મિત્રો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બધા જ પાનકાર્ડ હોલ્ડર્સને સુચના આપવામાં આવી છે કે તેઓ ડેડલાઈન પહેલા પોતાના પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી લે. આ બંને ડોક્યુમેન્ટને લિંક કરાવવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2020 સુધી જ છે. પરંતુ આ પહેલા તેની ડેડલાઇનની તારીખ 31 ડિસેમ્બર 2019 નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેની સમય મર્યાદા વધારી દેવામાં આવી હતી અને તેને 31 માર્ચ 2020 સુધી લંબાવી દેવામાં આવી. IT વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બંને પુરાવાને ઓનલાઈન અથવા તો પાનકાર્ડ સર્વિસ સેન્ટરમાં જઈને લિંક કરાવી શકાય છે.
તેવામાં જો તમે તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને એકબીજા સાથે લિંક ન કર્યું હોય, તેને નજીકના NSDL અથવા UTITSL ના પાનકાર્ડ સર્વિસ સેન્ટર જઈને લિંક કરાવી લો. જો આ પ્રમાણે તમે નહિ કરાવ્યું હોય તો તમારું પાનકાર્ડ ઈનઓપરેટિવ કરી દેવામાં આવશે.
IT વિભાગ દ્વારા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ડેડલાઇન ચુકી ન જતા ! 31 માર્ચ 2020 સુધીમાં પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવું ફરજીયાત છે. તમે તમારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા અથવા તમારા નજીકના NSDL અને UTITSL ના પાનકાર્ડ સર્વિસ સેન્ટરમાં જઈને બંનેને લિંક કરાવી શકો છો. તેની સાથે એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બંને પુરાવાને લિંક કરવા માટેની જાણકારી આપવામાં આવી છે.
સૌથી પહેલા તો તમારે UIDPAN12digit Aadhaar>10digitPAN> ફોર્મેટમાં એક SMS મોકલવો પડશે, તેના માટે બે નંબર આપવામાં આવ્યા છે, તેમાંથી કોઈ પણ એક નંબર પર તમે SMS કરી શકો છો. તે નંબર 567678 અને 56161 છે.
ત્યાર બાદ તમે e-filing પોર્ટલ દ્વારા પણ તેને લિંક કરી શકો છો. પરંતુ તેના માટે તમારે એક વેબસાઈટ પર જવું પડશે, તેની લિંક પણ અહીં તમને જણાવી છે, www.incometaxindiaefiling.gov.in
10 હજાર સુધીનો દંડ પણ આવી શકે : જો તમે 31 માર્ચ પહેલા તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક ન કરાવો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા પર 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારી શકે છે. તમારા પર તે દંડ નિષ્ક્રિય રીતે પાનકાર્ડ નંબરનો ઉપયોગ કરવાના આરોપમાં લાગી શકે. માટે બને ત્યાં સુધી ઝડપી તમારા પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવી લેવું.
આ નિયમો છે : નિયમો અનુસાર જો તમારું PAN નિષ્ક્રિય થઇ ગયું હોય, તો એવું માનવામાં આવશે કે તમે કાનુન હેઠળ PAN નથી આપ્યું. તો તેવામાં તમારા પર ઇન્કમ ટેક્સ વિભાગના એક્ટ ધારા 272B હેઠળ 10,000 રૂપિયાની દંડ લાગી શકે. એક્ટની ધારા 139A ના હેઠળ માંગવા પર PAN દેખાડવું અનિવાર્ય છે.
નહિ કરી શકો 50,000 રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન : જો તમે પાનકાર્ડને બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે અથવા તો ડ્રાયવિંગ લાયસન્સ એપ્લાય કરવા જેવી વસ્તુ માટે ઉપયોગ કરો છો, તો તમારા પર પેનલ્ટી નહિ લાગે. પરંતુ જો તમારી પાસે નિષ્ક્રિય પાનકાર્ડ હોય અને તમારા બેંક એકાઉન્ટમાં એવું કોઈ ટ્રાન્ઝેક્શન થાય અને તેના પર ઇન્કમ ટેક્સની નજર પડે તો તમારી મુશ્કેલી વધી શકે છે. જો તમારે તમારા બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા કરતા વધારે નાણા ઉપાડવા હોય તો બેંકમાં પાનકાર્ડ બતાવવું જરૂરી છે.