મિત્રો દર મહિને 1000 રૂપિયા એટલે કે વર્ષના 12000 રૂપિયા લેવા માટે તમારે લાડલી બહેના યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અહીંયા અમે તમને યોજનાથી જોડાયેલી દરેક જાણકારી આપી રહ્યા છીએ.
મહિલાઓને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર થી લઈને રાજ્ય સરકાર સુધી અનેક યોજનાઓ ચલાવી રહી છે. તેમાંથી જ એક છે લાડલી બહેના યોજના (Ladli Behna Yojana). આ યોજના મધ્યપ્રદેશ સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે આ યોજના દ્વારા રાજ્યની પાત્ર મહિલાઓને ₹1,000 માસિક સહાયતા આપવામાં આવશે. આજે અમે તમને આ યોજના સંબંધીત દરેક જાણકારી આપીશું. જેમકે યોજનાનો લાભ કોણ લઈ શકે છે? ક્યાં કેમ્પ લાગે છે? ક્યારથી એકાઉન્ટમાં પૈસા આવશે? કેવાયસી વગેરે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વિસ્તારપૂર્વક.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેટલાક દિવસો પહેલા મહિલાઓને આર્થિક મદદ પ્રદાન કરવા માટે આ મહત્વાકાંક્ષી યોજનાનું એલાન કર્યું હતું. જણાવીએ કે 5 માર્ચથી મધ્યપ્રદેશની બહેન, દીકરીઓ અને વહુઓ માટે આ યોજનાનો શુભારંભ થઈ ચૂક્યો છે. યોજનામાં અરજી કરવા માટે 25 માર્ચ 2023 થી દરેક ગામડા અને શહેરમાં કેમ્પ પણ લાગવાના શરૂ થઈ ચૂક્યા છે. અરજી કર્યા બાદ જૂનથી દર મહિને મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા આવશે.
👉 આ મહિલાઓ કરી શકે છે યોજના માટે અરજી:- ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારની મહિલા લાડલી બહેના યોજના માટે પાત્ર હશે. 23 થી 60 વર્ષ સુધીની ઉંમર ધરાવતી મહિલા આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. મહિલાની પરિવારની વાર્ષિક આવક 2,50,000 થી ઓછી અને પાંચ એકર થી ઓછી જમીન હોવી જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ,પછાત વર્ગ અને જનરલ જ્ઞાતિની તમામ મહિલાઓ આ યોજના માટે પાત્ર હશે. આ યોજના હેઠળ વિધવા, છૂટાછેડા લીધેલ, ત્યજી દેવાયેલી મહિલાઓ પણ આ યોજના હેઠળ પાત્ર બનશે. કોઈપણ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતી મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
👉 આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી:- મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું કહેવું છે કે આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યની પ્રિય બહેનોએ મૂળ નિવાસ નું પ્રમાણપત્ર કે આવકનું પ્રમાણપત્ર આપવાની જરૂર રહેશે નહીં. જો કે, અરજી દરમિયાન નીચેના દસ્તાવેજો આપવાના રહેશે. પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધાર કાર્ડ, સભ્યનું સમગ્ર આઈડી, આધાર સાથે લિંક થયેલ બેંક ખાતું, મોબાઈલ નંબર, જન્મ પ્રમાણપત્ર.
👉 અરજી કરવા ની પ્રક્રિયા:- આ યોજનામાં અરજી કરવા માટે કોઈ ઓનલાઇન માધ્યમ નથી. તેના માટે દરેક શહેર અને ગામડામાં કેમ્પ લગાવવામાં આવશે. જ્યાંથી તમે અરજી ફોર્મ ભરી શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા ગામમાંથી જ અરજી કરી શકો છો. અરજી કરતી બહેનોએ કેમ્પમાં આવતા પહેલા સમગ્ર પોર્ટ પર તમારું આધાર ઈ-કેવાયસી કરાવી લેવું. અરજી કરતી મહિલાઓએ પોતે હાજર રહીને ફોટો પડાવવાનો રહેશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી