બોલીવુડની મશહુર એક્ટ્રેસ જુહી ચાવલા હાલ પોતાની ફિલ્મેને લઈને નહિ, પરંતુ કંઈક અલગ કારણથી જ ચર્ચામાં છે. જુહી ચાવલા એ દિલ્હી હાઈ કોર્ટમાં 5G મોબાઈલ નેટવર્ક વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજી દાખલ કરતા જુહી ચાવલા એ કહ્યું છે કે, 5G મોબાઈલ નેટવર્કથી થતા રેડીએશનથી માણસ અને પ્રાણીઓના જીવનને જોખમ છે.
આથી 5G મોબાઈલ નેટવર્ક પર પ્રતિબંધ લાગવવો જરૂરી છે. પરંતુ જુહીની આ અરજીને હાઈ કોર્ટ દ્વારા નકામી ગણતા કહ્યું છે કે, ‘પબ્લિસિટી સ્ટંટ’ ગણાવ્યું છે અને જુહી સહીત 2 અન્ય લોકો પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. SEE THIS VIDEO
હવે જુહી ચાવલાએ પોતાનો એક 15 મિનીટનો વિડીયો શેર કર્યો છે અને એવો દાવો પણ કર્યો છે કે, તેમની આ અરજી પબ્લિસિટી સ્ટંટ નથી. જુહી એ પોતાના ઓફિશિયલ instagram એકાઉન્ટ પર વિડીયો શેર કરતા ફરી એક વખત દાવો કર્યો છે કે, 5G મોબાઈલ ટેકનોલોજીથી માણસ અને પશુ-પક્ષીઓના જીવને ખતરો છે. આ વિડીયો શેર કરતા જુહી એ લખ્યું છે કે, ‘આ સમયની વાત છે. હું તમને નિર્ણય કરવા આપીશ કે, શું આ પબ્લિસિટી સ્ટંટ છે ? જોઈ લો જુહીનો આ વિડીયો.
જુહી એ પોતાના વિડીયોમાં કહ્યું છે કે, તે ટેકનીકલ વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ સરકાર અને અધિકારીઓને જણાવવા માંગે છે કે, આ ટેકનોલોજી સુરક્ષિત છે. આ માટે જુહી એ પોતાના ઘણા પ્રકારના તર્ક પણ રજુ કર્યા છે. જુહીએ કહ્યું કે, જુન મહિનામાં કોર્ટમાં તેની સાથે જે પણ થયું તેનાથી તેને ઝટકો લાગ્યો છે.
તેણે કહ્યું કે, મહારાષ્ટ્રના એક ખેડૂતોના સમૂહ એ તેના સમર્થનમાં અને તેના પર લગાવવામાં આવેલ દંડ માટે 10 હજાર રૂપિયાની રકમ ભેગી કરી છે.
આમ જુહીએ પોતાના વિડીયો દ્વારા લોકોને 5G મોબાઈલ ટેકનોલોજી વિશે પોતાના તર્ક રજુ કર્યા છે જેમાં તેણે તેનાથી માણસ અને પ્રાણીઓને શું નુકશાન થશે તેના વિશે વાત કરી છે. જો કે હાલ તો જુહી ચાવલાને દંડની રકમ જમા કરવાની છે. જેમાં જુહી એ પોતાનો તર્ક રજુ કર્યો છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી