છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠના માર્કેટ કેપમાં વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન એચડીએફસી અને એચડીએફસી બેંક એવી કંપનીઓ હતી, જેની બજાર કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.
મૂડીકરણ રૂ. 98,235 કરોડ વધ્યું. આ દરમિયાન સૌથી વધુ ફાયદો આઈટી સેક્ટરની દિગ્ગજ કમ્પની ઈન્ફોસિસને થયો હતો. કંપનીના શેરધારકોએ તાબડતોબ રૂ. 28,000 કરોડથી વધુની કમાણી કરી છે.
ઇન્ફોસિસ-ટીસીએસ માટે ગજબનો ફાયદો:- સેન્સેક્સની IT સેક્ટરની મુખ્ય કંપનીઓમાં ઇન્ફોસિસની સાથે ટાટા ગ્રૂપની TCS એ પણ માર્કેટ કેપમાં સારો એવો વધારો નોંધાવ્યો હતો. જ્યાં એક તરફ ઈન્ફોસિસની માર્કેટ મૂડી રૂ. 28,170.02 કરોડ વધીને રૂ. 6,80,182.93 કરોડ થઈ છે. તો બીજી તરફ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને રૂ. 23,582.58 કરોડનો ફાયદો થયો હતો. આ વધારા સાથે TCSનો એમકેપ રૂ. 12,31,362.26 કરોડ પર પહોંચ્યો હતો.ઉછાળા સાથે બંધ રહ્યો હતો સેન્સેક્સ:- ગયા સપ્તાહે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ઇન્ડેક્સ 817.68 પોઇન્ટ અથવા 1.42 ટકા વધ્યો હતો. ટોચની 10 કંપનીઓમાં, જ્યાં આઠમાં વધારો નોંધાયો હતો, ત્યાં બીજી તરફ HDFC અને HDFC બેન્ક એવી કંપનીઓ હતી જેમની માર્કેટ મૂડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ગયા અઠવાડિયે પણ ટોચ પર રહી હતી. આ ક્રમમાં TCS, HDFC બેન્ક, Infosys, HUL, ICICI બેન્ક, SBI, બજાજ ફાઇનાન્સ, LIC અને HDFC રહી.
રિલાયન્સ ના રોકાણકારોને પડી ગયા જલસા:- સેન્સેક્સના ફાયદામાં રહેલી કંપનીઓમાં ત્રીજા નંબર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નામ આવે છે. કંપનીનું માર્કેટ કેપ 17,048.21 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. ત્યારબાદ ICICI બેંક ની માર્કેટ મૂડી 13,861.32 કરોડ રૂપિયા વધીને રૂ.5,83,261.75 કરોડ રૂપિયા થઈ ગયા, જ્યારે ભારતીય જીવન વીમા નિગમ LIC ના 2,008.75 કરોડ રૂપિયા ચઢીને 4,34, 748.72 કરોડ રૂપિયા થઈ ગયા.આ કંપનીઓ નો બજાર ભાવ પણ ઊંચો જઈ રહ્યો હતો:- ટોપ-10 માં સમાવિષ્ટ બજાજ ફાઇનાન્સનું બજાર મૂલ્ય રૂ. 5,709.2 કરોડ વધીને રૂ. 4,42,157.08 કરોડ થયું છે. બીજી તરફ, એસ.બી.આઈ એમકેબ માં રૂ. 2,186.53 કરોડ વધીને રૂ. 4,73,584.52 કરોડે પહોંચી ગયો. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ નું માર્કેટ મૂડીકરણ પણ રૂ. 1,668.21 કરોડ વધીને રૂ. 6,21,220.18 કરોડ થયું છે
એચડીએફસીનું માર્કેટ કેપ ઘટ્યું:- આ એક સપ્તાહ દરમિયાન BSE ની HDFC લિમિટેડનું માર્કેટ મૂડીકરણ રૂ. 4,599.68 કરોડ ઘટીને 4,27,079.97 કરોડ રૂપિયા રહી ગયા.આ સાથે HDFC બેંકની માર્કેટ વેલ્યુ પણ ઘટી છે. તેનો એમકેપ રૂ. 4,390.73 કરોડ ઘટાડા સાથે રૂ. 7,92,860.45 કરોડ થયો હતો.
(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )