આપણે અક્સર એવી સ્કીમ વિશે જાણવા માંગતા હોઈએ છીએ જેમાં રોકાણ કરીને તમે પોતાની બચત સેવ કરી શકો. આ માટે તમે સરકારની ઘણી સ્કીમમાં પોતાના પૈસાનું રોકાણ કરી શકો છો. આજે અમે તમને સરકારની એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમારું રોકાણ ફક્ત ઓછુ અને મેચ્યોરીટી પર સારો નફો મળે છે. જો તમે પણ આ સ્કીમ વિશે વિસ્તારથી જાણવા માંગતા હો તમે આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ.
જો તમે ભવિષ્યમાં પોતાના માટે સારું ફંડ જમા કરવા ઇચ્છતા હોય તો બચત કરવી સૌથી સારો વિકલ્પ છે. બચત માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં રોકાણ કરીને તમે તમારા પૈસાને ઝડપથી વધારી શકો છો. આજે અમે તમને સરકારની એવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે દર મહિને અમુક રૂપિયાની બચત કરીને તમારા માટે મોટું ફંડ જમા કરી શકો છો. આ યોજનામાં જો તમે દર મહિને માત્ર 417 રૂપિયા જમા કરો તો મેચ્યોરિટી પર તમને 1 કરોડ રૂપિયા મળશે. સરકારની આ સ્કીમ સામાન્ય લોકો માટે ઘણી કામની છે. આ યોજનામાં રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો છો. આવો તમને જણાવીએ આ સ્કીમ વિશે.વાર્ષિક 7.1 ટકા મળે છે વ્યાજ:- અમે જે સ્કીમ વિશે તમને જણાવી રહ્યા છીએ તે પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડંડ ફંડ છે. આ યોજનામાં તમને 7.1 ટકાનું વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં તમને દર વર્ષે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો પણ ફાયદો મળે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષનો છે. જોકે, તમે તેને બે વખત 5-5 વર્ષ માટે વધારી પણ શકો છો. તેમાં રોકાણ કરનારાઓને ટેક્સ બેનિફિટ પણ મળે છે.
આ રીતે મેચ્યોરિટી પર મળશે એક કરોડ:- જો તમે આ યોજનામાં મેચ્યોરિટીના સમયથી એક કરોડ રૂપિયા જમા કરવા માંગતા હોય તો, તમારે આ પ્રકારનું રોકાણ કરવાનું રહેશે. તેમાં તમને વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા કરવાના રહેશે. જો કોઈ આ યોજનામાં રોકાણ શરૂ કરે છે તેને દર મહિને 417 રુપિયાનું રોકાણ એટલે કે, 12500 રૂપિયા જમા કરવાના રહેશે. આવું જો તે 15 વર્ષ સુધી કરે તો, તેનું કુલ રોકાણ 22.50 લાખનું થાય છે. મેચ્યોરિટીના સમયે તમને 7.1 ટકા વાર્ષિક વ્યાજથી કમ્પાઉન્ડનો પણ લાભ મળે છે.તેનાથી મેચ્યોરિટીના સમયે તમને વ્યાજના રૂપમાં 18.18 લાખ રૂપિયા મળી જાય છે. એવામાં તમને કુલ 40.68 લાખ રૂપિયા મળી જાય છે. રોકાણકારો પાસે 15 વર્ષની મેચ્યોરિટીનો સમય પૂરો થયા પછી તેમાં 5 વર્ષના વિસ્તારનો વિકલ્પ રહે છે. જો કોઈ આવું કરે છે તો 20 વર્ષ સુધી વાર્ષિક 1.5 લાખ રૂપિયા જમા કરીને તેનું ફંડ 66 લાખ રૂપિયા થઈ જાય છે. જો અહીં પણ આગળના 5 વર્ષ માટે તમે વાર્ષિક 1.5 લાખ રુપિયાનું રોકાણ કરવાનું શરૂ રાખો છો 25 વર્ષ પછી તમારું પીપીએફ બેલેન્સ લગભગ એક કરોડ રૂપિયા થઈ જાય છે.
પીપીએફમાં તમને ગેરેંટેડ રિટર્ન મળે છે. આ યોજનામાં રોકાણ કરીને તમે ટેક્સ બેનિફિટ પણ મેળવી શકો છો. આ યોજનામાં કોઈ પણ પોસ્ટ ઓફિસમાં પીપીએફમાં અકાઉન્ટ ખોલી શકે છે. આ અકાઉન્ટને માત્ર એક વ્યક્તિ જ ખોલી શકે છે. એનઆરઆઇ પણ તેમાં અકાઉન્ટ ખોલી શકતા નથી. આમ આ ફંડમાં રોકાણ કરીને તમે 25 વર્ષમાં એક કરોડ રૂપિયા મેળવી શકો છો. તેમજ અહી વ્યાજ દર પણ સારો છે. જે તમને ભવિષ્યમાં ફાયદો આપે છે. આમ સરકારની આ સ્કીમ દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી