અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
જાણો આગળના જન્મમાં તમે શું બનશો..
મિત્રો કહેવાય છે કે “અહીંના કર્યા અહીં જ ભોગવવા પડે છે.” તે વાત સાચી છે કે અહીં આપણે જેવા કર્મ કરીએ છીએ તેવું જ ફળ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો તે ફળ ત્યાં સુધી જ સીમિત નથી. તમને જણાવી દઈએ કે આપણા કરેલા કર્મોના આધારે જ આપણો આગલો જન્મ નક્કી થાય છે. આપણા કર્મોના પરિણામો આપણે આપણા આગળના જન્મમાં પણ ભોગવવા પડે છે. આપણા આ જન્મમાં કરેલા કર્મોના આધારે આપણા આગળના જન્મની યોની નક્કી થાય છે.
આજે તમે બધા મનુષ્ય છો, તો જરૂર તમારા પાછલા જન્મના કંઈક કર્મો રહ્યા હશે જેના કારણે તમને મુલ્યવાન મનુષ્ય અવતાર મળ્યો છે. ગરુડ પુરાણ અનુસાર મનુષ્ય યોની દરેક યોની માંથી સર્વશ્રેષ્ઠ યોની માનવામાં આવે છે. કારણ કે આ જ યોનીમાં રહીને આપણને મોક્ષ પ્રાપ્ત કરવાની તક મળે છે અને જીવન મરણની ઘટમાળ માંથી છુટકારો મળે છે. તો તેના આધારે આપણે કહી શકીએ કે પાછલા જન્મમાં જરૂર તમારા કોઈ સારા કર્મો રહ્યા હશે જેના કારણે તમને મનુષ્ય યોની મળી છે.
મનુષ્ય યોનીમાં આવતા જ વ્યક્તિ ભૌતિક કર્મમાં લાગી જાય છે અને ભોગી બનતો જાય છે. જેના કારણે તેને મોક્ષ નથી મળતો અને ઘણી યોનિમાંથી પસાર થવું પડે છે. હવે આપણને એવું થાય કે તે યોની ક્યાં આધાર પર નક્કી થાય છે. તો તેના પર મહર્ષિ વ્યાસ જણાવે છે કે “તે આપણા કર્મોના આધારે નક્કી થાય છે.” તેમજ મહર્ષિ વ્યાસ આગળ જણાવતા અમુક ઉદાહરણો પણ આપે છે કેવા કર્મો કરવાથી કંઈ યોની મળે છે. તો ચાલો જાણીએ કે કર્મોના આધારે આગલા જન્મમાં શું બનવું પડે છે તેની રોચક જાણકારી.
મહર્ષિ વ્યાસજી જણાવે છે કે, “જે મનુષ્ય પારકી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તેને ખુબ ભયાનક નર્કમાં જવું પડે છે, દંડ ભોગવવા પડે છે, તેમજ ઘણી યાતનાઓ અને વેદનાઓ તેમજ પીડા અને દુઃખો સહન કરવા પડે છે. એક પછી એક ઘણા જન્મ લેવા પડે છે અને અનેક યોનિમાંથી પસાર થઈને તે યોનીમાં પણ પીડા સહન કરવી પડે છે.
પર સ્ત્રી સાથે સંબંધ રાખનાર મનુષ્યને સૌથી પહેલા ભેડીયાની યોનીમાં જન્મ મળે છે, ત્યાર બાદ કુતરાની, પછી સાપ અને ત્યાર બાદ કાગડો. આવી રીતે અનેક યોનિમાંથી પસાર થતા થતા અંતે બગલાની યોનીમાં જન્મ લેવો પડે છે. અનેક યોનીમાં જન્મીને યાતનાઓ સહન કર્યા બાદ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.
જે વ્યક્તિ પોતાના મોટા ભાઈનું અપમાન કરે છે કુચ નામના પક્ષીની યોનીમાં જન્મ લેવો પડે છે અને જો તેના પર ભગવાનની કૃપા થાય તો તેને આગળના જન્મમાં ફરી પાછી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.
જે લોકો શસ્ત્ર વડે કોઈની હત્યા કરે છે તેને ગધેડાની યોની ત્યાર બાદ મૃગ અને માછલી જેવી યોનીઓ પ્રાપ્ત થાય છે અને તેમનું મૃત્યુ પણ શસ્ત્ર દ્વારા જ થાય છે.
જે વ્યક્તિ સોનાની ચોરી કરે છે તેને કીડા મકોડાનો અવતાર મળે છે. તેમજ જે લોકો ચાંદીની ચોરી કરે છે તે આગલા જન્મમાં કબુતર બને છે અને જે લોકો વસ્ત્રોની ચોરી કરે છે તેને પોપટની યોની મળે છે. જે લોકો સુગંધિત પદાર્થો વગેરેની ચોરી કરે છે તેને છછુંદરની યોની પ્રાપ્ત થાય છે.
દેવતાઓ અને પિતૃને સંતુષ્ટ કર્યા વગર મૃત્યુ પામનાર વ્યક્તિ 100 વર્ષ સુધી કાગડાની યોનીમાં રહે છે. માટે જ કહેવાય છે કે શ્રાધ કરતી વખતે કાગડાને અવશ્ય ખવડાવવું જોઈએ જેથી મૃત્યુગણને શાંતિ પ્રાપ્ત થાય અને જો આ ન કરવામાં આવે તો આગળનો જન્મ કાગડાનો આવે છે. ત્યાર બાદ કુકડો અને ત્યાર બાદ એક મહિના સુધી સાપનો અવતાર આવે છે ત્યાર બાદ તેના પાપનો અંત થયા બાદ ફરી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી