શું તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટદેવને માનો છો?…. તો આ લેખ અવશ્ય વાંચો…
મિત્રો આપણા ભારતમાં લોકો દેવીદેવતાને ખુબ જ આસ્થાભેર માનતા આવે છે. જે હજારો નહિ પરંતુ લાખો વર્ષોથી આપણા દેશમાં દેવી અને દેવતાઓનું એક વિશેષ મહત્વ રહ્યું છે. કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિ એક સંસ્કારનું પ્રતિક માનવામાં આવે છે. આજે અમે મિત્રો તમને કંઈક એવી ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીને જે દરેક લોકોએ જાણવી અને સમજવી ખુબ જ આવશ્યક બની જાય છે.
મિત્રો દરેક હિંદુ પરિવાર કોઈને કોઈ દેવતા અથવા દેવીને માનતા હોય છે અને તેના પર અતુટ શ્રદ્ધા રાખીને તેનું પૂજન કરતા હોય છે. અલગ અલગ શ્રદ્ધા પ્રમાણે લોકો અલગ અલગ દેવની પૂજા કરતા હોય છે. તેવી જ રીતે અલગ અલગ દેવીઓનું પણ લોકો પૂજન કરતા હોય છે. મિત્રો એવું આપના શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો આ ઘોર કળીયુગમાં માત્ર એક જ વાર ભગવાનના નામનું સ્મરણ સાચા હૃદય અને માંથી લેવામાં આવે તો તેનું ફળ લાખો ગણું મળે છે. તો મિત્રો તમે પણ જો તમારા માતાજી એટલે કે કુળદેવી અથવા ઇષ્ટદેવને માનતા હોવ તો આ લેખ અવશ્ય વાંચો અને આગળ શેર પણ કરો.
આજે અમે કુળદેવી વિશે અને તેના મહિમા વિશે તમને માહિતગાર કરાવશું. મિત્રો આપણા સમાજમાં દરેક લોકોને પોતાના કુલ પ્રમાણે કુળદેવી અને ઇષ્ટદેવ હોય છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે કુળદેવી અને ઇષ્ટદેવના આશીર્વાદથી જ તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવી શકે છે. કેમ કે આપણા હિંદુધર્મમાં દરેક દેવતા અને દેવીનું એક વિશેષ અને આગવું મહત્વ છે. જે તેના ભક્ત માટે એક વરદાનરૂપ સાબિત થાય છે.
ઘણી વાર આપણે જોતા હોઈએ કે અમુક લોકો કરોડો રૂપિયા કમાતા હોય અને ખુબ પૈસા વાળા હોવા છતાં પણ સુખી નથી હોતા. તેનું કારણ ઘણી વાર એવું પણ બની શકે કે તમારા પરિવારમાં જે આધ્યાત્મિક વાતાવરણ રહેલું હોય તે કદાચ ખુબ જ કમાતા હોય તેવા પૈસાદાર લોકોના ઘરમાં ન હોય. જેના કારણે તેવા ઘરોમાં વધારે કંકાસ, ઝગડા, મતભેદ જેવી બાબતો બનતી હોય છે. જો તમે તમારા કુળદેવી અને દેવતાને પૂરી શ્રદ્ધાથી માનતા હોવ તો તમારા પરિવારમાં આધ્યાત્મિક તેજ અને સંતોષ જોવા મળે છે. આ એક સત્ય હકીકત છે. જેને લોકો દ્વારા ખુદ અનુભવવામાં આવ્યું છે.
મિત્રો કુળદેવી કે ઇષ્ટદેવના દર્શન કરવાથી શું ફાયદો થાય તે જાણીએ. જો તમે તમારા કુળદેવી અને ઇષ્ટદેવ પર શ્રદ્ધા રાખો અને વર્ષમાં એક વાર બંનેના દર્શન કરવા ફરજીયાત જવું જોઈએ. જો તમે વર્ષમાં માત્ર એક જ વાર જઈ શકતા હોવ દર્શન માટે તો પણ તમને એવું લાગશે કે આખી જિંદગીનો થાક ઉતરી ગયો. ગમે એટલું ટેન્શન અને ચિંતા હશે પણ તમારા કુળદેવીના દર્શન એક વાર કરો એટલે એક ખુશીનો અહેસાસ થવા લાગશે.
જિંદગીમાં અવારનવાર મુશ્કેલીઓ બધાને આવતી હોય છે. જેની સામે લડવું પડતું હોય છે. તો તેવું પરીસ્થિતમાં આપણે ઘણી વાર મુંજવણમાં મુકાઇ જતા હોઈએ છીએ. પરંતુ જો તમે કુળદેવીને પૂરી શ્રદ્ધા સાથે માનતા હોવ તો આવતી બધી જ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે અને માતાજી તમારી રક્ષા પણ કરશે.
ઘણી વાર આપણે મુશ્કેલીના સમયમાં ખોટા નિર્ણયો લઇ લેતા હોઈએ છીએ. તો તેવા સમયે પણ કુળદેવી અને ઇષ્ટદેવ આપણા માર્ગદર્શક બનીને આપણને ખોટો નિર્ણય લેતા રોકી લે છે. કેમ કે કુળદેવી અને ઇષ્ટદેવ ક્યારેય પણ પોતાના સાચા ભક્તને મુશ્કેલી નથી પડવા દેતા.
આપણે ઘણી વાર લોકોને એવું પણ કહેતા જોયા હોય કે આ દુનિયામાં બધી નસીબ હોય એ પ્રમાણે થતું હોય.તો મિત્રો તેવા લોકો માટે એવું જ કહેવું બહેતર રહેશે કે જ્યારે શરીર બીમાર પડે ત્યારે નસીબ પર છોડી દેવાય, હોસ્પિટલમાં દવા લેવા માટે ન જવાય. પરંતુ મિત્રો આપણી સંસ્કૃતિમાં બધી જ શક્તિપીઠો એક હોસ્પિટલ જ માનવામાં આવે છે. કેમ કે આપણા બધા જ દેવ સ્થાનોમાં જે શાંતિ અને સુખનો અહેસાસ થાય છે તે લગભગ તમને દુનિયાની કોઈ પણ જગ્યા પર નહિ થતો હોય. ઘણી વાર આપણે જોતા હોઈએ કે જે વ્યક્તિ આધ્યત્મ સાથે જોડાયેલો હોય તે ખુબ જ ખુશ નજર આવતો હોય છે. તો તેની પાછળનું માત્ર એક જ કારણ છે કે તેની ઉપર તેના ઇષ્ટદેવ કે તેના કુળદેવીની કૃપા છે. ઘણી વાર લોકો એવું પણ કહેતા હોય છે કે જીવન માટે દવા નહી પરંતુ દુવા કામ કરી જાય છે. તો આ વાક્ય બિલકુલ સાચું છે.
તો મિત્રો ઘણી વાર એવા પણ કિસ્સાઓ બનેલા છે જ્યાં કુળદેવીની કૃપા અને ઇષ્ટદેવની કૃપાથી જીવ પણ બચી ગયેલા છે. તો મિત્રો શું તમે પણ તમારા કુળદેવી અને ઇષ્ટદેવને સાચા હૃદયથી માનો છો ? તો કોમેન્ટમાં તમારા ઇષ્ટદેવ અને તમારા કુળદેવીનું નામ લાખો. જય માતાજી…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Helpful. Our Kuldevi is our Gotrajmata at our native village.
MY KULDEVI -NAGNESHVARI MA&GOGESHWAR MAHARAJ
Kuldevi Maa
Jay shri Umiya Mataji
Isthdev
Jay Swaminarayan