મિત્રો જો તમને કોઈ ઇન્ટરવ્યૂમાં એવો પ્રશ્ન પૂછી લેવામાં આવે કે ‘અર્થ પિન’ નું શું કામ હોય છે. તો તમે કહી શકો કે ઈલેક્ટ્રિકલ શૉકથી બચવા માટે ઈલેક્ટ્રિકલ બોર્ડમાં અર્થ પિન લગાવવામાં આવે છે. પરંતુ જો તમને ફરીથી એવું પૂછવામાં આવે કે અર્થ પિન કેવી રીતે ઇલેક્ટ્રિકલ શૉક થી બચાવે છે. તો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે તમે આ સંપૂર્ણ લેખ વાંચો.
અર્થ પિન વિશે જો તમે ન જાણતા હોવ તો ફોટામાં તમે જોઈ શકો છો. એક ઇલેક્ટ્રિકલ સોકેટ બોર્ડ જોવાય છે જેમાં ત્રણ પિન હોલ છે. બે નીચેની તરફ હોલ હોય છે, જેમાં જમણી બાજુનું છિદ્ર મોટે ભાગે માત્ર તબક્કાનું હોય છે. અને ડાબી બાજુનું પિન હોલ તટસ્થ છે. અને સૌથી મોટા પિન હોલને અર્થ પિન હોલ કહેવામાં આવે છે.
અર્થ પિન નો હોલ કેમ જાડો અને લાંબો હોય છે?:-
1) પહેલું કારણ:- મિત્રો જો તમે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં રસ ધરાવતા હોય તો તમે વાંચ્યું કે સાંભળ્યું હશે કરંટ હંમેશા સરળ રસ્તો શોધે છે જ્યાં તે અટક્યા વગર પ્રવાહીત થઈ શકે અને આ પ્રવાહીત કરંટ નું પ્રમાણ કે જે એલિમેન્ટ રોકે છે તેને પ્રતિકાર કહેવાય છે જે નીચે મુજબ છે.
R=ρl/a જેમાં….R= Resistance ( ચાલકનો એક ગુણ છે જે પ્રવાહીિત કરંટ ને અવરોધે છે ) ρ= Resistivity ( જે સતત / નિર્ણાયક છે ) l= વાહક /તાર ની લંબાઈ, a = વાહક /તાર નો વિસ્તાર.
આ સૂત્રમાંથી વિસ્તાર વધવાથી, R પ્રતિકારનું મૂલ્ય ઘટશે:- તેથી અર્થ પિન નું ક્ષેત્રફળ વધારે કરવાથી તેના પ્રતિકાર (R) નું મૂલ્ય ઘટશે અને જો ઉપકરણના બાહ્ય આવરણમાં કોઈ અનિચ્છનીય કરંટ પસાર થઈ રહ્યો હોય તો તેવા કેસમાં આ પિન થી બધો જ કરંટ ગ્રાઉન્ડ થઈ જશે. કેટલીકવાર ઉપકરણના અંદરના ઈલેક્ટ્રિકલ સર્કિટમાં ઇન્સ્યુલેશન સમાપ્ત અથવા નિષ્ફળ થવાને કારણે, તેના સર્કિટમાં તેમજ તેના બાહ્ય આવરણમાં પ્રવાહ વહેવા લાગે છે, જેને લીકેજ કરંટ અથવા અનિચ્છનીય કરંટ કહેવાય છે.
જો આપણે ભૂલથી પણ મશીનને અડકી લઈએ તો પણ આપણને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે. કારણ કે જે લીકેજ કે અનિચ્છનીય કરંટ છે તે અર્થ પિન નો પ્રતિકાર ઘટવાના કારણે ગ્રાઉન્ડ થઈ જશે. તેથી અર્થ પિન ને જાડી રાખવામાં આવે છે.
2) બીજું કારણ:- અર્થ પિન ને લાંબી એટલા માટે પણ રાખવામાં આવે છે જેથી આપણે જ્યારે પણ પ્લગ ને સોકેટમાં નાખીએ છીએ તો લાંબા હોવાના કારણે સૌથી પહેલા સોકેટમાં જશે અને કોઈ કારણસર મશીનની બોડી કે બહારના આવરણમાં કોઈ લીકેજ કરંટ પ્રવાહીત થતો હોય તો સૌથી પહેલા સીધો ગ્રાઉન્ડ થઈ જશે.તેનો અર્થ એ છે કે અર્થ પિન લાંબી હોવાથી સૌથી પહેલા કનેક્ટ થશે અને અર્થ પિનના કોન્ટેક્ટમાં જઈને પૂરી રીતે અનિચ્છનીય કરંટ ગ્રાઉન્ડ થઈ જશે. અને આપણા ઉપકરણો માંથી બોડીમાં આવતા લીકેજ કરંટથી આપણે સુરક્ષિત બચી જઈશું.
3) ત્રીજું કારણ:- અર્થ પિન એટલા માટે જાડી રાખવામાં આવે છે જેથી તેને કોઈ ભૂલથી તેને સોકેટના ફેઝ અથવા ન્યુટ્રલ હોલમાં ન નાખે , જેના કારણે ઈલેક્ટ્રીક ઉપકરણોના બાહ્ય આવરણ માં કરંટ લાગવાનું જોખમ રહે છે. કારણ કે અર્થ અથવા ગ્રાઉન્ડ વાયર ઉપકરણોના બાહ્ય આવરણ સાથે જોડાયેલા રહે છે, જે સરળતાથી આપણા સંપર્કમાં આવી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી