધારે આનંદની અનુભૂતિ કોણ કરે છે.
એક વાર યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ પાસે ગયા અને કહ્યું કે, “હે તાત શ્રીશું તમે મારી એક દુવિધાને સુલજાવી આપશો, શું તમે સાચો જવાબ આપશો કે સ્ત્રી અને પુરુષ બંને માંથી સંભોગના સમયે સૌથી વધારે આનંદ કોણ પ્રાપ્ત કરી શકે છે ?”
ત્યારે ભીષ્મ બોલ્યા કે, “હું તને આ પ્રશ્ન સાથે જોડાયેલી એક કથા સંભળાવું જેમાં તારા સવાલનો જવાબ રહેલો છે.” અને ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કથા કહે છે. તો ચાલો જાણીએ તે કથા કંઈ છે.
ખુબ સમય પહેલા ભંગસ્વાના નામનો એક રાજા હતો તે ખુબ જ ન્યાયપ્રિય અને યશસ્વી હતો. પરંતુ તેને કોઈ પુત્ર ન હતો. એક વાર બાળકની પ્રાપ્તિ માટે રાજાએ એક અનુષ્ઠાન કર્યું જેનું નામ હતું અગ્નિ તુષ્ઠા. તે હવનમાં માત્ર અગ્નિ ભગવાનનો જ આદર કરવામાં આવ્યો હતો તેથી દેવરાજ ઇન્દ્ર ખુબ જ ક્રોધિત થયા.
ઇન્દ્ર પોતાના ગુસ્સાને કાઢવા માટે મોકો શોધતા હતા કેમ કે જો ભંગસ્વાનાથી કોઈ ભૂલ થાય તો ઇન્દ્ર તેણે દંડ આપી શકે. પરંતુ ભંગસ્વાના એટલો સારો રાજા હતો કે ઇન્દ્રને કોઈ મોકો જ મળતો ન હતો. એટલા માટે ઇન્દ્રનો ગુસ્સો દિવસે દિવસે વધતો જ જતો હતો.
એક દિવસ રાજા શિકાર કરવા માટે નીકળ્યો. અને ઇન્દ્રએ પણ વિચાર્યું કે આજ સાચો સમય છે અપમાનનો બદલો લેવા માટે. પછી ઇન્દ્રએ રાજાને સમોહીત કરી દીધો અને રાજા ભંગસ્વાના જંગલમાં જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. તે સંમોહિત હાલતમાં તે પોતાની બધી જ સુધબુધ ભૂલી ગયા હતા. ન તો તેને દિશાઓની સમાજ રહી અને ન તો તેને પોતાના સૈનિક દેખાતા હતા. ભૂખ અને તરસે તેણે એટલો વ્યાકુળ કરી નાખ્યો હતો કે તે કંઈ ભાન ન રહ્યું.
રખડતા રખડતા અચાનક તેણે એક નદી દેખાઈ. પરંતુ તે કોઈ જાદુઈ દરિયા જેવી દેખાતી હતી. રાજા તે નદી તરફ આગળ વધ્યો અને પછી તેણે પહેલા પોતાના ઘોડાને પાણી પીવડાવ્યું ત્યાર બાદ પોતે પણ તે પાણી પીધું.
રાજા જેવો નદીમાં ગયો અને પાણી પીધું ત્યાં પાણી બદલી રહ્યું હતું અને તે ધીમે ધીમે એક સ્ત્રીમાં પરિવર્તિત થઇ ગયો. રાજાને ખુબ જ શરમ આવી અને ત્યાર પછી રાજા જોરજોરથી વિલાપ કરવા લાગ્યો. તેણે ખબર ન પડી કે આવું તેની સાથે શા માટે થઇ રહ્યું છે. રાજા ભંગસ્વાના વિચારવા લાગ્યો કે હે પ્રભુ આ અનર્થ પછી હું કેવી રીતે મારા રાજ્યમાં પાછો જાવ ! મેં કરેલા અગ્નિઅનુષ્ઠાનથી મને 100 પુત્રની પ્રાપ્તિ થઇ છે. તેણે હવે હું કેમ મળીશ, મારી રાણી મારી પ્રતીક્ષા કરી રહી છે તેણે હું કેમ મળીશ મારા પુરુષત્વની સાથે સાથે મારું રાજપાટ બધું જ ચાલ્યું જશે, મરી પ્રજાનું શું થશે ?
આવી રીતે રાજ વિલાપ કરતો સ્ત્રીના રૂપમાં રાજ્યમાં પાછો ફરે છે. જ્યારે રાજા રાજ્યમાં પહોંચ્યો ત્યારે બધા લોકો આશ્વર્યમાં પડી ગયા. પછી રાજાએ એક સભા બોલાવી અને તેની રાણી, મંત્રીઓ અને પુત્રોને કહ્યું કે, “હવે હું રાજપાટ સંભાળવાને લાયક નથી તમે બધા લોકો સુખથી અહીંયા રહો અને હું હવે જંગલમાં જ મારું બાકીનું જીવન પસાર કરીશ. આવું કહીને રાજા જંગલ તરફ પ્રસ્થાન કરવા લાગ્યો.
જંગલમાં જઈને તે એક સ્ત્રીના રૂપમાં એક ઋષિના આશ્રમમાં રહેવા લાગી હવે તે માત્ર એક સ્ત્રી હતી. ત્યાં રહેતા રહેતા ત્યાં તેણે ઘણા પુત્રોને જન્મ આપ્યો. પછી તે પોતાના પુત્રને પોતાના જુના રાજ્યમાં લઈને ગઈ. ત્યાં જઈને તેણે ત્યાં રહેલા તેના બધા પુત્રો ને મળ્યા અને કહ્યું કે. જેમ તમે મારા પુત્રો છો એમ આ પણ તમારા ભાઈઓં જ છે એટલે તમે બધા સાથે રહો. એટલે બધાજ બાળકો સાથે રેહવા લાગ્યા.
બધાને ખુશ થઈને જીવન વ્યતીત કરતા જોઇને દેવરાજ ઇન્દ્ર વધારે ક્રોધિત થાય છે અને તેનામાં બદલાની ભાવના ફરી ઉભી થાય છે. ઇન્દ્રને એવું લાગે છે કે રાજાને સ્ત્રીમાં બદલીને મેં તેની સાથે ખરાબની જગ્યાએ સારું કરી નાખ્યું. એવું કહીને ઇન્દ્રએ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને પછી પહોંચી ગયો રાજા ભંગસ્વાનાના રાજ્યમાં. ત્યાં જઈને બધા જ રાજકુમારોના કાન ભરવાનું ચાલુ કરી દીધું. ઇન્દ્રના ભડકાવવાના કારણે બધા જ ભાઈ અંદર અંદર લડવા લાગ્યા અને એક બીજાને મારી નાખ્યા.
જ્યારે ભંગસ્વાનાને આ વાતની જાણ થઇ ત્યારે તે ખુબ જ દુઃખી થયો. બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર રાજાની પાસે પહોંચ્યો. અને રાજાને પૂછ્યું કે શા માટે રડી રહી છે. પછી ભંગસ્વાનાએ રડતા રડતા આખી વાત ઇન્દ્રને જણાવી. ત્યાર પછી ઇન્દ્ર પોતાના સાચા રૂપમાં આવી ગયો અને રાજાને તેની ભૂલ વિશે જણાવ્યું. “કે તે માત્ર અગ્નિને પૂજી અને મારો અનાદર કર્યો એટલા માટે મેં તારી સાથે આ ખેલ રચ્યો.” આ સાંભળતાની સાથે જ ભંગસ્વાના ઇન્દ્રના પગમાં પડી ગયો. અને અજાણતા થઇ ગયેલા અપરાધ માટે તેણે ઇન્દ્ર પાસે ક્ષમા માંગી.
રાજાની આવી દયનીય દશા જોઇને ઇન્દ્રને દયા આવી ગઈ. ઇન્દ્રએ રાજાને માફ કરતા પોતાના પુત્રોને જીવંત કરવાનું વરદાન આપ્યું અને ઇન્દ્ર બોલ્યા “હે સ્ત્રી રૂપી રાજા તું તારા પુત્રો માંથી કોઈ એક પુત્રને જીવંત કરી લે.” ત્યારે રાજાએ કહ્યું કે એવું હોય તો ભગવાન મેં સ્ત્રી રૂપે જે બાળકોને જન્મ આપ્યો છે તે બાળકોને જીવંત કરી આપો.
ઇન્દ્ર પણ હેરાન થઈને રાજાને પ્રશ્ન પૂછ્યો. રાજાએ જવાબ આપ્યો, “હે ઇન્દ્ર એક સ્ત્રીનો પ્રેમ એક પુરુષના પ્રેમથી ખુબ જ વધારે હોય છે. એટલા માટે હું મારી કોખમાં જન્મેલા બાળકોનું જીવનદાન માંગું છું.”
ભીષ્મ પિતામહ આ કથાને આગળ વધારતા કહે છે કે “ઇન્દ્ર આ બધું સાંભળીને પ્રસન્ન થઇ ગયા અને તેણે રાજાના બધા જ પુત્રોને જીવંત કરી નાખ્યા. ત્યાર બાદ ઇન્દ્રએ ફરી વાર રાજાને પુરુષ રૂપ આપવાની વાત કરી અને કહ્યું કે, “હું તારાથી ખુબ જ ખુશ છું હું તને ફરી વાર રાજા બનાવવા માંગું છું. ” પરંતુ રાજાએ સાફ ના કહી દીધી. સ્ત્રી રૂપી ભંગસ્વાના બોલ્યો, “હે ઇન્દ્ર હું સ્ત્રી રૂપમાં જ ખુશ છું. અને સ્ત્રી રૂપમાં જ રહેવા માંગું છું.” આ સાંભળીને ઇન્દ્ર ઉત્સુક થઇ ગયા અને પૂછી લીધું કે આવું શા માટે રાજન ? ફરી વાર રાજા બનીને પોતાનો રાજપાટ નથી સંભાળવા માંગતો ?”
ત્યારે ભંગસ્વાના બોલ્યો કે, “કેમ કે સંભોગના સમયે સ્ત્રીને પુરુષ કરતા ખુબ જ વધારે આનંદ મળે છે. એટલા માટે હું સ્ત્રી જ રહેવા માંગું છું.” ઇન્દ્રએ તથાસ્તુ કહ્યું અને ત્યાંથી પ્રસ્થાન કર્યું.
ત્યાર પછી ભીષ્મ પિતામહ બોલ્યા કે, “હે યુધિષ્ઠિર આ વાત સ્પષ્ટ છે કે સ્ત્રીને સંભોગના સમયે પુરુષ કરતા ખુબ જ વધારે સુખ મળે છે.
તો આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થાય છે કે પુરુષ કરતા સ્ત્રીને પૌરાણિક સમયથી જ સંભોગમાં વધારે આનંદ મળે છે.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી