મિત્રો દરેક માતાપિતા પોતાના બાળકના ભવિષ્યને લઈને ખુબ જ ચિંતા કરતા હોય છે. તેમજ તેના ભણતર માટે ઘણું રોકાણ પણ કરે છે. જો કે આજના સમયમાં ભણતર માટે રોકાણ કરવું એ દરેક માતાપિતાની જરૂરત બની ગઈ છે. આ માટે હાલ ઘણી સરકારી તેમજ પ્રાઇવેટ યોજનાઓ પણ અસ્તિત્વમાં રહેલી છે. પણ બાળકો માટે ફંડ એકઠું કરતા પહેલા જો તમે એક્સપર્ટ પાસેથી થોડી ટીપ્સ જાણી લો છો તો તમને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નથી થતી. આ ટીપ્સ તમને ફંડ ભેગું કરવાની સાથે ફંડનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે પણ જણાવે છે. તેમજ તમારી બચત યોગ્ય અને સાચા સમયે મદદરૂપ બની રહે છે. ચાલો તો એક્સપર્ટ પાસેથી જાણી લઈએ બાળકો માટે ફંડ એકઠું કરવા માટે શું કરવું જોઈએ.
આજે દરેક વ્યક્તિ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે. મોંઘવારીના આ જમાનામાં આજે બાળકોના લાલણ-પાલનથી લઈને ભણતર અને લગ્ન પર ઘણો ખર્ચો થાય છે. માટે જ બાળકોના જરૂરી ખર્ચાની પૂરતી માટે દરેક વ્યક્તિ ચાહે છે કે, ભવિષ્યમાં તેમની પાસે સારા એવા પૈસા હોય. તે માટે અભિભાવક ઘણી યોજનાઓમાં રોકાણ કરે છે. પરંતુ, સામાન્ય રીતે જોવામાં આવે છે કે, દરેક અભિભાવક, પોતાના બાળકોની જરૂરિયાતો માટે પર્યાપ્ત ફંડ ભેગું કરી શકતા નથી. તેનું કારણ છે કે રોકાણની મૂળ વાતોનુ ધ્યાન ન રાખવું. જો સાચા સમયે અને સાચી જગ્યાએ રોકાણ કરવામાં ન આવે, તો જેવુ તમે વિચાર્યું છે એવું રિટર્ન તમને મળશે નહીં. માટે એ જરૂરી છે કે, પોતાના બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ્યારે પણ તમે રોકાણ કરો, તો તે ખૂબ સમજી વિચારીને કરો. તમારા બાળકોના ભવિષ્ય માટે કરવામાં આવેલ રોકાણ માટે તમારે કઈ વાતોનુ ધ્યાન રાખવું જોઈએ આવો જાણીએ.
જલ્દી રોકાણ:- વધતી મોંઘવારીના કારણે શિક્ષા જેવી બાળકોની મૂળભૂત જરૂરિયાત પણ ખૂબ જ ખર્ચાળ થઈ ગયી છે. લગ્ન માટે પણ આજકાલ ઘણો પૈસો જોઈએ છીએ. પોતાના બાળકોના ભવિષ્ય માટે તમે જેટલું જલ્દી પ્લાનિંગ કરીને રોકાણ કરશો તેટલો જ ફાયદો તમને થશે. જો તમે બાળકના જન્મના થોડા સમય પછી જ રોકાણ શરૂ કરી લો છો, તો તમારા બાળકના 18 વર્ષ થાય ત્યારે ઘણું ફંડ ભેગું થઈ જશે.સાચી જગ્યાએ રોકાણ:- પોતાના બાળકના ભવિષ્ય વિશે પ્લાનિંગ કરતાં સમયે એ પણ જરૂરી છે કે, તમે સાચી જગ્યાએ રોકાણ કરો. બજારમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ, એલઆઇસીનું જીવન તરુણ પ્લાન, ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન અને મ્યુચ્યુઅલ ફંડ સહિત બજારમાં તમામ સ્કીમ છે, જેમાં રોકાણ કરીને તમે તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકો છો. રિટર્ન અને સમયાવધિને જોઈને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન હોય શકે છે.
વિત્તિય અનુશાશન જરૂરી:- બાળકો માટે મોટું ફંડ બનાવવા માટે તમારે વિત્તિય અનુશાશન દરેક પરિસ્થિતિમાં અપનાવવું પડશે. તે કોઈ શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ નથી. તે માટે એક સારી પ્લાનિંગ અને નિરંતર કામ કરવાની જરૂરિયાત હોય છે. તમે જે પણ રોકાણ યોજનામાં રોકાણ કરો, તે ધ્યાન રહે કે તે, નિરંતર શરૂ જ રહે.
પોર્ટફોલિયોમાં વિવિધતા:- પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન હોવું ખૂબ જરૂરી છે. જો કોઈ એક રોકાણ કે બચત સ્કીમ દ્વારા ઓછું રિટર્ન પણ મળે તો, બીજી જગ્યાએ કરેલ રોકાણથી તેની ભરપાઈ થઈ જાય. પોતાના રોકાણને અલગ-અલગ એસેટ ક્લાસમાં વહેંચી લેવું જોઈએ જેથી તમારા પોર્ટફોલિયોને બેલેન્સ મળી રહે. બાળકોની સાથે સાથે પોતાના ભવિષ્ય માટે પણ રોકાણ કરવું જોઈએ. ઓછામાં ઓછું ઇન્શ્યોરન્સ તમારી પાસે હોવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી