દુનિયામાં સૌથી મોંધુ શાક ક્યું છે ? આ પ્રશ્નન બહુ ઓછા લોકો જાણતા હશે. જ્યારે વિચારવાનું આવે ત્યારે દુનિયા બીજા દેશોમાં થતા શાકભાજીના નામ વિચારીએ છીએ પરંતુ આ શાક આપણા દેશ(ભારત)માં જ થાય છે. ભારતના હિમાલયમાં દુનિયાનું સૌથી મોંઘુ શાક થાય છે. જેની દુનિયાભરમાં ખુબ જ માંગ છે. જો તમે આ શાક એક કિલો ખરીદો તો 30 હજાર રૂપિયા થાય છે. આ શાકને બનાવવા માટે પણ ખુબ મહેનત લાગે છે. આ શાકના સેવનથી હૃદય સંબંધિત બીમારી થતી નથી. તે ઉપરાંત શરીરને અનેક પોષક તત્વો આપે છે.
આ શાકનું નામ ગુચ્છી છે. આ હિમાલય પર જોવા મળતા જંગલી મશરુમની એક પ્રજાતિ છે. બજારમાં આ શાકની કિંમત 25 થી 30 હજાર રૂપિયા કિલો છે. ગુચ્છી નામનું આ શાક બનાવવા માટે ડ્રાયફ્રૂટ, અન્ય શાકભાજી અને દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભારતનું દુર્લભ શાક છે, જેની માંગ વિદેશોમાં પણ છે. લોકો તો મજાકમાં પણ કહે છે કે, ‘જો ગુચ્છીનું શાક ખાવું છે તો બેંકમાંથી લોન લેવી પડશે.’સ્વાદિષ્ટ પકવાનોમાં ગણતરી પામનાર ઔષધિય ગુણોથી ભરપુર ગુચ્છીના નિયમિત ઉપયોગથી હૃદયને લગતી બીમારીઓ થતી નથી. હૃદયરોગના દર્દી માટે આ શાક ખુબ જ ફાયદાકારક છે. આ હિમાલયના પહાડો પરથી લાવીને સુકવવામાં આવે છે. ત્યાર બાદ તે બજારમાં વહેંચાય છે. તેમાં અલગ અલગ પ્રકારની ક્વોલિટીનું શાક આવે છે.
ગુચ્છીનું વૈજ્ઞાનિક નામ માર્કુલા એસ્ક્યૂપલેંટા છે. સામાન્ય રીતે મોરેલ્સ પણ કહે છે. આ મશરુમની આજ પ્રજાતિ મોર્શેલા ફેમિલીથી ખુબ જ અલગ છે. આ સ્પંજ મશરુમ માટે કહેવામાં આવે છે કે, ઘણી વખત વરસાદની સિઝનમાં જાતે જ ઉગે છે. પરંતુ તેની માત્રા વધારવા માટે ઘણા મહિના લાગી જાય છે. કારણ કે આ પહાડ પર એટલે ઉપર જઈને લાવવી પડે છે, જેમાં જીવનું જોખમ પણ છે. તેથી જ આ શાકની કિંમત પણ વધારે છે. ગુચ્છીને વરસાદમાં જમા કરીને સુકવવામાં આવે છે. પછી તેનો ઉપયોગ શિયાળામાં વધારે થાય છે. અમેરિકા, યૂરોપ, ફ્રાંસ, ઇટલી અને સ્વીત્ઝરલૅન્ડના લોકો કુલ્લુની ગુચ્છીને ખુબ જ પસંદ કરે છે. ગુચ્છીમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન – B, D, C અને K હોય છે. આ શાકમાં ભરપુર માત્રામાં પોષક તત્વો રહેલા છે. પ્રાકૃતિક રૂપથી જંગલોમાં ઉગનારી ગુચ્છી ફેબ્રુઆરીથી લઈને એપ્રિલની વચ્ચે મળે છે. મોટી મોટી કંપનીઓ અને હોટલ તેને હાથો હાથ જ ખરીદી લે છે. તે કારણે જ આ વિસ્તારમાં રહેનારા લોકો સિઝનમાં જંગલમાં જઈને ગુચ્છી એકઠી કરે છે. આ લોકો ગુચ્છીને મોટી કંપનીઓને 10 થી 15 હજાર રૂપિયામાં ખરીદે છે. ત્યાર બાદ તે કંપનીઓ બજારમાં 25 થી 30 હજાર રૂપિયા કિલો વહેંચે છે.
આ શાકનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકનું કહેવું છે કે, પહાડના લોકો પણ જલ્દી ગુચ્છી પસંદ કરે છે. કારણ કે ગુચ્છી એકવાર જ્યાં ઉગે છે, જરૂરી નથી કે ફરી વખત ત્યાં જ ઉગે. ઘણી વખત આ સીધા ચઢાણ પર ઉગે છે અથવા તો જંગલ વિસ્તારમાં થાય છે. ક્યારેક ક્યારેક તો પહાડો પર એવી જગ્યાએ ગુચ્છી ઉગે છે જ્યાં કોઈ શક્યતા જ હોતી નથી. એક કહેવત અનુસાર તો, જ્યારે પહાડો પર તોફાન આવે છે અને તે જ સમયે બિલાડી પડે તે વિસ્તારમાં ગુચ્છીની ખેતી થાય છે. જો કે, પાકિસ્તાનના હિંદુ કુશ પહાડો પર પણ આ શાક થાય છે. પાકિસ્તાનના લોકો પણ તેને સુકવીને વિદેશમાં વહેંચે છે. વિદેશમાં ગુચ્છીને દુનિયાના શ્રેષ્ઠ મશરુમ કહેવામાં આવે છે. મોટા ભાગના લોકોને સુકવેલી ગુચ્છી જ ખાવા માટે મળે છે. જો કે તેમાં તે સ્વાદ અને સ્પંજીનેસ નથી હોતી જે તાજી ગુચ્છીને ખાવા પર મળે છે. કશ્મીરના લોકો તો ગુચ્છીને એકદમ તાજી હોય ત્યારે જ શાક બનાવીને ખાય છે. દુનિયાભરના રેસ્ટોરેન્ટ્સમાં ગુચ્છીના કબાબ જાણીતા છે. એટલું જ નહિ પણ લોકો ગુચ્છીની મીઠાઈ પણ બનાવે છે. આ મીઠાઈનો સ્વાદ ગળી લાકડી જેવો લાગે છે અને લોકો ખૂબ જ આનંદથી ખાય છે.
ગુચ્છીનો પુલાવ પણ બનાવવામાં આવે છે. કાશ્મીરમાં તેને બટ્ટકુછ કહે છે. મળેલી જાણકરી અનુસાર,સિંહસ્થ કુંભમાં એક અખાડામાં કોઇ એક દિવસ પોતાના ભંડારામાં ગુચ્છીનું શાક બનાવવામાં આવે છે. જે દિવસે ગુચ્છીનું શાક બને છે તે દિવસે સાધુ-સંતોની ખુબ જ ભીડ જોવા મળે છે, કારણ કે આ શાક સ્વાદમાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને જો દુનિયાનું મોંધુ શાક લોકોને સરળતાથી ખાવા મળે તે માટે લોકોની ભીડ ઉમટે છે.