મિત્રો આ માર્ચ મહિનામાં જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો બીચ એટલે કે દરિયા કિનારો એક સારો વિકલ્પ છે. અહીંયા તમે બદલાતા મોસમનો આનંદ પણ ઉઠાવી શકશો અને પાણીમાં મોજ મસ્તી પણ કરી શકશો. તો આવો જાણીએ કે તમે એ કયા ભારતીય બીચ પર ઓછા ખર્ચમાં વધુમાં વધુ આનંદ મેળવી શકો છો.
શિયાળો પૂરો થવા જઈ રહ્યો છે. તેથી ઘણા બધા લોકો બદલાતી ઋતુનો આનંદ માણવા માટે ટ્રાવેલિંગ નો પ્લાન બનાવવા લાગ્યા છે. પોતાના રોજિંદા કામમાંથી બ્રેક લઈને જો તમે પણ વેકેશન કરવા ઈચ્છતા હોય તો અનેક એવા ભારતીય બીચ છે જ્યાં તમે દરિયા કિનારાની લહેરોનો આનંદ માણી શકો છો.
આ બીચ દેશ દુનિયામાં ફેમસ છે અને આ લાખો લોકોનું મનપસંદ સહેલાણીઓનું સ્થળ પણ છે. તો આવો આજે અમે તમને જણાવીશું ભારતમાં એવા બીચ વિશે જ્યાં બજેટ ફ્રેન્ડલી પણ છે અને તમે અહીંયા પરિવાર દોસ્તો સાથે આનંદ પણ માણી શકો છો. જણાવીએ કે માર્ચ મહિનામાં અહીંયા સરળતાથી હોટલ બુકિંગ પણ મળી જાય છે ખાવા-પીવાનું પણ ખૂબ જ વ્યાજબી હોય છે.1) પુરી બીચ:- આમ તો પુરી (Puri) જગન્નાથ ધામ ફેમસ છે. પરંતુ તમને એ જણાવી દઈએ કે ઓરિસ્સાનો આ બીચ પણ સહેલાણીઓ ને ખૂબ જ આકર્ષિત કરે છે. અહીંયા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બીચ નો આનંદ ઉઠાવવા માટે પહોંચી જાય છે. અને ખૂબ જ સુંદર બીચ ની મજા માણે છે. અહીંયા તમે ઓછા બજેટમાં ખાવાની અને રહેવાની વ્યવસ્થા કરી શકો છો.પીળી રેતીવાળા આ બીચ પર તમે નહાવાની સાથે સીફૂડનો પણ આનંદ માણી શકો છો.
2) દીઘા બીચ:- દીઘા (Digha) પણ એક પ્રખ્યાત વિકેન્ડ બીચ ડેસ્ટિનેશન છે. દીધા પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર માં સ્થિત કોલકત્તા થી લગભગ 187 કિલોમીટરની દુરી પર આવેલું છે. તમે કોલકત્તા થી અહીંયા જવા માટે ચાર કલાક ટ્રેનની યાત્રા કરીને પહોંચી શકો છો. અહીંયા આસપાસ ઘણી ફરવાની જગ્યાઓ છે અને આ જગ્યા બજેટમાં પોસાય તેવી છે.3) અગોંડા બીચ:- જો તમને ગોવાનો બીચ યાદ આવતો હોય તો તમે અગોંડા બીચ જઈ શકો છો. આ એક શાંતિદાયક બીચ છે. વાદળી રંગનું પાણી તમને ખૂબ જ રિલેક્સ કરી દેશે. તમને જણાવી દઈએ કે આ બીચ સન બાથ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભીડથી દૂર, આ બીચ અગોંડા નામના ચર્ચની નજીક છે, જ્યાં સામાન્ય રીતે લોકો એકલા અથવા જીવનસાથી સાથે સમય પસાર કરવા આવે છે. અહીં તમને ઓછા બજેટમાં રહેવા અને ખાવાની જગ્યા પણ મળશે.
4) રાધા નગર બીચ:- અંદમાન નિકોબાર જવાની ઈચ્છા હોય તો તમે માર્ચ મહિનામાં રાધા નગર બીચ જઈ શકો છો. આ બીચ હેવલોક દ્વીપ પર સ્થિત છે. જેને એશિયાનો સૌથી લાંબો અને શાનદાર દ્વિપોમાં એક કહેવામાં આવે છે. આને ટાઈમ્સ ઇન્ડિયા મેગેઝીન એ ભારતના શ્રેષ્ઠ બીચ ના રૂપમાં પસંદ કર્યો હતો. આ બીચ હનીમૂન કપલ્સ ની મનપસંદ જગ્યાઓમાંથી એક છે. અહીંયા તમે વોટર સ્પોર્ટ એક્ટિવિટી નો ભાગ પણ બની શકો છો.5) કોવલમ બીચ:- જો તમે કેરળના બીચ ને જોવા ઇચ્છતા હો તો અરબ સાગર સ્થિત કોવલમ બીચ જઈ શકો છો. તેને ભારતના સૌથી સુંદર બીચ માંથી એક ગણવામાં આવે છે. દરિયા કિનારે નારિયેળના વૃક્ષો, ઊંચા ખડકો, હરિયાળી, વાદળી આકાશ, દૂર દરિયો , સહેલાણીઓને ખૂબ આકર્ષે છે. આ બીચ પર ત્રણ નાના અર્ધચંદ્રાકાર આકારના બીચ છે, જે સાઉથ લાઇટ હાઉસ તરીકે ઓળખાય છે.અહીંયા પણ તમને સરળતા થી હોટલ ની બુકિંગ મળી જશે અને તમે ઓનલાઇન સારી ઓફર પણ હાલમાં મેળવી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી