અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
📲 ફેસબુકમાં કરો આ રીતે પ્રાઈવસી સેટ અને પછી જુઓ કોઈ તમારી માહિતી જાણી નહિ શકે, તેમજ કોઈ તમારા ફેસબુક અકાઉન્ટને લાખ કોશિશો કરવા છતાં મોટાભાગે હેક પણ નહિ કરી શકે… 📲
💁 મિત્રો આજે અમે એક એવા ટોપિક પર ચર્ચા કરવા જઇ રહ્યા છીએ કે જેના વિશે સોસીયલ મીડિયા જેમ કે ફેસબુકનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ અવશ્ય જાણવું જોઈએ. મિત્રો આજ કાલ એવું બની શકે તમારું અકાઉન્ટ કોઈ હેક કરીને તે યુઝ કરવા લાગે અને તે સમસ્યા ખૂબ જ ગંભીર છે. તે તમારા ID નો ઉપયોગ કરીને સાઈબર ક્રાઈમ પણ કરી શકે છે.
💁 શું મિત્રો તમે જાણો છો કે તમારા ફેસબુક ID પર અપલોડ કરેલા ફોટોગ્રાફ્સ કેટલા લોકો જોઈ શકે છે. ઘણા લોકો તે ફોટોગ્રાફ્સનો મિસયુઝ પણ કરી શકે છે. મિત્રો આજે અમે તમને ફેસબુક ઉપર એવા સેટિંગ અને પ્રાઈવસી વિશે જણાવશું. જેના દ્વારા તમે ઈચ્છો તે જ વ્યક્તિઓ તમારા ફોટોગ્રાફ્સ જોઈ શકશે.
અને એટલું જ નહિ પરંતુ અમે એક એવું સેટિંગ જણાવશું કે જે ટૂલથી તો લગભગ બધા અજાણ હશે પરંતુ તે ટૂલની મદદથી તમે તમારું ફેસબુક અકાઉન્ટ એકદમ સેફ કરી શકશો. કોઈ તમારું અકાઉન્ટ હેક કરવાની લાખો કોશિશ કરશે તો પણ નહિ થાય અને જો કોઈ તમારું અકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન કરશે તો પણ તમને ઘરે બેઠા જાણ થઇ જશે કે કોઈ તમારું અકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
💁 મિત્રો ફેસબુકમાં અમૂક બેઝીક સેટિંગ તો લગભગ બધા જાણતા જ હશે. તેમ છતાં તેના પર એક નજર ફેરવી લઈએ ત્યાર બાદ એડવાન્સ સેટિંગ જાણીએ. તો મિત્રો બેઝીક સેટિંગ એટલે એવું સેટિંગ કે તેમાં સામન્ય વસ્તુઓ જેમ કે તમારું પ્રોફાઈલ કોણ જોઈ શકે તમારી ઇન્ફોર્મેશન જેવી કે બર્થ ડેટ, ઈ-મેઈલ એડ્રેસ, નંબર, જેન્ડર, સીટી વગેરે કોણ જોઈ શકે. તે બધું આવે તેનું સેટિંગ તમે આ રીતે બદલાવી શકો છે.
📱 સૌથી પહેલા તો તમારે ફેસબુક લોગઇન કરવાનું છે ત્યાર બાદ તમારે તમારું એકાઉન્ટમાં ABOUT નો ઓપ્શન્સ દેખાય તેમાં જવાનું અને તેમાં તમને તમારી જે તે પર્સનલ માહિતીની સામે EDIT નો ઓપ્શન્સ આપેલો હશે તેમાં જવાનું. ત્યાં સામે જમણી બાજુ જે બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાનું અને ત્યાં તમને પૂછશે કે તેની પ્રાઈવસી શું રાખવી છે ? public, friend કે પછી only me. જેમાં public રાખશો તો ફેસબુક યુઝ કરતો કોઈ પણ વ્યક્તિ તમારી તે ઇન્ફોર્મેશન જોઈ શકે અને friend કરશો તો માત્ર તમારા ફેસબુક મીત્રો જ જોઈ શકશે અને only me કરશો તો માત્ર તમે જ જોઈ શકશો.
📱 મિત્રો આ તો થયું બેઝીક સેટિંગ શું આટલું કરવાથી તમારું અકાઉન્ટ સેફ છે ? તો જવાબ છે ના, હજુ ઘણા બધા એવા સેટિંગ એવા છે કે જેનાથી આપને અજાણ છીએ. શું તમે જાણો છો કે તમને ટેગ કરતી પોસ્ટ કેટલા લોકો જોઈ રહ્યા છે. શું તમે જાણો છો કે તમારી Timeline પર તમે કેટલા લોકોને અનુમતિ આપી છે પોસ્ટ કરવા માટે. તો જાણો અને આજે જ તેનું સેટિંગ બાદલાવો.
📱 મિત્રો વાત કરીએ Timeline ની તો તે આપણી ઘરની દીવાલ જેવું છે. જેમ આપણે કોઈને અનુમતિ વગર આપણી દીવાલ પર કંઈ કરવા નથી દેતા એજ રીતે ફેસબુક પર પણ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ આપણી Timeline પર પોસ્ટ ન કરી શકે. Timeline નું સેટિંગ કરવા માટે સૌથી પેહલા ફેસબુક તમારા મોબાઈલમાં લોગઈન કરો. હવે જમણી સાઈડ ત્રણ આડા લીટા વાળો ઓપ્શન્સ હશે તે ઓપ્શન્સ ખોલો તેમાં Setting & Privacy કરીને ઓપ્શન્સ હશે તેમાં જાઓ. તેમાં Setting નો ઓપ્શન્સ હશે તેમાં જાઓ ત્યાર બાદ તેમાં Timeline & Tagging નો ઓપ્શન્સ હશે તેમાં જાઓ, અને જુઓ તેમાં ત્રણ મેઈન ઓપ્શન્સ બતાવશે.
1)Timeline:
2)Tagging:
3) Review :
👉 તેમાં પહેલો ઓપ્શન્સ છે Timeline. તેમાં બે ઓપ્શન્સ હશે.
- 🔖who can see post on your Timeline મતલબ તમારી Timeline પરની પોસ્ટ કોણ જોઈ શકે અને
- 🔖who can see what others post on your Timeline મતલબ તમારી Timeline પર બીજાની પોસ્ટ કોણ જોઈ શકે તો તેમાં ક્લિક કરશો એટલે friend અને only me નો ઓપ્શન્સ આવશે તેમાંથી તમે કોઈ પણને તમારી ઈચ્છા મુજબ સેટ કરી શકો છો.
📌 2) Tagging:
📌 ત્યાર બાદ બીજો ઓપ્શન્સ છે Tagging તો તેની અંદર પણ બે ઓપ્શન્સ આપેલા હશે 1)who can see posts that you’re tagged in on your Timeline ? એટલે કે કોઈ તમને તમારી Timeline પર એટલે કે સમય રેખા પર પર ટેગ થયેલા હોય પોસ્ટ કોણ જોઈ શકે, 2)when you’re taaged in post, who do you want to add to the audience of the post if they can’t already see it ? એટલે કે જ્યારે તમને ટેગ કરેલા ફોટા હોય તે પોસ્ટમ હોય તો કોને તમે ઉમેરવામાં માંગો છો. જો તેઓ અગાઉથી તેમાં નાં હોય તો તેમાં તમને friend અને only me નો ઓપ્શન્સ આવશે તેમાંથી તમે કોઈ પણ તમારે જે સિલેક્ટ કરવું હોય તે કરી દો.
💁 આ તો વાત થઇ Timeline અને Taggingની. પરંતુ હવે વાત કરીએ કે કોણ તમને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી શકે, કોણ તમારા ફોલોવર્સ ને જોઈ શકે, કોણ તમારી પોસ્ટ ને જોઈ શકે તો તેના માટે setting માં જાઓ અને તેમાં privacy setting પર જાઓ તેમાં દરેક ઓપ્શન્સ આવશે
💁 તેમાં your activitiy માં ત્રણ ઓપ્શન્સ હશે કે 1) who can see your future post, એટલે કોણ તમારી ભવિષ્યની પોસ્ટ જોઈ શકે, 2) limit who can see your past post, એટલે કોણ તમારી ભૂતકાળની પોસ્ટ જોઈ શકે, 3) who can see the people, pages and lists you follow, એટલે કોણ તમારૂ ફોલોનું લીસ્ટ જોઈ શકે. તેમાં ક્લિક કરશો એટલે તેમાં ઓપ્શન્સ આવશે તેમાં ક્લિક કરશો એટલે તમને પૂછશે public,friend, only me અને more નો ઓપ્શન્સ આવશે તેમાંથી friend ઓપ્શન્સ રાખવો જેથી બધા તમારી પોસ્ટ જોઈ ન શકે અને તેનો મિસયુઝ કોઈ ન કરી શકે.
👉 હવે તેમાં બીજો મેઈન ઓપ્શન્સ હશે how people can find and contact you તેની અંદર પણ આ રીતના ઓપ્શન્સ હશે.
👉 who can send me friend request ? તેમાં friends of friend કરી નાખજો. જેથી કોઈ અન્ય લોકો તમને રીક્વેસ્ટ ન મોકલી શકે માત્ર આપણા ફ્રેન્ડ્સ ના ફ્રેન્ડ જ મોકલી શકે
👉 who can see your friend list. તેમાં ફ્રેન્ડ્સ રાખી દો જેથી કોઈ અન્ય તમારું ફ્રેન્ડ લીસ્ટ ન જોઈ શકે.
આ આર્ટીકલમાં હજુ પણ એક મહત્વની વાત કહેવાની બાકી છે જે એમ છે કે “તમારું કોઈ ફેસબુક આઈડી અને તમારો પાસવર્ડ કોઈ જાણી લેશે તો પણ તે લોગ ઇન નહિ કરી શકે” એ પણ એક ફેસબુકનું બેસ્ટ, નવું અને મહત્વનું પગલું છે. શું એના વિશે તમારે જાણવું હોય તો કોમેન્ટમાં “NEXT” લખીને જણાવજો..
જેથી આ મહત્વનું સેટિંગ આવતા આર્ટીકલમાં જણાવી શકીએ..
આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
next
NEXT