શું તમે જાણો છો કે વકીલો શા માટે હંમેશા કાળો કોટ જ પહેરે છે ? આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

👩‍🎓 શું તમે જાણો છો કે વકીલો શા માટે હંમેશા કાળો કોટ જ પહેરે છે ? 👩‍🎓

👩‍🎓 હેલો મિત્રો, આજના લેખમાં અમે તમને કહીશું કે શા માટે વકીલો કાળો કોટ પહેરે છે. ઘણા લોકો છે જેઓ  વિશે જાણતા નથી કે શા માટે વકીલો કાળા કોટ પહેરે છે. તેથી મિત્રો, વધુ માહિતી માટે છેલ્લે સુધી લેખ વાંચવાનું ચાલુ રાખો.Image Source :

👩‍🎓 મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે વકીલ શા માટે કાળો કોટ પહેરે છે ? લાલ, ગુલાબી, સફેદ, પીળા જેવા ઘણા બધા સુંદર રંગ પણ છે  પરંતુ વકીલો શા માટે  ફક્ત બ્લેક કોટ પહેરે છે. તો મિત્રો આવી રીતે કાળો કોટ વકીલો ઘણા વર્ષોથી પહેરતા આવ્યા છે. તો તેની પાછળ કંઈકને કંઈક  કારણ તો હશે. તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે.

👩‍🎓 તમે સન્ની દેઓલની સુપર હિટ ફિલ્મ દામિનીનો એક ફેમસ ડાયલોગ તો સાંભળ્યો હશેतारीख पे तारीख, तारीख पे तारीख, तारीख पे तारीख मिलती रही माय लॉर्ड, बस इन्साफ नहीं मिलताઅને લગભગ બધાને ડાયલોગ યાદ પણ હશે. સાથે તમને સન્ની દેઓલે પહેરેલ કાળો અને લાંબો  કોટ પણ યાદ હશે. ખરું ને Image Source :

👩‍🎓 વકીલની કાનૂની સલાહના કિસ્સામાં અથવા તમે કેસ લડવામાં પણ જોયા હશે. તમે વકીલોને  કાળા કોટમાં જોયા હશે. પરંતુ શું તમે ડ્રેસ વિશે જાણો છો ? તો મિત્રો આજે અમે તમને વકીલોના કાળા કોટ પહેરવાના કારણો જણાવવા જઇ રહ્યા છીએ.

👩‍🎓 બ્લેક કોટ્સ પહેરનારા વકીલો ફેશનેબલ નથી, પરંતુ  તેની પાછળની વાત છે કે વર્ષ 1327 માં, એડવર્ડ ત્રીજા દ્વારા વકીલાત શરૂ થઈ હતી અને તે સમયે પોશાકનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે બ્લેક કોટ હતો. તે સમય  સોનેરી લાલ ડ્રેસ અને બ્રાઉન ગાઉન રાખવામાં આવ્યો હતોતે સમયે ન્યાયાધીશને તેના માથા પર લાંબ વાળની વીક લગાવેલ હતીવકીલોને ચાર ભાગમાં વહેંચવામાં આવતો હતો. સ્ટુડન્ટ, પ્લીડર, બેન્ચર અને બેરીસ્ટર બધાના અલગ અલગ કાર્યો હતા.Image Source :

👩‍🎓 વર્ષ 1600 માં, ફરી વિચારણા કરવામાં આવી. તેઓ ૧૨ કાઉન્સિલરે જનતાના હિસાબે વકીલનો ડ્રેસ નક્કી કરવાનો હતો પછી તેમના દ્વારા   લાંબો અને કાળો  ડ્રેસ રાખવામાં આવ્યો. એવું માનવામાં આવતું હતું કે લાંબો કાળો ઝભ્ભો તેમના વ્યવસાયની ઓળખ છે અને આજ વસ્તુ વકીલોને બાકીના દરેક વ્યક્તિથી અલગ કરે છે.

👩‍🎓 વર્ષ 1694 માં જ્યારે રાણી મેરીનું અવસાન થયું ત્યારે તેના પતિ, કિંગ વિલિયમ્સે તમામ ન્યાયાધીશને અને વકીલોને બ્લેક ગાઉન્સ પહેરવા કહ્યું અને  પછી શોક ઉજવવાનો આદેશ આપ્યો હતો. તે ઓર્ડર ક્યારેય રદ કરવામાં આવ્યો નથી અને અત્યારથી લઇ આજ સુધી વકીલો લાંબા કાળો ગાઉન્સ પહેરે  છે.

👩‍🎓 વર્ષ 1961 માં, વકીલોના બ્લેક કોટ સામે એક કાયદો બહાર પાડવામાં આવ્યો હતો, જેના આધારે અદાલતમાં એટર્નીઝને વ્હાઇટ બેન્ડ ટાઇ અને બ્લેક કોટ પહેરેલા સફેદ શર્ટમાં આવવાનું કહેવામાં આવ્યું હતું.Image Source :

👩‍🎓 આજે, કાળો કોટ, જે વકીલોની ઓળખ છે, તેને સત્તા અને શક્તિનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે સફેદ બેન્ડ ટાઇને નિર્દોષતા અને શુદ્ધતાના પ્રતીક માનવામાં આવે છે

👩‍🎓 આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે કાળો રંગ અંધત્વનું પ્રતિક છે. મતલબ કોઈ આંધળો વ્યક્તિ હોય તો તે ક્યારેય કોઈ વસ્તુમાં ભેદભાવ કે પક્ષપાત નથી કરી શકતો તેવું કંઈક કાળો રંગ પણ દર્શાવે છે. વકીલો માટે પણ હંમેશા એવી જ આશા હોય છે  કે તે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખ્યા વગર ન્યાય કરે માટે તેમના ડ્રેસ કોડમાં કાળા રંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રશ્ન વિદ્યાર્થીઓની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. આ લેખ ગમે તો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોચાડવા માટે શેર જરૂર કરજો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment