આ કુંડનું સાચું સત્ય આજ સુધી છે અકબંધ…. ડીસ્કવરી ચેનલ પણ નથી શોધી શકી રહસ્ય.. જાણો આ રહસ્ય
ભારત એક એવો દેશ છે જે પોતાની અદ્દભુત કળા, સંસ્કૃતિ, ભવ્ય ભૌગોલિક રચનાઓ, રહસ્યો અને ચમત્કારો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એટલું જ નહિ, પરંતુ અહીંનો ઈતિહાસ પણ ખુબ જ રહસ્યમય છે. જેમાં ઘણા બધા સ્થળો છે અને તેમાંથી જ એક છે ભીમ કુંડ. એક એવો કુંડ જેનું ઊંડાણ આજ સુધી કોઈ નથી માપી શક્યું. આ કુંડમાં એવા એવા ઐતિહાસિક રહસ્યો છે કે મોટામાં મોટા વૈજ્ઞાનિકો પણ તેને ઉકેલી શકતા નથી. તો ચાલો જાણીએ આ કુંડના રહસ્ય વિશે.
મિત્રો વિજ્ઞાન ગમે એટલી પ્રગતિ કરી લે, પરંતુ ભીમકુંડનું રહસ્ય હજુ કોઈ નથી જાણી શક્યું. આ કુંડ મધ્યપ્રદેશના છત્તરપુર જીલ્લાના બજના ગામમાં સ્થિત છે. આ કુંડ કઠોર ગુફા ચટ્ટાનો વચ્ચે બનેલી છે. પ્રાચીન સમયથી જ આ ગુફા એક સાધનાનું કેન્દ્ર રહ્યું છે. અહીં મોટા મોટા ઋષિ મુનીઓ અને તપસ્વીઓએ સાધના કરેલી છે. પરંતુ હાલમાં આ કુંડ ટુરિસ્ટ અને એક રીસર્ચનું કેન્દ્ર બની ગયું છે. ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે ભીમકુંડ એક શાંત જ્વાળા મુખી છે.
પૌરાણિક કથા અનુસાર ભીમકુંડની એક કથા મહાભારત કાળ સાથે જોડાયેલ છે. કહેવાય છે કે પાંડવો અજ્ઞાત વાસ માટે નીકળ્યા ત્યારે જંગલના રસ્તામાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા. ત્યારે દ્રૌપદીને તરસ લાગી, ત્યારે પાંચેય પાંડવોએ મળીને પાણીની શોધ શરૂ કરી. પરંતુ પાણી મળતું ન હતું. લાંબુ અંતર કપાયા બાદ દ્રૌપદીની તરસ વધી ગઈ. દ્રૌપદી સહીત બધા પાંડવોને તરસ લાગી અને પાણી ન મળવાને કારણે તેમની હાલત ખરાબ થવા લાગી.
ઘણું શોધ્યા બાદ પણ પાણી ન મળ્યું, ત્યારે ભીમે ગુસ્સામાં ગદા ઉઠાવી અને જમીન પર જોરથી મારી જેના કારણે જમીનમાંથી પાણી નીકળ્યું. તે પાણીથી દ્રૌપદી સહીત પાંચેય પાંડવોએ પોતાની તરસ બુજાવી. ત્યારથી જ આ કુંડ છે અને તે ભીમકુંડના નામે ઓળખાવવા લાગ્યો.
મિત્રો એક અન્ય પૌરાણિક કથા અનુસાર આ કુંડને નારદ કુંડ તેમજ નીલ કુંડ પણ કહેવામાં આવે છે. કથા અનુસાર એક વખત નારદજી આકાશમાં ફરી રહ્યા હતા. ત્યારે તેને એક મહિલા અને પુરુષ ઘાયલ અવસ્થામાં મળ્યા. નારદજીએ તેની દશાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ સંગીતના રાગરાગણી છે અને તેઓ ત્યારે જ ઠીક થશે, જ્યારે સંગીતકલામાં પારંગત ગાયક શામ ગાન ગાય.
નારદજી સંગીતકળામાં માહિર હતા, તેથી તેમણે શામ ગાન ગાવાનું શરૂ કરી દીધું. તેમનું મધુર ગીત સાંભળીને દેવતાઓ પણ ખુશીથી જુમી ઉઠ્યા. આ ગાયનથી વિષ્ણુ ભગવાન એટલા મંત્રમુગ્ધ થઇ ગયા કે તે જળમાં પરિવર્તિત થઇ ગયા. ત્યારથી આ જળ કુંડ બ્લુ રંગનું થઇ ગયું. ત્યારથી આ જળ કુંડ નીલ અને નારદ કુંડથી પણ ઓળખાય છે.
