પેરાસીટામોલ દવાને લઈને ભારત સરકારે કર્યો મોટો નિર્ણય

મિત્રો આપણે ત્યાં કોઈ પણને તાવ આવતો હોય, અને તે દવા લેવા માટે જાય તો તેને અન્ય દવાઓની સાથે એક દવા ફરજિયાત તેમાં શામિલ હોય છે. તે દવા છે પેરાસીટામોલ. તો આજે અમે તમને એ વિશેના એક ખાસ નિર્ણય વિશે જણાવશું. ભારત સરકારે કોરોના વાયરસની આ મહામારીની વચ્ચે પેરાસીટામોલ દવાને લઈને એક ખુબ જ મોટો નિર્ણય કર્યો છે. તો ચાલો જાણીએ કે સરકાર દ્વારા આ દવાને લઈને ક્યો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરકાર દ્વારા કોરોના વાયરસની વચ્ચે જે પેરાસીટામોલને લઈને જે મોટો નિર્ણય કર્યો છે તેમાં આ દવાથી બનતા જે ફોર્મ્યુલેશન્સ છે તેનું નિકાસ ખોલવામાં આવ્યું છે. તો સરકાર દ્વારા એ નિકાસ શા માટે ખૂલવામાં આવ્યું ચ્જે તેનું કારણ પણ આપણે જાણીએ. 

વાણિજ્ય મંત્રાલય સાથે જોડાયેલ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય (DGFT) એ શુક્રવારના એક અધીસુચ્નમાં કહ્યું હતું કે, ‘પેરાસીટામોલથી બનતા ફોર્મ્યુલેશન્સ (ફિક્સ્ડ ડોઝ મિશ્રણ) ને તરત જ અસર સાથે નિકાસને ઓપન કરવામાં આવી છે. જો કે, પેરાસીટામોલના એક્ટીવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ (API) પર નિકાસ પર પ્રતિબંધ છે તે અથવાત રહેશે.

પેરાસીટામોલ દવા મુખ્યરૂપે તાવમાં ઉપયોગમાં લેવાય છે. નોંધપાત્ર છે કે આ પહેલા જ સરકારે હાઈડ્રોક્સિક્લોરોક્વિન સિવાય 12 દવાઓ અને 12 API ના નિકાસ પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. આ બધાની નિકાસ પર 3 માર્ચના રોજ રોક લગાવી દેવામાં આવી હતી. કેન્દ્રએ એક્સપર્ટ પોલીસીમાં બદલાવ કરતા 26 દવાઓ અને ફોર્મ્યુલેશનની નિકાસને અટકાવી દેવામાં આવી હતી. પેરાસીટામોલ, ટીનીડાઝોલ, નીઓમાઈસિન સહીત 26 દવાઓ અને ફોર્મ્યુલેશન પર રોક લગાવવાનો ફેસલો કર્યો હતો. રોક લગાવવા પાછળની કારણ એ છે હાલ દેશની સ્થિતિ ખુબ જ ખરાબ છે, જેના કારણે આવનાર સમયમાં દવાની કમી ન થાય માટે આવશ્યક દવાઓના નિકાસને અટકાવી હતી.

પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી બાદ આ મહિનાની શરૂઆતમાં ભારત સરકારે હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ પર કરેલ અટકાયતને હટાવી હતી. પરંતુ હવે પેરાસીટામોલના ફોર્મ્યુલેશન્સના નિકાસને પણ ખોલી નાખવામાં આવ્યું છે. હાલ ભારત દુનિયામાં જેનેરિક દવાઓનો સૌથી મોટા સપ્લાયર્સ દેશો માંથી એક છે. 

Leave a Comment