મિત્રો હાલમાં ભારતમાં ઈસરોના ચીફ ડો. કે. સિવાનના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. તેમના કાર્ય માટે આજે ભારત સહીત દુનિયાના બીજા દેશો પણ તેની વાહવાહી કરી રહી છે. કેમ કે તેના કામને લોકોએ ખુબ જ બિરદાવ્યું હતું. કેમ કે ઈસરો દ્વારા ચંદ્રયાન-2 ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું અને લેન્ડીંગ સમયે જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જેને લઈને ઈસરો સહિતના આખા દેશમાં એક નિરાશા વ્યાપી ગઈ હતી. ત્યાર બાદ સવારના સમયે નરેન્દ્ર મોદી ઈસરો પહોંચ્યા હતા અને એ સમયે સિવન પોતાની ભાવુકતા છુપાવી શક્ય ન હતા. તે ખુબ જ ભાવુક બનીને રડવા લાગ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ તેમણે આશ્વાસન આપ્યું અને પીઠ થાબડી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લોકોએ ખુબ જ પ્રોત્સાહન આપ્યું હતું. તો આજે અમે તમને ઈસરોના ચીફ ડો. કે. સિવન વિશે થોડી માહિતી જણાવશું. જેમાં તેનું અત્યાર સુધીના જીવન સફરમાં શું બન્યું તેની થોડી માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જે દરેક યુવાન અને દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વની બાબત છે. જેનો સફર ખુબ જ કઠીન હતો અને તેવા સમયમાંથી બહાર આવીને ઈસરોને ચીફ બન્યા હતા. તો ચાલો જાણીએ તેની આખી ઘટના વિશે.
મિત્રો ઈસરો ચીફ ડો. કે. સિવનનો જન્મ એક ગરીબ અને ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ઈસરોના ચીફ બન્યા ત્યાં સુધીનો સફર ખુબ જ સંઘર્ષ સાથે પસાર કર્યો છે. મિત્રો કે. સિવનનું પૂરું નામ છે, કૈલાસવાદિવુ સિવન છે. કે સિવનનો જન્મ તમિલનાડુ રાજ્યના કન્યાકુમારી જીલ્લાના મેલા સરક્ક્લવિલાઈ નામના ગામમાં થયો હતો. તમને જણાવી દઈએ કે કે. સિવનના પિતાને કેરીનો બગીચો હતો.
કે. સિવન તેની નાની ઉમરમાંથી જ પિતાની દરેક કામમાં મદદ કરતા. કેમ કે આર્થિક સ્થિતિ એવી ન હતી કે સિવન પિતા ખેતીકામ કરાવવા મજુરોને રાખી શકે. આથી સિવને ખેતી કામ પણ કરવું પડ્યું હતું. સિવન દ્વારા પણ કોલેજની રજાઓમાં ઘર પર આવતા ત્યારે તેમણે પણ પિતા સાથે ખેતરમાં જવું પડતું. એક ખેતી કામમાં કરવામાં આવતા તમામ કામો તેમણે કરેલા છે. કેરીની ખેતી માટે બાપ દીકરો બંને ખુદ જ મહેનત કરતા હતા. પોતાના એક ઈન્ટરવ્યૂમાં કે. સિવન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક વાત સામાન્ય છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય તે ખુદની ઈચ્છા અનુસાર કોલેજ કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ મારા પિતાજીની ઈચ્છા એવી હતી કે, હું કોલેજ અને ઘર બંને નજીક થાય એવી કોલેજમાં પ્રવેશ મેળવું. જેના કારણે હું કોલેજ પણ કરી શકું અને ખેતીકામમાં મદદ પણ કરી શકું. પરંતુ કોલેજથી આવીને સીધો જ અમારી કેરીની વાડી પર કામ કરવા માટે જતો.
પરંતુ તેનાથી પણ આશ્વર્ય અને જાણવા જેવી બાબત તો એ છે કે, સિવને મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં પહેલી વાર પગ મુક્યો ત્યારે તેમણે ચપ્પલ પણ પહેર્યા ન હતા. તેમણે કોલેજમાં અભ્યાસ કર્યા પહેલા ચપ્પલ વગર જ બધી જગ્યાઓ પર જતા હતા. કેમ કે તેમણે પરિવાર પાસે ચપ્પલ ખરીદી શકે તેવી સ્થિતિ ન હતી. ચપ્પલ તો સમજ્યા, પરંતુ તેમણે પોતાની આખી કિશોરાવસ્થા ત્યાંના પારંપરિક પોશાકમાં વિતાવી હતી. જેમાં તેવો ધોતી જ પહેરતા હતા. પરંતુ તેમ છતાં ડો. કે. સિવન જણાવે છે કે હું એક ખેડૂત પુત્ર છું અને મારા માતા-પિતાએ ક્યારેય પણ મને ભૂખ્યો સુવડાવ્યો નથી. ઘરમાં આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. પરંતુ અમારા માતા-પિતા અમારા ત્રણેય સમયનું જમવાનું ખાસ ધ્યાન રાખતા હતા. ત્યાર બાદ સિવન અભ્યાસ વિશે પણ વાત કરે છે. જેમાં સિવન જણાવે છે કે, “મારે એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા હતી. પરંતુ મારા પિતાજી મારા અભ્યાસ માટે એટલી ફી ભરી શકે તેમ ન હતા. પરંતુ મેં એન્જિનિયરિંગ કરવા માટે આખું અઠવાડિયું ઘરમાં જિદ્દ કરી. પરંતુ આખરે મારે પિતાએ જે વિચાર્યું હતું એવું જ થયું અને મારે બેચલર ઓફ સાયન્સમાં અભ્યાસ કરવો પડ્યો. જેમાં સિવને ગણિત સાથે સાયન્સમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
મિત્રો સિવનના પિતાએ દીકરાને અભ્યાસ માટે કોઈ ખામી રાખી ન હતી. તેનાથી જે થતું હતું એ બધું તેમણે કર્યું હતું. આ બાબતને લઈને સિવન એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે, એક એવું બન્યું કે અચાનક જ મારા પિતા મારી પાસે આવ્યા. તેમણે મને કહ્યું કે, તારે જે ભણવું હતું તેના માટે મેં તને અટકાવ્યો છે, પરંતુ હવે આગળ એવું નહિ બને. મને પણ ખબર છે કે તારે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની વધારે ઈચ્છા છે અને હું તારા અભ્યાસ માટે મારી આ જમીન પણ વહેંચી દઈશ. પરંતુ મિત્રો સિવનના પિતાએ એવું કર્યું પણ ખરું. તેમણે પોતાની જમીન વહેંચી દીધી.
ત્યાર બાદ સિવન જણાવે છે કે, “મેં બી. ટેક.(બેચલર ઓફ ટેકનોલોજી) અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી શોધવા માટે દિવસ અને રાતને એક કરી નાખ્યા હતા. કેમ કે તે સમયના ભારતમાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ખુબ જ મર્યાદિત નોકરીઓ મળતી હતી. જેમાં આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને નેશનલ એરોનોટિક્સ લિમિટેડ નોકરી મળતી હતી. પરંતુ સિવનને આ બંને જગ્યા માંથી એક પણ જગ્યાએ નોકરી મળી ન હતી. પરંતુ ત્યાર બાદ સિવને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મિત્રો સીવણ પોતાની જોબ વિશે જણાવતા કહે છે કે, મારે સેટેલાઈટ સેન્ટરમાં જોડાવું હતું, પરંતુ મારે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં જોડાવું પડ્યું. ત્યાર બાદ મારે એરોડાયનેમિક્સ ગ્રૂપ જોઈન્ટ જોઈન કરવું હતું, પરંતુ હું PSLV પ્રોજેક્ટમાં જોડાયો. સિવને જણાવ્યું કે મારે અત્યાર સુધીમાં જે જોઈતું હતું તેવું ક્યારેય પણ મળ્યું ન હતું. પરંતુ મને જે જગ્યા પર નોકરી મળી ત્યાં મેં મારું વર્ચસ્વ અર્પણ કરી દીધું છે. હું બધી જ જગ્યાઓ પર દિલથી જ કામ કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ.
મિત્રો આ વ્યક્તિએ પોતાની સંઘર્ષની દરેક પળને ટક્કર આપીને પરિસ્થિતિ અનુસાર તેમાં એકાગ્ર થયા છે. પરંતુ તેમને ચંદ્રયાન-2 માં નિષ્ફળતા મળી તેનું ખુબ જ દુઃખ થયું હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આપણને જોવા મળે છે. પરંતુ આ વ્યક્તિ એક દિવસ ભારતને ખુબ જ મોટી સફળતા આપશે તેવી આશા આખા ભારત દેશના વાસીઓએ જતાવી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google