આ રહસ્યમય મંદિરમાં ચોમાસા પહેલા જ ખબર પડી જાય છે કે કેટલો પડશે વરસાદ, તેના પુજારી એ કહ્યું આ વર્ષે પડશે આટલો…

મિત્રો આ દુનિયામાં ઘણા એવા ચમત્કાર બનતા હોય છે કે જેના વિશે જાણીને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવું જ એક મંદિર છે જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું, તેના ચમત્કાર વિશે જાણીને તમને હેરાન થઈ જશો. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ઉત્તરપ્રદેશમાં એક એવું મંદિર છે જ્યાં ચોમાસું આવતા પહેલા જ પાણી પડવા લાગે છે. જેના દ્વારા લોકોને ચોમાસું બેસવાની જાણ થાય છે. એટલું જ નહિ પણ મંદિરમાં પડતા પાણીના ટીપાથી એ પણ જાણ થઈ જાય છે કે ચોમાસામાં વધુ વરસાદ થશે કે ઓછો. આ અનોખું મંદિર ઉત્તરપ્રદેશના કાનપુર જીલ્લામાં આવેલ છે. ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે, ચોમાસું આવતા પહેલા જ મંદિરની છતમાંથી પાણીના ટીપા પડવા લાગે છે. ત્યાર પછી થોડા દિવસોમાં જ વરસાદનું આગમન થાય છે.વરસાદ થાય ત્યારે પાણીના ટીપા નથી પડતા :

આ મંદિર કાનપુર જીલ્લાના ભીતર ગામ સ્થાનથી બરાબર ત્રણ કિલોમીટર દુર બેહટા ગામમાં સ્થિત છે. આ એક પ્રાચીન મંદિર છે અને ત્યાં ભગવાન જગન્નાથની પૂજા કરવામાં આવે છે. દુર દુરથી લોકો ત્યાં આવીને ભગવાન જગન્નાથની પૂજા કરે છે. જ્યારે ભર ઉનાળે ત્યાં અચાનક મંદિરની છતમાંથી પાણીના ટીપા પડવા લાગે છે અને જેવી વરસાદની ઋતુ શરુ થાય છે તેવા જ ટીપા પડવાનું બંધ થઈ જાય છે.

મંદિરના પૂજારીએ આ વિશે જણાવ્યું છે કે, આ મંદિર 5 હજાર વર્ષ જુનું છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર, અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. આ સિવાય મંદિરમાં પદ્મનાભમની પણ મૂર્તિ સ્થાપિત છે. ત્યાં વર્ષોથી છતમાંથી પડતા પાણીના ટીપાથી ચોમાસું શરૂ થવાની જાણ થઈ જાય છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે, આ મંદિરની છતમાંથી પડતા પાણીના ટીપાને જોઈને જ વરસાદનો અંદાજ કાઢવામાં આવે છે. જો ટીપા વધુ પડ્યા તો સમજી લો કે વરસાદ પણ વધુ થશે.આ મંદિરની છતમાંથી જો ટીપા ઓછા પડ્યા તો એવું માનવામાં આવે છે કે વરસાદ ઓછો થશે. જ્યારે વધુ પડવાથી એવું માનવામાં આવે છે કે, વરસાદ વધુ થશે. જ્યારે આ વર્ષે ચોમાસાને લઈને પુજારીએ કહ્યું છે કે, આ વર્ષે વરસાદ ઓછો થશે. કારણ કે બે દિવસથી નાના ટીપા ટપકી રહ્યા છે.

જગન્નાથ મંદિર પુરાતત્વના આધીન છે અને તેની દેખભાળ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પુરાતત્વ વિભાગ કાનપુરના એક અધિકારીના કહ્યા અનુસાર મંદિરનું પુનઃનિર્માણ 11 મી સદીની આસપાસ કરવામાં આવ્યું હતું. મંદિર 9 મી સદીનું હોય શકે છે. આ વિશે શોધ ખોળ કરવા માટે ત્યાં ઘણા વૈજ્ઞાનિક અને પુરાતત્વ વિશેષજ્ઞ ઘણી વખત આવ્યા છે. પરંતુ હજુ સુધી આ રહસ્ય વિશે કોઈને કંઈ જાણ નથી થઈ.

કોણ છે ભગવાન જગન્નાથ :

ભગવાન જગન્નાથને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને જ જગન્નાથના નામથી ઓળખવામાં આવે છે અને તેનું ભવ્ય મંદિર ઓડિશા રાજ્યના પૂરી શહેરમાં છે. જ્યારે કાનપુરમાં સ્થિત આ મંદિરમાં પણ ભગવાન જગન્નાથની પૂજા કરવામાં આવે છે. પુરીમાં નીકળતી જગન્નાથ રથયાત્રા દરમિયાન કાનપુર સ્થિત આ મંદિરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે લોકો દુર દુરથી આવે છે.

આમ ભગવાન જગન્નાથ મંદિરનું આ અનોખું મંદિર પોતાના ચમત્કારને લઈને ઘણું જ પ્રખ્યાત છે. તેમજ આ મંદિરમાં પડતા પાણીના ટીપા પરથી વરસાદની આગાહી જાણી શકાય છે. આ સદીયો જુના મંદિરમાં શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે અને આ અનોખા મંદિરના દર્શન કરીને પોતાના મનને પવિત્ર કરી લે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment