આપણે ક્યારેય એવું નથી વિચારતા કે ગાડીને સતત ચલાવવી યોગ્ય છે? તેને કેટલા કલાક સુધી સતત ચલાવી શકાય? આપણે જોઇએ છીએ કે ગાડી સતત ચાલ્યા કરે તેમાં વળી સમય શું જોવાનો હોય, જો આવી આપણી સમજણ હોય તો આ લેખ તમારા માટે જ છે. આજે આપણે ટ્રાન્સપોર્ટ ગાડીઓ જેવી કે ટ્રક અને એવા પ્રોફેશનલ ડ્રાઇવરો કે જેઓ બે થી ત્રણ દિવસ ઊંઘ્યા વગર ગાડી ચલાવી શકે છે. પરંતુ આપણે તે બંનેની વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે જે લોકો સતત લાંબી મુસાફરી નથી કરતા.
સતત કેટલા કિલોમીટર ગાડી ચલાવી જોઈએ તેનો કોઈપણ સુનિશ્ચિત જવાબ નથી, તમે એવું ઇચ્છો કે જ્યાં સુધી પેટ્રોલ પૂરું ન થાય ત્યાં સુધી ચલાવી શકાય તે આમ તો બરાબર ના કહી શકાય. પરંતુ, ગાડી સુરક્ષિત રહે, તેના દરેક પાર્ટ સુરક્ષિત રહે અને ગાડીમાં બેઠેલા વ્યક્તિઓ પણ સુરક્ષિત રહે તે રીતે ગાડી ચલાવવી હોય તો સતત કેટલી ચલાવી શકાય. તો સરવાળે સૌની સલામતી સચવાય તે રીતે ગાડી ચલાવવી હોય તો કેટલી ચલાવાય તે મુદ્દે વાત કરીશું.1) બ્રેક નો સમય:- માનવ હોય કે યંત્ર હોય દરેકને સમયસર આરામ તો જોઈએ જ આથી એવું કહેવાય છે કે ગાડીને પણ ત્રણ કલાક ચલાવો ત્યારે 20 થી 30 મિનિટનો બ્રેક આપવો જોઈએ. પરંતુ આપણે ગાડીને વધુમાં વધુ પાંચથી છ કલાક સતત ચલાવ્યા કરીએ તો બંનેને નુકસાન થાય છે. બંનેને એટલા માટે કારણ કે, ગાડીને તો નુકસાન થાય જ છે પરંતુ સતત ગાડી ચલાવવાના કારણે ગાડી ચાલકને પણ થાક લાગે છે અને તે અકસ્માતનો ભોગ બની શકે છે.
ત્રણ કલાકમાં ભલે તમે 150 કિલોમીટર ચલાવી હોય કે 300 કિલોમીટર પણ સતત ત્રણ કલાક ચલાવવાથી ગાડીના અમુક ભાગને આરામ આપવો જરૂરી બને છે. જો આરામ ન આપવામાં આવે તો ગાડી હાઇવે પર કોઈ સમસ્યા ઊભી કરી શકે છે. તમે પણ ક્યારેક હાઇવે પર ટાયર ફાટવાની કે ગાડીમાંથી ધુમાડા નીકળવાની ઘટના જોઈ જ હશે. તો આ લેખ સંપૂર્ણ વાંચો જેથી તમારે હાઇવે પર ગાડી ને લગતી કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.2) સતત ચલાવતી વખતે ગાડીમાં ધ્યાનમાં રાખવા જેવા કેટલાક પાર્ટ:- હમણાંની ગાડીઓ અનેક સેન્સર વાળી આવે છે. પરંતુ ગાડીના હજુ અમુક પાર્ટમાં મુશ્કેલી તો આવે જ છે. તો તેના માટે સેન્સર હજુ નથી બન્યા. આ પાર્ટ જ અમુક વખતે આપણને હેરાન કરે છે.
3) ટર્બો:- ટર્બોમાં સેન્સર નથી હોતું. મોટાભાગે લાંબી મુસાફરીમાં એન્જિનમાં ટર્બો માં જ ખરાબી આવતી હોય છે. ટર્બોને બગાડવાનું જો મુખ્ય કારણ હોય તો તે છે ગાડીને આરામ આપ્યા વગર સતત ચલાવ્યા કરવી. જો ગાડીને આરામ આપવામાં ન આવે તો ટર્બોનું ટર્બાઇન ફેલ થઈ શકે છે. એક સર્વે પ્રમાણે ટર્બોમાં ખરાબી હાઇવે પર લાંબી મુસાફરી સમયે જ થતી હોય છે.
4) ટાયર:- ટાયર ફાટવાની ઘટના પણ મોટેભાગે હાઇવે પર જ થાય છે. ટાયરની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે જે ટાયર સીટીના રોડમાં 10 થી 15 હજાર કિલોમીટર આરામથી ગાડી ચાલી શકે છે પરંતુ એ જ ટાયર થી હાઇવે પર 1000 કિલોમીટર ચલાવવામાં પણ બીક રહે છે. કારણકે હાઇવે પર ગરમી વધારે હોવાના કારણે અને સતત ચાલવાના લીધે તેનું ટેમ્પરેચર વધી જાય છે. ઘણા લોકો એવું કહે છે કે ટાયરમાં નાઇટ્રોજન હવા છે તો ટાયર ફાટવાની બીક નહીં પરંતુ નાઇટ્રોજન હવા વાળા ટાયર પણ ફાટે જ છે. માટે આવી અફવા પર ધ્યાન ન આપવું અને હાઇવે પર અમુક સમયાંતરે ટાયર ને આરામ આપો. તેના માટે 20 થી 30 મિનિટ રેસ્ટ કરવો.5) બ્રેક:- બ્રેકમાં અમુક પ્રકારના સેન્સર આવે છે.પણ હાઇવે પર જ્યારે ગાડી ખૂબ વધારે સમય સુધી અને વધુ સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે થોડીક જ બ્રેક મારીએ તો પણ બ્રેક એકદમ લાલ થઈ જાય છે. વળી હાઇવે પર વારંવાર પાંચ થી સાત વખત બ્રેક લગાવવાથી બ્રેકનું ટેમ્પરેચર પણ વધી જાય છે તેથી બ્રેક ફેલ થવાની સંભાવના વધી જાય છે. આ ઘટના ચાલુ ગાડીએ બને છે માટે સેન્સર વાળી બ્રેક પર વધુ વિશ્વાસ ન કરવો.
નોંધ : જ્યારે કોઈ ગાડી બે-ત્રણ મહિના સુધી આમ જ ચલાવ્યા વગર પડી રહી હોય. તો તેને હાઇવે પર લઈ જતા પહેલા ગેરેજમાં યોગ્ય રીતે તેનું ચેકિંગ કરાવીને જ મુસાફરીના ઉપયોગમાં લેવી હિતાવહ છે. સીટ બેલ્ટ પહેરીને જ ગાડી ચલાવવી, દર વખતે ઓવરટેક કરવાનો પ્રયત્ન ન કરવો. ખૂબ જ આરામથી અને ધ્યાનપૂર્વક ગાડી ચલાવવી આપણું જીવન અતિ મૂલ્યવાન છે. એકવાર ગુમાવ્યા પછી જીવ પાછો નહીં આવે, માટે ત્રણ કલાક થાય એટલે 30 મિનિટનો બ્રેક લઇ લેવો જોઈએ.. તમારી અને ગાડીની બંનેની સલામતી માટે.