ઓછું પાણી અને સૂર્યપ્રકાશ વગર પણ આ છોડ ઘરની અંદર રહેશે એકદમ તાજો અને લીલાછમ, જાણો વાવવાની અને લાંબો સમય ટકાવી રાખવાની સરળ ટીપ્સ…

જો તમે છોડને ઘરની અંદર કુંડામાં લગાવીને રાખવા ઈચ્છતા હો, પરંતુ ઘરમાં રોશની અને તડકો ન આવવાના કારણે સુકાય જતા હોય છે. પરંતુ અમુક એવા છોડ હોય છે જેને તમે ઘરમાં આસાનીથી લગાવી શકો છો. એ છોડને વધુ સનલાઈટ એટલે કે તડકાની જરૂર નથી હોતી, એ છોડ સૂર્યપ્રકાશ વગર પણ ગ્રો કરે છે અને સુકાતા નથી. તો ચાલો જાણીએ અમુક એવા છોડ વિશે જેને સુર્યપ્રકાશની જરૂર નથી રહેતી અને તમારા ઘરની અંદર આસાનીથી ગ્રો થઈ શકે. જેનાથી ઘરની સુંદરતામાં પણ વધારો થશે.

1 ) કાસ્ટ આયરન પ્લાન્ટ : આ પ્લાન્ટને પોતાની ક્વોલિટીના કારણે ઓળખવામાં આવે છે. જો તમે છોડ વાવવાનો વધુ અનુભવ નથી તો આ છોડને ઘરમાં વાવવો ખુબ જ સરળ રહેશે. કેમ કે આ છોડને ખુબ જ સાચવવો કે તેની દેખભાળની જરૂર નથી રહેતી. જે સુર્યપ્રકાશ વગર પણ આસાનીથી ગ્રો થાય છે.

2 ) જીજી પ્લાન્ટ(ZZ Plant) : જીજી પ્લાન્ટ બે પ્રકારના હોય છે, એકમાં પાંદ લીલા રંગના હોય છે અને બીજામાં કાળા રંગના પાંદ હોય છે. આ છોડને વધુ પાણીની કે દેખભાળ કરવાની જરૂર નથી રહેતી, તેને ફક્ત એક એવી જગ્યા પર રાખી દો જ્યાં થોડો ભેજ રહેતો.

3 ) લીલી પ્લાન્ટ(Lily Plant) : લીલીના છોડને પણ વધુ સુર્યપ્રકાશની જરૂર નથી હોતી. તેને ઘરમાં આસાનીથી ઉગાડી શકાય છેઘરની હવાને શુદ્ધ રાખવાની સાથે સાથે તે લાંબા સમય સુધી ટકી રહે એવો છોડ છે.

4 ) સિંગોનિયમ પ્લાન્ટ(Syngonium plant) : તેને એરોહેડ પણ કહેવામાં આવે છે, કેમ કે તેના પાંદ તીરના અણી વાળા ભાગ જેવા હોય છે. આ છોડ હવાને શુદ્ધ કરે છે. આ છોડને તમે કટિંગથી આસાનીથી બોટલ અથવા ફ્લાવર પોર્ટમાં ઉગાડી શકો છો, ત્યાર બાદ જમીન અથવા માટીના કુંડામાં વાવી શકો છો.

5 ) સ્નેક પ્લાન્ટ(Snake Plant) : સ્નેક પ્લાન્ટ નામના આ છોડને વધુ પ્રકાશની જરૂર નથી પડતી. આ છોડને ઘરમાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તેને પણ તમે માટી અથવા પાણીમાં લગાવી શકો છો. આ છોડની દેખભાળ કરવી પણ ખુબ જ સરળ છે અને રોજ પાણી આપવાની પણ જરૂર નથી રહેતી. આ છોડને બેડરૂમ અથવા લિવિંગ રૂમમાં પણ રાખી શકો છો.

6 ) વીપિંગ ફિગ ટ્રી(Weeping Fig Tree) : વીપિંગ ફિગ ટ્રી જલ્દી ગ્રો થવા વાળો છોડ છે. તેને પ્રકારની જરૂર નથી પડતી. પરંતુ તેને નિયમિત રૂપે પાણી અને ટ્રીમિંગ કરવાની જરૂર રહે છે.

7 ) ચાઇનીઝ એવરગ્રીન(Chinese Evergreen) : આ છોડને એગ્લોનેમા પણ કહેવામાં આવે છે. આ છોડને પણ વધુ સુર્યપ્રકાશની જરૂર નથી પડતી. પરંતુ આ છોડને ગ્રો કરવા માટે હળવા એવા ગરમ તાપમાનની જરૂર પડે છે. જેમાં તેનો વિકાસ વધુ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment