મિત્રો જયારે આપણે પૈસાનું રોકાણ કરીએ છીએ ત્યારે ઘણીવખત યોજના બનાવતા નથી. અથવા તો તેના વિશે આપણી પાસે કોઈ માહિતી નથી હોતી. પણ જો તમે પૈસાની બચત અથવા તો રોકાણ કરો છો ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખો તો તમને કોઈ મુશ્કેલી નહિ થાય.
પ્લાન બનાવીને ઇન્વેસ્ટ કરવામાં સમજદારી:- દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે નાની-મોટી બચત દ્વારા ભવિષ્ય માટે ફંડ ભેગું કરે, જેથી આગળ જતાં વિત્તિય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. લોકો તેના માટે ખર્ચાઓમાં કટૌતી કરે છે, પરંતુ ઘણી વખત અચાનક આવેલા ભારે-ભરખમ ખર્ચાઓની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. કોરોના કાળમાં આ વાતને લગભગ દરેક માણસ સમજી ચૂક્યા છે. અમે તમને અમુક ખાસ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને તમે જો રોકાણ કે બચત કરતાં સમયે અજમાવશો, તો તમને કોઈ પણ ફાઈનાન્શિયલ મુશ્કેલીઓથી છૂટકારો મળી શકે છે અને તમે ભવિષ્ય માટે પૈસા જમા કરી શકો છો.
1) વધારે રિટર્ન આપનાર વિકલ્પમાં પૈસા લગાડો:- સૌથી પહેલા વાત કરી લઈએ રોકાણની. તો જો તમે માત્ર એફડી કે પીપીએફ જેવા પારંપારિક રોકાણના વિકલ્પોમાં રોકાણ કરતાં હોય તો, ધ્યાન રાખો આ યોજનાઓ પર સામાન્ય રીતે એક જ પ્રકારનું રિટર્ન મળે છે. એવામાં તમારે રોકાણના એવા વિકલ્પ પર ધ્યાન આપવું જોઈએ જ્યાં વધારે રિટર્ન મળતું હોય. જેમકે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી દ્વારા રોકાણથી ફાયદો થઈ શકે છે.2) રોકાણ પહેલા પૂરતી તપાસ:- તમારે તમારા માટે ફંડ ભેગું કરવા માટે મોટાભાગે એવી જ સ્કીમ પર પોતાની સેવિંગ્સને ખર્ચ કરવી જોઈએ, જ્યાં ગેરેંટેડ અને સારા રિટર્નની આશા હોય. એવામાં જો તમે શેર બજારમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય, તો કોઈ પણ કંપની કે બ્રાન્ડના શેરમાં રોકાણ કરતાં પહેલા તે કંપની ના કારોબાર વિશે તપાસ કરી લેવી. તેના રિટર્નના ડેટા પર જરૂર નજર નાખવી.
3) સમયસર અને નિયમિત રોકાણ કરવું:- જો તમારે આર્થિક રૂપથી સમૃદ્ધ થવું હોય, તો તેના માટે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફંડ ભેગું કરવા વિશે વિચારવાનું રહેશે. એ વાતનું ધ્યાન રાખવું કે, જે ઝડપે મોંઘવારીએ વધી રહી છે, તમારૂ રોકાણ પણ તે હિસાબથી જ કે તેનાથી વધુ રિટર્ન આપવામાં સક્ષમ હોય. અહીં એક બીજી વાત ગાંઠ મારી લેવી કે, રોકાણ વિશે માત્ર વિચાર ન કરતાં રહેવું, જેટલું જલ્દી રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલું વધારે રિટર્ન મેળવશો. આ રીતે તમે ફંડ ભેગું કરવામાં અને ફાઈનાન્શિયલી ફિટ રહેવામાં સક્ષમ રહેશો.
4) લક્ષ્ય બનાવીને કરો પૈસાને ઇન્વેસ્ટ:- વેલ્થ ક્રિએટ કરવાની સૌથી સારી રીત એ છે કે, તમે એક લક્ષ્ય નિર્ધારિત કરીને રોકાણ અને બચત વિશે આગળ પગલું ભરો. પ્રયત્ન કરવો કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે આ લક્ષ્યથી ભટાક્ષો નહીં. તે સિવાય તમારા કરવામાં આવેલા બધા પ્રકારના રોકાણને સમયસર તપાસ કરતાં રહેવું પણ જરૂરી છે કે તેના દ્વારા તમારા લક્ષ્ય મુજબ રિટર્ન મળી રહ્યું છે કે નહીં. એવું ન થતું હોય તો વિકલ્પ બદલવા પર પણ ધ્યાન આપવું જોઈએ.5) ખર્ચની લિમિટ નક્કી કરવી:- વિશેષજ્ઞોનું માનો તો ખર્ચની લિમિટ નક્કી કરવી પણ જરૂરી છે. ઘણી વખત જોવા મળે છે કે, અચાનક આવેલા કોઈ પણ ખર્ચા કે તહેવાર પર વધારે ખર્ચ થવાથી બજેટમાં ગડબડી થઈ જાય છે. એવામાં જરૂરી છે કે, પોતાની સેલેરીનો એક ભાગ બચત કરીને રાખવો જરૂરી છે.
6) ઉધારિની જાળમાં ફસાવાથી બચવું:- આજે ટેક્નિકલ યુગમાં જેમ-જેમ આવકમાં વધારો થયો છે, ખર્ચા પણ વધતો જાય છે. લોકો પોતાના ઘણા કામો માટે બેન્ક કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઉધાર કે લોન લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરતાં હોય છે. તમારું વિત્તિય લક્ષ્ય પ્રભાવિત ન થાય એ માટે એટલું જ ઉધાર લેવું જે તમે નક્કી કરેલા સમયમાં સરલતાહી ચૂકવી શકો.
(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી