મિત્રો આજે અમે જે ઘટના વિશે જણાવશું તે એક સત્ય ઘટના છે. માટે આ લેખને ધ્યાનથી વાંચો. આ લેખને વાંચ્યા બાદ લગભગ બધા જ લોકો જંક ફોડ ખાતા પહેલા 100 વાર વિચાર કરશે. કેમ કે બ્રિટનમાં એક 17 વર્ષના છોકરા સાથે જે ઘટના બની છે તે ખુબ જ ભયાનક છે. જેની પાછળનું સાચું કારણ માત્રને માત્ર જંક ફૂડ છે. તો જાણો શું બન્યું હતું એ છોકરા સાથે.
જાણવા મળ્યું છે કે બ્રિટનમાં રહેતા એક 17 વર્ષના છોકરાની આંખોની રોશની ચાલી ગઈ છે અને સાથે તેને સંભળાતું પણ ઓછું થઇ ગયું છે. તેની પાછળનું કારણ ખુબ અજીબ છે. કેમ કે આ છોકરો છેલ્લા 10 વર્ષથી ચિપ્સ, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ સિવાય બીજું કંઈ પણ ખાતો ન હતો. આ સિવાય તેણે ક્યારેક હેમ અને વ્હાઇટ બ્રેડ ખાધી હતી. તેનો અર્થ કે તેણે છેલ્લા દસ વર્ષથી જંક ફૂડ પર જ પોતાનું જીવન કાઢ્યું છે. તેણે પ્રાઈમરી સ્કૂલ પાસ કરી અને પછીથી આ આદત તેને લાગી ગઈ હતી. આ બાળકની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બ્રિસ્ટલ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરોનું એવું કહેવું છે કે, બ્રિટનમાં આ સૌથી પહેલો કેસ છે. અત્યારે તો આ છોકરાને બ્રિસ્ટલ આઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ છોકરાની જે ડોક્ટર સારવાર કરે છે તેનું કહેવું એવું છે કે, આ છોકરો છેલ્લા દસ વર્ષથી પોતાના ખાનપાનમાં માત્ર જંક ફૂડ જ ખાય છે. તેણે ફળ કે શાકભાજી ખાધા જ નથી. આ ઉપરાંત તેણે ઘણા ફળો અને શાકભાજીના રંગ કે સ્વાદ પણ તેને પસંદ ન હતા. આથી ચિપ્સ અને પ્રિન્ગલ્સ જ તેનો ખોરાક બની ગયો હતો. આથી તેને અવોઇડેન્ટ રિસ્ટ્રિક્ટિવ ફૂડ ઇન્ટેક ડિસઓર્ડર થઇ ગયો. જેને આપણી ભાષામાં જરૂરથી વધુ ખાવું એમ કહી શકાય.
આ બધા ફ્રૂડમાં શુગર અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જેની અસર સાંભળવાની શક્તિ અને હાડકાં પર પડે છે અને શરીરનો એ ભાગ નબળો પડી જાય છે. વ્યક્તિનું વજન, હાઈટ અને બીએમઆઈ પણ સામાન્ય રહે છે. ઈટિંગ ડિસઓર્ડરના કારણે આ છોકરાની આવી હાલત થઈ ગઈ છે, જે સામાન્ય રીતે તેની ઉંમરના છોકરાઓમાં નથી હોતી. આથી તેને વિટામિન સપ્લીમેન્ટ અપાય છે અને તેને મેન્ટલ હેલ્થ ટીમની અંદર રાખવામાં આવ્યો છે. આ સિવાય આ છોકરાની આંખોની વચ્ચે બ્લાઇંડ સ્પોટ થઈ ગયા છે અને ઓપ્ટિક નર્વના ફાઈબર પણ નષ્ટ થઇ ગયા છે. જેને કારણે તેણે ફરીથી આંખની રોશની મળે તેવી સંભાવના નથી. આ ઉપરાંત ડોક્ટર એટનનું કહેવું છે કે માતા-પિતાએ બાળકોના ખાવા-પીવાની આદત પર નજર રાખવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિથી બાળક બચી શકે છે. સતત જંક ફ્રૂડ ખાવાથી આ છોકરાના શરીરમાં અનેક વિટામીનો પણ ઓછા થઈ ગયા છે. ડોક્ટર એટમના કહેવા મુજબ તેનાં શરીરમાં વિટામિન 12 ઘણું ઓછું છે. આ સિવાય અમુક જરૂરી વિટામિન – મિનરલ જેમ કે કોપર, સેલેનિયમ અને વિટામિન ડી નું પ્રમાણ પણ ઓછું છે. જેના કારણે આંખોને સાથે જોડનારી ઓપ્ટિક નર્વને નુકસાન થયું છે અને આંખોની રોશની જતી રહી.
આ સત્ય ઘટના પરથી એવું સાબિત થાય કે કોઈ પણ બાળકને બાળપણમાં બધા જ ફાસ્ટફૂડ અને જંક ફૂડથી દુર રાખવા જોઈએ. આ બાબતની સૌથી પહેલી તકેદારી બાળકના માતાપિતાએ રાખવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google