મિત્રો ભીમકુંડ એક ગુફાની અંદર સ્થિત છે અને તેનું પાણી એટલું ચોખું છે કે જ્યારે સુરજની કિરણો આ પાણીમાં પડે છે ત્યારે તેનું અનોખું રૂપ દેખાય છે. આ ઉપરાંત આ પાણીમાં ઘણા રંગો જોવા મળે છે. ભીમ કુંડનું પાણી એટલું સાફ અને પારદર્શી છે કે ઘણી ઊંડી વસ્તુઓ પણ ચોખ્ખી જોય શકાય છે. આ કુંડનું પાણી એટલું સ્વચ્છ છે કે તે પાણીની તુલના મિનરલ વોટર સાથે કરવામાં આવે છે. જેથી ભીમકુંડ પોતાની રીતે જ ખુબ અદ્દભુત લાગે છે.
ભીમકુંડનું સૌથી મોટું રહસ્ય તો એ છે કે આજ સુધી કોઈ પણ આ કુંડનું ઊંડાણ નથી માપી શક્યા. મોટામાં મોટા વૈજ્ઞાનિકો અને ગોતાખોરો પણ આ કુંડ કેટલો ઊંડો છે તે માપવામાં અસફળ રહ્યા છે. જ્યારે આ ભીમકુંડના રહસ્યની ખબર વિદેશી ચેનલને મળી ત્યારે ડીસ્કવરીની એક ટીમ ભારત આવી પહોંચી. ટીમ પોતાની સાથે ગોતાખોરોને પણ લાવી હતી. તેમણે ઘણી ડૂબકી લગાવી અને પ્રયાસો કર્યા પરંતુ તેઓ તે કુંડની લંબાઈ માપી ન શક્યા. તેઓ તેના રહસ્ય અને ઊંડાણને માપવામાં અસફળ રહ્યા.
મિત્રો આ કુંડનું બીજું રહસ્ય પણ છે. ઘણી વખત નદી કે તળાવમાં લોકો સ્નાન કરતા સમયે ડૂબી પણ જતા હોય છે, ત્યારે વ્યક્તિ મારી જાય છે પછી તેનું મૃતક શરીર ઉપર આવીને તરવા લાગે છે. પરંતુ ભીમકુંડમાં એવું નથી. આ કુંડ એટલો રહસ્યમય છે કે ક્યારેય કોઈ વ્યક્તિ આ પાણીમાં ડૂબીને મરી જાય તો ક્યારેય પણ તેનું મૃત શરીર ઉપર નથી આવતું. તે શરીર અદ્રશ્ય થઇ જાય છે અથવા ગુમ થઇ જાય છે.તે મૃત શરીર ક્યાં જાય છે તેનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું.
મિત્રો આ કુંડનું ત્રીજું રહસ્ય એ છે કે કોઈ પણ અનહોની કે મોટી પ્રાકૃતિક ઘટના બનવાની હોય ત્યારે તેના સંકેતો આ કુંડ અગાઉથી જ આપી દે છે. કોઈ પણ અનહોની બનતા પહેલા કુંડનું જળસ્તર અચાનક વધવા લાગે છે. તો સુનામી કે ભૂકંપ આવવાના સીધા સંકેતો મળે છે. સુનામી આવવાની હોય ત્યારે આ કુંડનું પાણી 15 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. અહીંના સ્થાનીય લોકોનું કહેવું છે કે આ કુંડના આધારે તેમને આપદાઓની ખબર પહેલાથી જ પડી જાય છે.
આ કુંડના ચોથા રહસ્ય વિશે ત્યાંના સ્થાનીય લોકોનું કહેવું છે કે આ રહસ્યમય ભીમકુંડનું પાણી ક્યારેય ઓછું નથી થતું. ભરપુર માત્રામાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ આ કુંડના પાણીનું સ્તર ક્યારેય નીચે નથી આવતું. ઘણી વખત શોધ પણ કરવામાં આવી પરંતુ પાણીના સ્ત્રોત વિશે કોઈ જાણી શક્યું નહિ. એટલું જ નહિ મિત્રો પાણીના સ્ત્રોતને તેમજ કુંડના ઊંડાણને જાણવા માટે પ્રશાસકોએ બહાર પાણીના પંપ લગાવ્યા અને પંપ દ્વારા પાણી બહાર લાવ્યા. ઘણા દિવસો તેમણે પાણીનું સ્તર ઘટાડવા માટે પંપથી પાણી બહાર કાઢ્યું પરંતુ પાણીના સ્તરમાં કોઈ ઘટાડો થયો નહિ.
ઘણી વખત ગોતાખોરો 80 ફૂટ ઊંડાણ પર ગયા ત્યાં તેમને જળની તેજ ધારાઓ મળી આવી જે સમુદ્ર સાથે જોડાયેલ છે તેવું અનુમાન લગાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેના ગર્તમાં બે કુંડ છે. જેમાં એકમાંથી પાણી નીકળે છે અને બીજામાં ભરાય છે.તેથી જ કદાચ કુંડમાં પાણીનો વહાવ તેજ રહે છે અને ક્યારેય પાણી ઘટતું નથી તેવું અનુમાન પણ લગાવવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google